SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૬] પરિષહ અને ઉપસર્ગોની વ્યાખ્યા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૨ થાય છે તેથી તે પંચેન્દ્રિય છે. સર્વ ઈન્દ્રિયોના વિષયના ઉપલંભથી મનુષ્યની જેમ બકુલ પંચેન્દ્રિય જેવો છે, તોપણ બાહ્ય ઈન્દ્રિયોના અભાવે તે પંચેન્દ્રિય કહેવાતો નથી. જેમ ઘટ બનાવવાની શક્તિયુક્ત કુંભકાર સૂતેલો હોય, તો પણ તે કુંભકાર કહેવાય છે, તેમ બાહ્ય-ઈન્દ્રિય રહિત હોવા છતાં પણ બકુલાદિ વૃક્ષો લબ્ધિ-ઈન્દ્રિયવડે પંચેન્દ્રિય કહેવાય છે. દ્રવ્ય અને ભાવઈન્દ્રિયોના પ્રાપ્તિક્રમમાં (પ્રથમ લબ્ધિ-ભાવેન્દ્રિય પ્રાપ્ત થાય, તે પછી દ્રવ્યેન્દ્રિય પ્રાપ્ત થાય.) જ્યારે દ્રવ્યેન્દ્રિયભાવેન્દ્રિયના સામાન્યથી ભિન્ન કરાયેલો લાભ પૂછવામાં આવે, ત્યારે પ્રથમ ઈન્દ્રિયાવરણીયક્ષયોપશમરૂપ લબ્ધિ ઈન્દ્રિય પ્રાપ્ત થાય તે પછી બાહ્યઅંતરનિવૃત્તિ ઈન્દ્રિય પ્રાપ્ત થાય, તે પછી અંતરનિવૃત્તિની શક્તિરૂપ ઉપકરણેન્દ્રિય પ્રાપ્ત થાય, અને તે પછી ઈન્દ્રિયોના અર્થનો એટલે વિષયોનો ઉપયોગ થાય છે. ૨૯૯૭ થી ૩૦૦૩. હવે પરિષહોની અને ઉપસર્ગોની વ્યાખ્યા કરે છે. परिसोढव्वा जइणा मग्गाविच्चुइ-विणिज्जराहेऊ । जुतो परीसहा ते खुहादओ होंति बावीसं ॥३००४॥ उवसज्जणमुवसग्गो तेण तओ व उवसज्जए जम्हा । सो दिव्व-मणुय-तेरिच्छिआ-ऽऽयसंवेयणाभेओ ॥३००५।। हास-प्पओस-वीमंसओ विमायाए वा भवो दिब्बो । एवं चिय माणुस्सो कुसीलपडिसेवणचउत्थो ॥३००६।। तिरिओ भय-प्पओसा-हारावच्चाइरक्खणत्थं वा । घट्ट-त्थंभण-पवडण-लेसणओ चायसंवेओ ॥३००७॥ મોક્ષમાર્ગથી નહિ ડગવા માટે તથા વિશેષ નિર્જરા માટે જે વિશેષે સહન કરવા યોગ્ય છે, તેને પરીષહો કહેવાય છે. તે પરીષહો સુધા, પપાસા વગેરે બાવીસ છે. પા પામવી તે ઉપસર્ગ અથવા જેના વડે જીવને પીડા પમાય તે ઉપસર્ગ છે. તે ઉપસર્ગ દેવથી, મનુષ્યથી, તિર્યંચથી અને આત્મસંવેદનથી એમ ચાર પ્રકારે થાય છે. હાસ્યથી, પૂર્વભવના દ્વેષથી, (પોતાની પ્રતિજ્ઞાથી આ ચલાયમાન થાય છે કે નહિ ? એવા) વિમર્શથી અને વિમાત્રાથી (કંઈક હાસ્ય, કંઈક દ્વેષ, કંઈક વિમર્શથી) દેવો ઉપસર્ગ કરે છે, એ પ્રમાણે મનુષ્ય પણ ચાર પ્રકારે ઉપસર્ગ કરે છે : એમાં ચોથો પ્રકાર કુશીલપ્રતિસેવનાથી જાણવો. તિર્યંચો ભયથી, દ્વેષથી, આહાર માટે, બચ્ચાંઓનાં માળા તથા ગુફાદિ સ્થાનના રક્ષણ માટે ઉપસર્ગ કરે છે, અને નેત્રમાં પડેલા કણાદિ ખુંચવાથી, અંગો સ્તબ્ધ થવાથી, ખાડા વગેરેમાં પડવાથી તથા બાહુ વગેરે અંગોને પરસ્પર મસળવાથી આત્મસંવેદનીય ઉપસર્ગો થાય છે. ૩૦૦૪ થી ૩૦૦૭. અહીં રાગ વગેરેનાં ઉદાહરણો છે, તે “ હેત્તા” ઈત્યાદિ છ ગાથાઓનો અર્થ મૂળ આવશ્યકથી જાણી લેવો. હવે “નામચંતા નમરિ” એ પદની વ્યાખ્યા તથા નમસ્કારનું ફળ કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy