SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય સમુદ્રમાં ઉભી રહેલી સ્ટીમર સુધી પહોંચવા માટે નાવની જરૂરત પડે છે. તેવી જ રીતે આગમના રહસ્યો સુધી પહોંચવા માટે પ્રકરણગ્રંથોની જરૂરત પડે છે. આગમ-તર્કસાહિત્યના લાલિત્યથી યુક્ત-નય-નિક્ષેપાથી ભરપુર પ્રકરણ ગ્રંથોમાં શ્રેષ્ઠ સ્થાન પામેલ ગ્રંથ છે... વિશેષાવશ્યક ભાષ્ય” જૈન શાસનનું ઝળહળતું ઝવેરાત આચાર્યસત્તમ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ મહારાજ. તેઓએ વિશેષાવશ્યક ભાષ્ય જેવા મહાનગ્રંથની રચના કરી અને બારમી સદીના અજોડ વ્યાખ્યાતા મલ્લધારી આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ ભાષ્યગ્રંથ ઉપર ૨૮૦૦૦ (અઠચાવીશ હજાર) શ્લોક પ્રમાણ વિસ્તૃત વ્યાખ્યા કરી છે.. આ ગ્રંથ પદાર્થોથી ભરપુર તેમજ ન્યાયની ભાષાથી પરિપૂર્ણ છે... એટલે કાળક્રમે આવા ગ્રંથના હાર્દને સમજવું અઘરૂં લાગતાં, મુમુક્ષુ આત્માઓ આ ગ્રંથના ભાવને સરળતાથી માતૃભાષામાં સમજી શકે એ આશયથી અધ્યયન રસિક પંડિતવર્યશ્રી ચુનીલાલ હુકમીચંદે અનુવાદ કર્યો અને આગમોદય સમિતિએ લગભગ ૭૫ વર્ષ પહેલાં પ્રકાશિત કરેલ... ત્યાર પછી સં. ૨૦૪૦માં અમારા હસ્તક આ ગ્રંથનું પુનઃ સંપાદન થયું અને પ્રકાશિત કરાયું... આ ગ્રંથ અભ્યાસુઓને ઉપયોગી બન્યું એટલે ટુંક સમયમાં આ ગ્રંથને પુનઃ પ્રકાશિત કરવાની જરૂર પડી. પ્રથમ જે રહી ગયેલી ક્ષતિઓ ખ્યાલમાં આવી તેની ફરી શુદ્ધિ કરીને પ્રકાશિત કરી રહ્યા છીએ... પ્રથમ ભાગના ભાષાંતરમાં મંગલવાદ-ચર્ચા તથા મતિજ્ઞાન શ્રુતજ્ઞાનની તર્ક પૂર્ણ મીમાંસા, ભેદ-પ્રભેદ વગેરેનું વિસ્તારથી પ્રતિપાદન તથા અવાંતરમાં નય અને નિક્ષેપાઓની અસાધારણ પ્રરૂપણા વિગેરે અન્યત્ર અલભ્ય વિષયો ઉપરની સુંદર પ્રતીતિકર રજુઆત હતી. આ બીજા ભાગમાં ગણધરવાદની વિસ્તૃતચર્ચા, નિદ્ભવવાદનું નિરૂપણ, નમસ્કારની નિર્યુક્તિ, સામાયિક નિયુક્તિ, નય-નિક્ષેપ આદિની ગંભીર ચર્ચા વિચારણા છે. આ ગ્રંથના સંપાદનમાં સાધ્વીજી સૌમ્યજ્યોતિશ્રીનો સહકાર મળતાં કાર્ય સહજ બનેલ છે. ચતુર્વિધ સંઘ આ ગ્રંથનું વિધિપૂર્વક અધ્યયન-અધ્યાપન કરી-કરાવી સમ્યજ્ઞાન અને સમ્યક્રિયાના ફળસ્વરૂપ મુક્તિપદને પ્રાપ્ત કરે એજ... પં. વજસેન વિજય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy