SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય... પરમોપકારી, ચરમ તીર્થપતિ મહાવીર સ્વામિ ભગવાનના શાસનને પામીને આપણને આ ભવ સાર્થક કરવાની ઉત્તમ તક મળી છે. આ મળેલા શાસનના હાર્દને સમજવા માટે વિવિધ ગ્રંથોનું વાંચન કરવા મળે છે. તેમાં અલ્પજ્ઞાનના કારણે સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોનું વાંચન અઘરું બન્યું છે ત્યારે અનુવાદ ગ્રંથો ખૂબ જ સહાયક બને છે. અમારા પ્રકાશન સંસ્થા દ્વારા પરમપૂજ્ય પરમોપકારી પંન્યાસપ્રવર શ્રી વજસેનવિજયજી ગણિવર્યનાં અમીમય આશીર્વાદપૂર્વક ઘણા ગ્રંથો પ્રકાશિત થઈ રહ્યા છે... (જેનું લીસ્ટ આગળ આપેલ છે.) તેમાં રીપ્રીન્ટ તરીકે આ વિશેષાવશ્યક ભાષ્ય.. ભાગ ૧-૨ પણ પ્રકાશિત થતાં અમો આનંદ અનુભવીએ છીએ.. પૂજ્ય પંન્યાસજી મહારાજ પોતાની નાદુરસ્ત તબિયતમાં પણ ખાસ કરીને પ્રાચીન ગ્રંથો તેમજ પૂજ્યપાદ અધ્યાત્મયોગી... પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રીનાં ચિંતન-લેખન કરેલા ગ્રંથોને સંપાદન-સંકલન કરીને અમોને જ્ઞાનભક્તિનો લાભ આપી રહ્યા છે. તેની આ તકે અમો ખૂબ-ખૂબ અનુમોદના સાથે તેઓશ્રીનાં ઉપકારને યાદ કરતાં આનંદ અનુભવીએ છીએ. આ ગ્રંથના પ્રકાશનમાં લાભ લેનાર શ્રી હીરસૂરીશ્વર જગરૂ સંઘ જૈન ટ્રસ્ટ-મલાડનો આ તકે અમે આભાર માનીએ છીએ. જૈન સંઘોમાં ઠેર-ઠેર સંઘ હસ્તકના જ્ઞાનખાતાઓમાં એક બાજુ મોટી રકમો જમા પડી રહે છે, બીજી બાજુ જૈન શાસ્ત્રગ્રંથો પૂ. સાધુ-સાધ્વી ભગવંતો અને અન્ય અધિકૃત મુમુક્ષુ શ્રાવકશ્રાવિકાવર્ગને અધ્યયન માટે દુર્લભ બની ગયા છે. ત્રીજી બાજુ ભારત-સરકાર ધાર્મિકટ્રસ્ટોના નાણાંનો બીજી રીતે ઉપયોગ કરવા માટે નવતર યોજનાઓ ઘડી રહી છે. તે અવસરે જ્ઞાનખાતામાં રહેલી રકમોમાંથી આવા ઉત્તમ શાસ્ત્રીય ગ્રંથો મુદ્રિત થઈ તમામ પૂ. સાધુ-સાધ્વી અને જૈનસંઘના જ્ઞાનભંડારો પાસે પહોંચી જાય અને ચતુર્વિધ શ્રીસંઘમાં સમ્યકશ્રુતનું અધ્યયન વૃદ્ધિગત બને અને ઈચ્છનાર તમામ સજ્જનો અમારા આ સમયોચિત પ્રકાશનને આવકારશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ ગ્રંથને ટુંક સમયમાં પ્રકાશિત કરી આપનાર.. ભરત પ્રિન્ટરીના માલીક કાંતિલાલ ડી. શાહનો આ તકે આભાર માનીએ છીએ. પ્રાંતે આ ગ્રંથોના વાંચન, ચિંતન, મનન દ્વારા આપણે સૌ તત્ત્વની પ્રાપ્તિ કરીને પરમપદની પ્રાપ્તિ કરનારા બનીએ... એજ... ભદ્રકર પ્રકાશન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy