SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૮] ઉપયોગદ્વયની સિદ્ધિ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ લોપ કરીને કેવળી એટલે છત્વસ્થ એમ નથી કહ્યું, જો એમ ન હોય, તો સૂત્રમાં કહ્યા પ્રમાણે મોક્ષગમન ઘટે નહિ. ૩૧૧૩ થી ૩૧૧૮. एवं विसेसियम्मि वि परमयमेगंतरोवओगो त्ति । न पुणरुभओवओगो परवत्तब्बं ति का बुद्धि ? ॥३११९॥ उवओगो एगयरो पणुवीसइमे सए सिणायस्स । भणिओ वियडत्थो च्चिय छठ्ठद्देसे विसेसेउं ॥३१२०॥ एवं फुडवियडम्मि मि सुत्ते सबन्नुभासिए सब्वे । कह तीरइ परतित्थियवत्तवमिणं ति वोत्तुं जे ? ॥३१२१॥ सब्बत्थ सुत्तमत्थि य फुडमेगयरोवउत्तसत्ताणं । उभओव-उत्तसत्ता सुत्ते वुत्ता न कत्थइ वि ॥३१२२॥ कस्सइ वि नाम कत्थइ काल जइ होज्जो दो वि उवओगा । ૩મોવત્તાસત્તા સુત્તમેવવંદ જિ તો હોન્ના રૂશરણા दुविहाणं चि य जीवाण भणिअमप्पाबहुं च समयम्मि । सागरणगाराण य न भणियं उभओवउत्ताणं ॥३१२४॥ जइ केवलीण जुगवं उवओगा होज्ज, होज्ज तो एवं । सागार-उणागाराणय-मीसाण य तिण्हमप्पबहुं ॥३१२५॥ હવે બીજાઓ “અન્યદર્શની સંબંધી વક્તવ્યતા માટે આ સૂત્ર છે, એમ કહે છે, તે માટે કહે છે. એ પ્રમાણે ક્રમોપયોગ સાધક સૂત્ર પ્રગટ છતાં પણ ઉભય ઉપયોગનિષેધ સૂત્ર અન્યદર્શની સંબંધી છે, એમ કહેવું એ કેવી વિપરીત બુદ્ધિ છે ! ભગવતીસૂત્રના પચ્ચીસમા શતકના છઠ્ઠા ઉદ્દેશમાં સ્નાતકને બેમાંથી એક ઉપયોગ પ્રગટપણે કહેલ છે. એ પ્રમાણે સર્વજ્ઞભાષિત સર્વ સૂત્રમાં ફુટ રીતે કહ્યા છતાં “આ સૂત્ર અન્યદર્શની સંબંધી વક્તવ્યતા માટે છે” એમ કેમ કહી શકાય? વળી સર્વ સૂત્રોમાં એકતર ઉપયોગવાળા જીવોનું પ્રતિપાદન કર્યું છે, પરંતુ કોઈપણ સૂત્રમાં ઉભય ઉપયોગવાળા જીવો નથી કહ્યા. જો કોઈપણ કેવળીને કોઈપણ કાળે બે ઉપયોગ હોય, તો ઉભય ઉપયોગવાળા જીવોનું પ્રતિપાદન કરનાર એક પણ સૂત્ર હોત. (પણ તેવું કયાંય જણાતું નથી.) તેમ જ સાકાર-અનાકાર એ વિવિધ ઉપયોગવાળા જીવોનું અલ્પબદુત્વ સિદ્ધાંતમાં (પ્રજ્ઞાપનામાં) કહ્યું છે. પણ યુગપદ્ ઉભય ઉપયોગવાળા જીવોનું નથી કહ્યું. જો કેવળીને યુગપદ્ બે ઉપયોગ હોય, તો સાકાર, અનાકાર અને મિશ્ર-ઉપયોગવાળા જીવોનું એમ ત્રણ પ્રકારનું અલ્પબદુત્વ કહેત. ૩૧૧૯ થી ૩૧ ૨૫. अहव मई छउमत्थे पडुच्च सुत्तमिणं तो न केवलिणो । तं पि न जुज्जइ जं सबसत्तसंखाहिगारोऽयं ॥३१२६॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy