SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૦] ન' અને ‘સ્મિન્' દ્વાર. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ વિશેષણની અંદર આ નય અભિન્નવાદી હોવાથી નમસ્કાર સામાન્ય માત્રનો આધારાદિ ભેદે ભેદ નથી માનતો. “જીવ-નમસ્કાર છે” એ પ્રમાણે (આ નય) તુલ્ય અધિકરણ કહે છે, પરંતુ તે નમસ્કાર જીવમાં છે, એમ વ્યધિકરણ નથી માનતો, અથવા જો એ પ્રમાણે માને છે, તો તે અશુદ્ધતર સંગ્રહ જીવમાં જ નમસ્કાર માને છે, પણ અજીવમાં નથી માનતો. ઋજીસૂત્રનયના મતે જે નમસ્કાર છે, તે જ્ઞાનરૂપ, શબ્દરૂપ અથવા ક્રિયારૂપ થાય, તેથી તે નમસ્કાર કર્તાથી સર્વથા અર્થાતરભૂત નથી માનેલ. કેમકે પત્રમાં નીલત્વ ગુણની જેમ નમસ્કાર તેના કર્તાનો ગુણ હોવાથી તે પોતાના ગુણીની અંદર જ હોય છે. અન્યથા (અન્યનો ગુણ અન્યત્ર જાય તો.) ગુણોની સાંકર્યતા થાય અને સર્વ ગુણીઓને સાંકર્યતા-એકતા વગેરે દોષો પ્રાપ્ત થાય. “આકાશમાં રહું છું'' ઈત્યાદિની જેમ ઋજુસૂત્રનય ભિન્ન આધાર માને છે. (તો પછી અહીં તેના મતે ભિન્ન આધારનો નિષેધ કેમ કરાય છે ? એમ કહેવામાં આવે તો તે ભિન્ન આધાર) દ્રવ્યની અપેક્ષાએ માને છે. દેવદત્તાદિ દ્રવ્ય (આકાશાદિ દ્રવ્યાંતરમાં રહે છે, એમ આ નય માને છે) કેમકે ત્યાં અધિકૃત છે, અને અહીં તો ગુણ-ગુણીના સંબંધના વિચાર પ્રસ્તુત છે. (તેથી અન્યનો ગુણ અન્યમાં હોય એમ આ નય નથી માનતો) શબ્દાદિનયો જ્ઞાનને જ નમસ્કાર કહે છે. શબ્દ તથા ક્રિયાને નથી કહેતા, તેથી વિશેષે કરીને નયો નમસ્કાર કરનાર જીવથી બાહ્ય વસ્તુમાં નમસ્કાર નથી માનતા. ઋસૂત્રનય પણ એ પ્રમાણે નમસ્કાર કરનાર જીવમાં જ નમસ્કાર માને છે એમ કહેવામાં આવે, તો તે અયોગ્ય છે. કેમકે તે નય નમસ્કારને ક્રિયારૂપ અને શબ્દરૂપ પણ માને છે, તેથી તેના મતે નમસ્કાર કરનારના શરીરમાં પણ નમસ્કાર છે, અને શબ્દનયો એ પ્રમાણે શબ્દરૂપે તથા ક્રિયારૂપે નમસ્કાર નથી માનતા, પણ ઉપયોગ રૂપે જ માને છે. તેથી તેઓના મતે નમસ્કાર અવશ્ય જીવની અંદર જ છે. (શરીરમાં નથી.) ૨૯૦૧ થી ૨૯૧૧. હવે નમસ્કાર કેટલોક કાળ સ્થિર હોય છે ? તે દ્વાર કહે છે : Jain Education International (૪૨૮) વઞો૫ પડુવંતોમુદ્રુત્ત જલ્દી ૩ સ્રોફ નહન્ના | उक्कोसंहिया छावट्ठी सागरा, अरिहा पंचविहो ।। २९१२।।८९४ ।। सो कवि त्ति भणिए पंचविहो भाइ नणु पुराभिहियं । इक्कं नमोऽभिहाणं केण विहाणेण पंचविहं ।। २९१३ || एगं नमोऽभिहाणं तदरुहयाइयसंनिवायाओ । जायइ पंचविगप्पं पंचविहत्थोवओगाओ ।। २९१४ ।। अहवन्नपयाइनिवायणाहि नेवाइयं ति ताइं च । पंचारुहयाईणि पयाणि तं निवयए जेसु ।। २९१५ ।। अहवा नेवाइयपयपयत्थयत्थमेत्ताभिहाणओ पुव्वं । इहमरिहदाइपंचविधपयपयत्थोवदेसणया ।। २९१६॥ नणु वत्थुम्मि पयत्थो न जओ तच्चकहणं तहि जुत्तं । तह वि पयत्थं तत्थेव लाघवत्थं पवोच्छिहि ॥ २९१७॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy