SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૨) કમલાર. (વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ स जिणो जिणाइसयओ सो चेव गुरू गुरूवएसाओ । करणाइविणयणाओ सो चेव मओ उवज्झाओ ॥३२१९।। जड़ सिद्धनमोक्कार छउमत्थो कुणइ न य तदाईओ। તે પ તથા ન રોસો ન દિ સો તરાતમહંતો રૂરી एवमकयत्थकाले सिद्धाई होउ, भण्णइ तयावि । अण्णे संतरुहंता तओ तयाई तओ निच्चं ॥३२२१॥ આ ક્રમ પૂર્વાનુપૂર્વીથી નથી, તેમ પશ્ચાનુપૂર્વીથી પણ નથી; કેમકે પહેલામાં સિદ્ધાદિ આવે અને બીજામાં સાધુ આદિ આવે કારણકે સિદ્ધો કૃતાર્થ છે, પણ જિનેશ્વરો નથી, તેથી સિદ્ધાદિનો ક્રમ યોગ્ય છે. અથવા જો પશ્ચાનુપૂર્વીક્રમ હોય, તો સાધુ આદિથી સિદ્ધપર્યન્ત નમસ્કાર કહેવા યોગ્ય છે. જિનોને પણ સિદ્ધો પૂજ્ય છે, કેમકે તેઓ સર્વે નિષ્ક્રમણદીક્ષાકાળે સિદ્ધોને નમસ્કાર કરીને સર્વ સામાયિકવ્રતનો ઉચ્ચાર કરે છે. (એમ કહેવામાં આવે, તો) અરિહંતના ઉપદેશથી સિદ્ધો જણાય છે, તેથી અરિહંત આદિમાં છે. કોઈ પણ પ્રથમ પર્ષદાને નમસ્કાર કરીને પછી રાજાને નમસ્કાર નથી કરતા જો એમ હોય, તો આચાર્યના ઉપદેશથી જિનેશ્વરાદિની પ્રતિપત્તિ થાય છે, અને તેથી આચાર્યાદિથી નમસ્કારનો ક્રમ યુક્ત છે, અન્યથા કહેલો ક્રમ અનેકાન્ત થશે અથવા ગણધરાદિનો આ ક્રમ યુક્ત છે, કેમકે તેઓ જિનેશ્વરના ઉપદેશથી જિનાદિકને જાણે છે; અને બાકીનાઓ સ્વ-સ્વ ગુરુના ઉપદેશથી તેઓને જાણે છે અથવા તે (જિનેશ્વર) તેમના (ગણધરાદિના) આચાર્ય છે, તેથી તમારા અભિપ્રાયથી આચાર્યાદિકનો જ ક્રમ થશે, અને એમ થવાથી સર્વ સાધુઓનો ક્રમ પ્રાપ્ત થશે. ૩૨૧૦ થી ૩૨ ૧૬. જે પ્રથમ ઉપદેશનું ગ્રહણ થાય છે, તે અરિહંતથી થાય છે, બીજાઓથી નથી થતું. આચાર્યો પણ જે કહે છે, તે તેઓ પૂજ્યનું જ કહેલું ઉપદેશે છે. ગણધરાદિને પણ અહંદાદિનો ક્રમયુક્ત છે, કેમકે અરિહંત, અહંદુ, આચાર્ય અને ઉપાધ્યાયપણાના ભાવથી તે અરિહંત જ જિનાતિશયથી જિન છે, ગુરુના ઉપદેશથી ગુરુ છે, અને કરણાદિને શીખવાથી તેઓને જ ઉપાધ્યાય માનેલ છે, તેથી તે જિનેશ્વર આચાર્ય ન થાય એમ નહિ, પણ થાય જ. જો છvસ્થ જિન પ્રથમ સિદ્ધને નમસ્કાર કરે છે, તો તેમને તે વખતે કંઈ દોષ નથી, કેમકે તે વખતે તે અરિહંત નથી. આ પ્રમાણે કહેવામાં આવે, તો છાસ્થ જિનને પ્રથમ નમસ્કાર અમે નથી માનતા; વળી અકૃતાર્થ છદ્મસ્થ તીર્થંકરપણાના સમયે “પ્રથમ સિદ્ધને નમસ્કાર હો,” એમ કહેવામાં આવે તો તે વખતે પણ અન્યત્ર બીજા અરિહંતો હોય છે, તેથી હંમેશાં પ્રથમ અરિહંતને જ નમસ્કાર કરવો યોગ્ય છે. ૩૨૧૦ થી ૩૨૨૧. વિવેચન - શિષ્ય - ભગવન્! પૂર્વાનુપૂર્વી અને પશ્ચાનુપૂર્વી એમ બે પ્રકારનો ક્રમ હોય છે, અનાનુપૂર્વી તો અનુચિત હોવાથી ક્રમ જ નથી. તેમાં અહીં જે અહંન્નમસ્કારાદિનો ક્રમ કહ્યો છે, તે પૂર્વાનુપૂર્વીક્રમ નથી, કેમકે “સિદ્ધાણં નમોવાર મમ મિદં તુ સો ”િ સિદ્ધોને નમસ્કાર કરીને તે અભિગ્રહ ગ્રહણ કરે છે. એ વચનાનુસાર એકાંતે કૃતકૃત્યપણાને લીધે અરિહંતોને પણ નમવાયોગ્ય એવા સિદ્ધોનું પ્રધાનપણું હોવા છતાં તેમનો આદિમાં નમસ્કાર નથી કહ્યો. તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy