________________
સિદ્ધનું સ્વરૂપ.
(૪૪૮) નઠ ૩ા સાડીયા ઞાસું સુજ્ઞ વિત્તિયા સંતી ।
તદ્દ જમ્મત ુયસમ વૈજ્યંતિ બિળા સમુÜયં રૂિ૦રૂગારૂથી પ્રવાહની અપેક્ષાએ દીર્ઘકાળની સ્થિતિવાળું જે બાંધેલું આઠ પ્રકારનું કર્મ, તે બાંધેલા કર્મને જે ભવ્ય જીવે ધ્યાનરૂપ અગ્નિવડે બાળી નાખ્યું છે, એવા સિદ્ધને સિદ્ધપણું ઉત્પન્ન થાય છે. વેદનીયકર્મ અતિ વધારે અને આયુકર્મ થોડું છે, એમ જાણીને કેવળી સમુદ્દાત પામીને સમગ્ર કર્મનો ક્ષય કરે છે. શરીરમાં રહે છતે આત્મપ્રદેશોનો દંડ, કપાટ, મંથન અને અંતરપૂર્ણ કરવાવડે ભાષાયોગનો નિરોધ કરીને શૈલેશીકરણ પામ્યા બાદ સિદ્ધ થાય છે. જેમ ભીનું વસ્ત્ર પહોળું કર્યું હોય, તો તે શીઘ્ર સૂકાઈ જાય છે, તેમ કર્મની લઘુતા વખતે જિનેશ્વરો સમુદ્ઘાત પામે છે. અને કર્મનો નાશ કરે છે. ૩૦૨૯ થી ૩૦૩૨.
૪૬૦]
“હવે દીહકાલરણં જંતુ” એ ગાથાની ભાષ્યકાર વ્યાખ્યા કરે છે.
વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨
Jain Education International
संताणओ अणाई दीओ ठिकाल एव बंधाओ । जीवाणुरंजणाओ उत्ति जोगो त्ति सुहुमो वा ॥ ३०३३॥ सो जस्स दीहकालो कम्मं तं दीहकालरयमुत्तं । अइदीहकालरंजणमहवा चेट्ठाविसेसत्थं ॥ ३०३४॥ जं कम्मं ति सद्दो विसेसणे पूरणोऽहवा जीवो । जंतु त्ति, तस्स जंतो कम्मं से जं सियं बद्धं ॥ ३०३५॥ अहवा से सियमसियं गहियं वत्तमइससिलिट्टं वा । जं वा विसेसियमह त्ति खयसेसियं वत्ति ॥ ३०३६ ॥ नेरुत्तियं सियं धंतमस्स तवसा मलो व्व लोहस्स । इय सिद्धरसेय सओ सिद्धत्तं सिज्झणा समए ॥ ३०३७ ||
उवजायइत्ति ववहारदेसणमभावयानिसेहो वा । पज्जायंतरविगमे तप्पज्जयंतरं सिद्धो ||३०३८ ||
બંધની અપેક્ષાએ સંતાનભાવે અનાદિ હોવાથી દીર્ઘસ્થિતિકાળવાળું, જીવને મલિન કરવાથી રજ, અથવા બંધયોગ્ય અને સૂક્ષ્મ હોવાથી કર્મરૂપ રજ, તે દીર્ઘકાળ જે કર્મનો હોય, તે દીર્ઘકાળવાળી ૨જ કહેવાય છે, અથવા દીર્ઘકાળ પર્યંત જીવને મલિન કરતું હોવાથી રજ કહેવાય. અથવા દીર્ઘકાળપર્યંત જેનો અનુભવ છે, તે દીર્ઘકાળ રજ કહેવાય. જે દીર્ઘકાળની રજ એટલે કર્મનું, શબ્દ વિશેષણાર્થે અથવા પૂરણાર્થે છે, અથવા જંતુ એટલે જીવ, તેનું જે કર્મ તે જંતુકર્મ, તેનું સિત એટલે જીવનું બાંધેલું અથવા જીવનું સર્વ કર્મ સંસારાનુબંધી હોવાથી સિત એટલે અશુભ. અથવા સિત એટલે જીવે ગ્રહણ કરેલું, વ્યાપ્ત થયેલ અથવા સંશ્લિષ્ટ થયેલું, અથવા આઠ પ્રકારે વિશેષિત કરેલું, અર્થાત્ ક્ષય કરેલું તે શેષીત કહેવાય. જેમ અગ્નિવડે લોહનો મળ ભસ્મ કરાય છે, તેમ તપવડે બાંધેલું કર્મ જેનું ભસ્મ થયું છે, તેને કર્મક્ષયસિદ્ધ કહેવાય. એ પ્રમાણે સિદ્ધિના સમયે વિદ્યમાન સિદ્ધને સિદ્ધપણું ઉત્પન્ન થાય છે. ‘ઉત્પન્ન થાય છે’ એ કથન વ્યવહાર બતાવવાને
For Private & Personal Use Only
www.jainelibrary.org