SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ] ઉપાધ્યાય ભગવાનનું સ્વરૂપ. [૪૮૯ કરનાર તથા સ્વધર્મનો ઉપદેશ કરનાર અન્યદર્શનીઓ, તે તવ્યતિરિક્ત દ્રવ્ય-ઉપાધ્યાય કહેવાય છે. દ્વાદશાંગરૂપ સ્વાધ્યાય શ્રી જિનેશ્વરદેવે કહેલ છે, અને ગણધરોએ પરંપરાએ ઉપદેશેલો છે. એનો સ્વાધ્યાય શિષ્યોને સૂત્રથી ઉપદેશે છે, તેથી તેઓને (ભાવ) ઉપાધ્યાય કહેવાય છે. અથવા ૐ શબ્દ ઉપયોગ કરવાના અર્થમાં છે, અને ‘જ્ઞા' શબ્દ ધ્યાનના નિર્દેશમાં છે. એથી જ્ઞા એટલે ઉપયોગપૂર્વક ધ્યાન કરનાર, એવો અર્થ થાય છે. ઉપાધ્યાય શબ્દના આ અને બીજા અનેક પર્યાય છે. જેને પામીને જેના પાસેથી ભણાય, અથવા જે પોતાની પાસે આવેલા શિષ્યોને ભણાવે, તેમજ જે હિતનો ઉપાય ચિંતવનાર હોય, તેને ઉપાધ્યાય કહેવાય છે. આચારનો ઉપદેશ કરવાથી આચાર્ય કહેવાય અને અન્યને ભણાવવાથી ઉપાધ્યાય કહેવાય. અથવા અર્થપ્રદાયક આચાર્ય અને સૂત્રપ્રદાયક ઉપાધ્યાય કહેવાય. ૩૧૯૬ થી ૩૨૦૦. તે સુગમ હોવાથી અહીં કહી નથી. તે સાધુના નમસ્કારના અધિકારમાં નિર્યુક્તિની દશ ગાથાઓ છે, અહીં વસ્તુતાર સમાપ્ત થયું. હવે આક્ષેપદ્વાર અને પ્રસિદ્ધિદ્વાર કહે છે : (४५९) नवि संखेवो न वित्थारो संखेवो दुविहो सिद्ध- साहूणं । वित्थरओऽणेगविहो पंचविहो न जुज्जए तम्हा || ३२०१ || १०१८ || (૪૬૦) ગરöતા નિયમા સારૂં સારૂં ૩ તેનુ મડ્યા | तम्हा पंचविहो खलु हेउनिमित्तं हवइ सिद्धो ॥३२०२||१०१९।। નમસ્કાર સંક્ષિપ્ત નથી તેમ વિસ્તૃત પણ નથી. જો સંક્ષિપ્ત હોય, તો સિદ્ધ અને સાધુનો એમ બે પ્રકારે છે, તથા વિસ્તારથી અનેક પ્રકારે છે, માટે પંચવિધ નમસ્કાર યોગ્ય નથી. એમ કહેવામાં આવે તો તે અયોગ્ય છે. કેમકે અરિહંતાદિક નિયમા સાધુ છે, પણ સાધુઓ તેમાં ભજનાએ માટે પંચવિધ હેતુનાં નિમિત્તથી નમસ્કાર પાંચ પ્રકારનો છે. ૩૨૦૧ થી ૩૦ર. વિવેચન :- જે કોઈ સૂત્ર હોય, તે સંક્ષેપરૂપ હોય અથવા વિસ્તૃત હોય. જો સંક્ષિપ્ત હોય, તો સામાયિકસૂત્રની જેમ હોય. અને વિસ્તૃત હોય, તો ચૌદ પૂર્વની જેમ હોય. આ નમસ્કારરૂપ સૂત્ર સંક્ષિપ્ત નથી, તેમ વિસ્તૃત પણ નથી; જો સંક્ષિપ્ત હોય, તો નમસ્કાર પંચવિધ ન થાય, પણ દ્વિવિધ જ થાય. સિદ્ધ શબ્દવડે મોક્ષ પામેલા અર્હદાદિનો નમસ્કાર ગ્રહણ થાય અને સાધુ શબ્દવડે સંસારીનું ગ્રહણ થાય; કેમકે સંસારી આત્મા અર્હદ-આચાર્ય વગેરે સાધુત્વરહિત નથી. તેથી કરીને સંક્ષિપ્તથી સિદ્ધનો અને સાધુનો એમ બે પ્રકારનો જ નમસ્કાર થાય. વિસ્તારથી આ નમસ્કાર છે એમ કહેવામાં આવે, તો તે અનેક પ્રકારનો થાય. રૂષભદેવ-અજીતનાથ-સંભવનાથ વગેરે. સર્વ તીર્થંકરોના નામગ્રહણપૂર્વક સર્વ અરિહંતોના નમસ્કાર થાય એક સમયે સિદ્ધ થયેલા બે સમયે સિદ્ધ થયેલા, ત્રણ સમયે સિદ્ધ થયેલા ઈત્યાદિથી આરંભીને યાવત્ અનંતસમયે સિદ્ધ થયેલા સિદ્ધોના અનંત નમસ્કાર થાય, તથા તીર્થલિંગ, પ્રત્યેકબુદ્ધ વગેરે વિશેષણયુક્ત અનેકભેદો દ્વારા પણ વિસ્તારથી અનંતભેદે નમસ્કાર થાય. આ પ્રમાણે બન્ને પક્ષની અપેક્ષાએ વિચાર કરતાં પાંચ પ્રકારનો નમસ્કાર યોગ્ય નથી, પણ બે પ્રકારનો જ યોગ્ય છે. દર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy