________________
૪૬૬] “દંડ વડે” ઇત્યાદિ ગાથાનું વ્યાખ્યાન.
વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ પ્રતિલોમપણે સંહરણ કરીને દેહમાં રહે. સમુદ્ઘાત પામેલ કેવળી પ્રયોજનના અભાવથી મનોયોગ તથા વચનયોગનો વ્યાપાર ન જ કરે, પરંતુ ઔદારિક કાયયોગને પહેલા તથા આઠમા સમયે વ્યાપારે છે. બીજા, છઠ્ઠા અને સાતમા સમયે ઉભયયોગના વ્યાપારથી ઔદારિકમિશ્રકાયયોગનો વ્યાપાર કરે છે, અને ત્રીજા, ચોથા, તથા પાંચમા સમયે માત્ર કાર્યણયોગનો જ વ્યાપાર કરે છે. કેમકે ત્યાં માત્ર તેની જ ચેષ્ટા હોય છે. સમુદ્ાતથી પાછા ફર્યા બાદ કેવળી અંતર્મુહૂર્ત સુધી સંસારમાં રહે છે ત્યાં ત્રણે યોગનો વ્યાપાર કરે છે, તેમાં સત્ય અને અસત્યામૃષામનોયોગ તથા વચનયોગનો વ્યાપાર કરે છે, અને ઔદારિક કાયયોગ વડે ગમનાદિ તથા પ્રાતિહાર્ય વગેરેનું પ્રત્યર્પણ કરે છે, અને તે પછી એ સર્વ યોગોનો નિરોધ કરે છે. યોગસહિત જીવ મોક્ષ કેમ ન પામે ? એમ પૂછવામાં આવે, તો તે યોગ બંધનો હેતુ થાય છે, વળી સંયોગી જીવ નિર્જરાના કારણભૂત પરમશુક્લધ્યાનને ન પામે તેથી તે સંયોગી સિદ્ધ ન થાય. જઘન્યયોગવાળા પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયનાં જેટલાં મનોદ્રવ્ય હોય છે અને જેટલો તેનો વ્યાપાર હોય છે, તેનાથી અસંખ્યાતગુણહીન સમયે સમયે તે કેવળી મનનો નિરોધ કરતાં અસંખ્યાત સમયે સર્વથા નિરોધ કરે. તે પછી પર્યાપ્તા બેઈન્દ્રિયના જઘન્ય વચનયોગના જે પર્યાયો હોય, તેથી અસંખ્યાતગુણાહીન પર્યાયો સમયે સમયે રૂંધતા અસંખ્યાત સમયે સર્વ વચનયોગનો નિરોધ કરે, તે પછી પ્રથમ સમયે ઉત્પન્ન થયેલા સૂક્ષ્મપનકનો જે જઘન્ય કાયયોગ હોય તેથી અસંખ્યાતગુણોહીન પ્રત્યેક સમયે રૂંધતા અને દેહના ત્રીજા ભાગને મૂકતા અસંખ્યાત સમયે તે સંપૂર્ણ કાયયોગને રૂંધે. કાયયોગનો નિરોધ કરીને પછી શૈલેશીભાવને પામે છે. ૩૦૫૨ થી ૩૦૬૪.
હવે ‘શૈલેશી' શબ્દનો અર્થ, તેનું કાળમાન અને ત્યાં કયું ધ્યાન હોય, તે કહે છે.
सेलेसो किल मेरू सेलेसी होइ जा तदचलया । होउं च असेलेसो सेलेसी होइ थिरयाए ||३०६५ || अहवा सेलु व्व इसी सेलेसी होइ सोऽतिथिरयाए । से व अलेसी होई सेलेसीहोअ लोवाओ ||३०६६॥ सीलं व समाहाणं निच्छयओ सव्वसंवरो सो य । तस्सेसो सीलेसो सेलेसी होइ तदवत्था ||३०६७॥ हस्सक्खराइं मज्झेण जेण कालेण पंच भण्णंति । अच्छइ सेलेसिगओ तत्तियमेत्तं तओ कालं ॥ ३०६८ ||
तणुरोहारंभाओ झायइ सुहुमकिरियानियट्टि सो । वोच्छिन्नकिरियमप्पडिवाई सेलेसिकालम्मि || ३०६९।।
શૈલેશ એટલે મેરૂની જેમ અવસ્થામાં જે સ્થિરતા હોય, તે શૈલેશી. અથવા અશૈલેશ એટલે શૈલેશની જેમ સ્થિરપણું થાય તે શૈલેશી. અથવા સ્થિરતા વડે શૈલની જેમ જે અવસ્થામાં ઋષિ થાય તે શૈલિષી અથવા જે અવસ્થામાં તે અલેશી થાય, તે અને લોપ થવાથી શૈલેશી. અથવા શીલ એટલે સમાધાન યા નિશ્ચયથી સર્વસંવર, તેનો જે ઈશ તે શીલેશ તેની અવસ્થાને શૈલેશી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org