________________
૪૮૦].
ઉપયોગઢયની સિદ્ધિ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ છે ? એમ કહેવામાં આવે, તો તેનો ઉત્તર કહીએ છીએ કે - જિનેશ્વરને એકાંતર ઉપયોગમાં સ્વભાવ જ આવરણરૂપ છે. એટલે એવો સ્વભાવ જ છે કે ક્રમસર ઉપયોગ પ્રવર્તે, પણ યુગપદ્ ન પ્રવર્તે. પરિણામિક ભાવથી જીવનું જીવત્વ એ જેમ સ્વભાવ જ છે, તેવી રીતે જીવોને એકાંતર ઉપયોગ પણ પારિણામિક હોવાથી સ્વભાવ જ છે. ૩૧૨૬ થી ૩૧૩પ. હવે “ના” ઈત્યાદિ ૩૧૪૧મી ગાથાની પ્રસ્તાવના કરે છે.
गंतूण सिज्झइ त्ति य भणिए सुत्तम्मि कहकम्मरस । आह गमणं ति, भण्णइ सकम्मगमणे वि को हेऊ ? ॥३१३६॥ कम्म पुग्मलमइयं निज्जीवं तस्स नयणसामत्थे । को हेऊ पडिवण्णो-जड़ व सहावो इह स एव ॥३१३७॥ सक्किरियं किमरूवं भण्णइ भुवि चेयणं च किमरूवं ? । નદ સે વિરાઘમ્મો વેપvi ત૮ મયા વિકરિયા રૂરૂટ जं वेह जेण किरियाकारणमब्भुवगयं तहिं एसो। तुल्लोवालंभो च्चिय जजं न सहावो सरणमिक्को ॥३१३९॥ अविय असंगत्तणओ बंधच्छेय परिणामभावाओ ।
पुचप्पओगउ च्चिय तस्स गई तत्थ दिलुता ॥३१४०॥ (४४९) लाउ य एरंडफले अग्गी धूमे य उसू धणुविमुक्के ।
गई पुबपओगेणं एवं सिद्धाण वि गई ओ ॥३१४१-९५७-३२५॥ “ત્યાં જઈને સિદ્ધિ પામે છે” એમ સૂત્રમાં કહ્યું છતે કર્મરહિતને કાંઈક ઉણાસાતરાજ ગમન કેવી રીતે સંભવે ? એમ પૂછવામાં આવે તો કહીએ છીએ કે કર્મસહિત જીવને ગમનક્રિયામાં શો હેતુ છે? કર્મ હેતુ છે, એમ કહેવામાં આવે તો પુદ્ગલમય નિર્જીવ કર્મ જીવને મોક્ષમાં લઈ જવાના સામર્થ્યમાં ક્યો હેતુ માનેલો છે ? જો તેમાં સ્વભાવ જ હેતુ છે, તો અહીં પણ તે જ સ્વભાવ જ હેતુ છે. અરૂપી જીવદ્રવ્ય મોક્ષગમનરૂપ ક્રિયાવાળું કેવી રીતે હોય? એમ પૂછવામાં આવે, તો અમે કહીએ છીએ કે-અરૂપી જીવદ્રવ્ય ચેતન્યવાળું શાથી છે? જેમ ચૈતન્ય તેનો વિશેષ ધર્મ છે, તેવી રીતે મોક્ષગમનરૂપ ક્રિયા પણ તેના વિશેષધર્મરૂપે માનેલ છે, અથવા જેઓએ (ઈશ્વરઅદૃષ્ટ આદિ) મોક્ષગમનરૂપ ક્રિયાનું કારણ માન્યું છે, તેમાં પણ આ ઉપાલંભ સરખો જ છે. માટે સ્વભાવ માન્યા સિવાય બીજું કોઈ શરણ નથી. અથવા માટીના સંગરહિત થવાથી જેમ તુંબડું, બંધનોચ્છેદ થવાથી એરંડ ફળ, તથાવિધ પરિણામથી ધૂમ અથવા અગ્નિ અને પૂર્વ-પ્રયોગથી ધનુષ્યથી છુટેલા તીરની જેમ ઉર્ધ્વગતિ થાય છે, તેમ સિદ્ધની પણ સર્વ કર્મના ક્ષયથી ઉર્ધ્વગતિ થાય છે. ૩૧૩૬ થી ૩૧૪૧.
હવે ઉપરોક્ત નિર્યુક્તિની ગાથાનું વ્યાખ્યાન કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org