SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૪], “નહ૩ન્સી સાડીયા ઈત્યાદિ ગાથાનું વ્યાખ્યાન. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ હવે “જહઉલ્લા સાડીયા” ઈત્યાદિ ગાથાના ઉત્તરાર્ધની વ્યાખ્યા કહે છે. कम्मलहुयाए समओ भिन्नमुहुत्तावसेसओ कालो । अन्ने जहन्नमेयं छम्मासमुक्कोसमिच्छति ॥३०४८॥ तं नाऽणन्तरसेलेसिवणओ जं च पाडिहेराणं । पच्चप्पणमेव सुए इहरा गहणं पि होज्जाहि ॥३०४९।। तत्थाउयसेसाहियकम्मसमुग्घायणं समुग्धाओ। तं गन्तुमणो पुवं आवज्जीकरणमब्भेड़ ॥३०५०॥ आवज्जणमुवओगो वावारो वा तदत्थमाईए । अंतोमुहुत्तमेत्तं काऊं कुरुए समुग्घायं ॥३०५१॥ આયુકર્મની લઘુતાના સમયરૂપ અંતર્મુહૂર્તકાળ અવશેષ રહે ત્યારે કેવળી ભગવંત સમુદ્યાત કરે છે. બીજા આચાર્યો એટલો કાળ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી છ માસ પર્વતનો માને છે, તે માન્યતા યોગ્ય નથી. કેમકે સમુઘાત બાદ શૈલેશીકરણ પ્રાપ્ત થાય છે, એ વચન સાથે આગમવિરોધ થાય છે. વળી જે પ્રાતિહાર્ય વગેરેનું પ્રત્યર્પણ શ્રુતમાં કહ્યું છે, અન્યથા તેનું ગ્રહણ પણ થાય. આયુ સિવાયના શેષ સાતેય અધિકકર્મનો સમ્યક પ્રકારે અત્યંત ઘાત, તેને સમુદ્રઘાત કહેવાય. તે સમુદ્રઘાત પામવાની ઈચ્છાવાળો જીવ પ્રથમ આવર્જિકરણ કરે છે. એટલે સમુઘાત કરવા માટે પ્રથમ અંતર્મુહૂર્ત સુધી આવર્જન એટલે ઉપયોગ અથવા વ્યાપાર કરીને પછી સમુદ્દઘાત કરે છે. ૩૦૪૮ થી ૩૦૫૧. વિવેચન - જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પ્રમાણ પોતાનું આયુ અવશેષ જાણીને આયુથી અધિક સ્થિતિવાળા વેદનીયાદિ કર્મોની સ્થિતિનો વિઘાત કરવા માટે કેવળી ભગવાન સમુદ્યાત આરંભે છે. બીજા આચાર્યો જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી છ માસ પર્યતનું આયુ અવશેષ રહે ત્યારે કેવળી સમુદ્દઘાત કરે છે. એમ માને છે, તે માન્યતા આગમ-વિરુદ્ધ હોવાથી અયોગ્ય છે, કારણ કે સમુઘાત પછી શૈલેશીઅવસ્થા પ્રાપ્ત થાય છે અને તે શૈલેશીઅવસ્થા પછી મોક્ષ ગમન થાય છે, એટલે છ માસનું આયુ કયાંથી અવશેષ રહે ? વળી સમુઘાતથી નિવર્તીને શરીરસ્થ જીવને પ્રતિહારક-પીઠફલક વગેરેનું પ્રત્યર્પણ કરવાનું શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે, તે કેવી રીતે ઘટે ? અન્યથા છ માસ આયુ અવશેષ હોય, તો તે સર્વનું ગ્રહણ પણ થાય, પરંતુ એવું કંઈ તે સૂત્રમાં કહ્યું નથી, માટે અંતર્મુહૂર્ત આયુ અવશેષ રહે, ત્યારે જ સમુઘાત કરે છે, એ માન્યતા આગમસમ્મત છે. આયુ કરતાં અધિક સ્થિતિવાળા વેદનીયાદિ કર્મનો સમ્યક પ્રકારે અત્યંત ઘાત કરે તે સમુદ્દાત કહેવાય, તે સમુદ્રઘાત પામવાની ઈચ્છાવાળો જીવ પ્રથમ આવર્જિકરણ કરે છે. એટલે કે સમુઘાત કરવા માટે પ્રથમ “મારે હવે આ કરવું જોઈએ.’ એવા પ્રકારનો કેવળીનો જે ઉપયોગ તે અથવા ઉદયાવલિકામાં કર્મપ્રક્ષેપરૂપ વ્યાપાર તેને આવર્જિકરણ કહેવાય. એ આવર્જિકરણ અંતર્મુહૂર્ત સુધી કરીને પછી કેવળી સમુઘાત કરે છે. ૩૦૪૮ થી ૩૦૫૧. હવે “દંડ વડે ઈત્યાદિ ગાથાનું વ્યાખ્યાન કરે છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy