SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૨). ગુણપૂજાની મહત્તા. (વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ આરંભ છે. વળી બટુ-મુનિ અને પ્રતિમાદિની અપેક્ષાએ પ્રેરક-અનુમોદક અને અનિષેધક એમ ત્રણ પ્રકારે સંપ્રદાન છે. તેથી દાનનું અપરિગ્રહપણું નથી. દાનનું ગ્રહણ નહિ થવા છતાં પણ સ્વપરિણામની શુદ્ધિથી ધર્મ થાય છે, જો અપરિગ્રહમાં પણ તે શુદ્ધિ થાય છે, તો પછી તેના પરિગ્રહનો આગ્રહ શો ? વળી અન્યહૃદયગત મૈત્રી અથવા હિંસાનો સંકલ્પ જીવોએ ગ્રહણ કરેલ હોય, તે ધર્માધર્મનો હેતુ બને છે, તેવી જ રીતે શ્રદ્ધા-સંવેગ અને વિશુદ્ધિના હેતુથી જિનાદિકની પૂજા અપરિગ્રહિત હોય, તો પણ શીલવ્રતાદિકની જેમ મોક્ષને માટે થાય છે. ૩૨૭૨ થી ૩૨૭૬. હવે “વિમૂર્તિમારી એ હેતુનો તિરસ્કાર કરે છે - जं चिया मुत्तिविउत्ता मुत्ता गुणरासओ विसेसेणं ।। तेणं चिय ते पूज्जा नाणाइतियं व मोक्खत्थं ॥३२७७।। मुत्तिमओ वि न मुत्ती पूइज्जइ किन्तु जे गुणा तस्स । ते मुत्तिविउत्त च्चिय नणु सिद्धगुणा विसेसेणं ॥३२७८॥ अहव मई मुत्तिमओ गुणपूआ होइ मुत्तिपूयाओ । तग्गुणसंबंधाओ सिद्धगुणाणं तु सा नत्थि ॥३२७९॥ पूया मुत्ति-गुणाणं संबंधे फलमितीह को हेऊ ?।। ૩ન્નો પરિમાવો તરસ ચ છો સંવંધો? રૂર૮૦, निययत्थो परिणामो बज्झालंबवणनिमित्तमेत्तागो । देइ फलं सब्बो च्चिय सिद्धगुणालंबाणो चेवं ॥३२८१॥ ગાથાર્થ - ગુણરાશિ એવો મુક્તાત્મા મૂર્તિરહિત છે, તેથી મોક્ષને માટે જ્ઞાનાદિત્રયની જેમ તે વિશેષ કરીને પૂજ્ય છે. વળી મૂર્તિમાનની મૂર્તિ નથી પૂજાતિ, પરંતુ તેના જે ગુણો હોય છે, તે પૂજાય છે. અને તે ગુણો મૂર્તિરહિત જ હોય છે . સિદ્ધના ગુણો તો વિશેષ કરીને અમૂર્ત હોય છે, તેથી તે પૂજ્ય છે. મૂર્તિની પૂજાથી તગુણ સંબંધને લીધે મૂર્તિમાનના ગુણોની પૂજા થાય છે. સિદ્ધના ગુણોને તો તે મૂર્તિ નથી, એમ કહેવામાં આવે, તો પૂજા, મૂર્તિ અને ગુણોના સંબંધમાં જે ફળ મળે છે, તેમાં સ્વગતપરિણામની વિશુદ્ધિ સિવાય બીજો ક્યો હેતુ છે ? અને તે પરિણામનો સંબંધ કોની સાથે કયો છે ? કોઈ જ નહિ. કેવળ સ્વહૃદયગત શુભ પરિણામ બાહ્ય અહંદાદિના આલંબનના નિમિત્તમાત્રના આલંબનવાળો છે, તે સર્વ ફળ આપે છે, તેવી જ રીતે અમૂર્ત સિદ્ધના ગુણોનું આલંબન પણ સર્વ ફળ આપે છે. ૩૨૭૭ થી ૩૨૮૧. હવે રૂરિમાવતું એ હેતુનું નિરાકરણ કરવાને કહે છે. जह दूरत्थे वि धिई बंधुम्मि सरीरपुट्टिबलहेऊ। તપુરોળનાનો વત્થર સોપIzસંપ્પો રૂર૮રી तह परिणामो सुद्धो सद्धम्मफलो ति दूरसंथे वि । ૩વસુદો પાવો દુરાસન્ને તિ કો મેરો ?રૂર૮રૂ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy