________________
૪૦૨] સામાયિકનો જઘન્ય તથા ઉત્કૃષ્ટ કાળ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨
હવે સમ્યકત્વાદિ સામાયિક અમુક સમયે કેટલા પામતા હોય, કેટલા પૂર્વે પામેલા હોય અને કેટલા તેથી પડેલા હોય, તે જણાવવાને તિદ્વાર કહે છે :(४०५) सम्मत्त-देसविरया पलियस्स असंखभागमेत्ताओ ।
सेढीअसंखभागो सुए सहस्सग्गसो विरई ॥२७६४॥८५०॥ (४०६) सम्मत्त-देसविरया पडिवण्णा संपई असंखेज्जा ।
संखेज्जा य चरित्ते तीसु वि पडिया अणंतगुणा ॥२७६५।।८५१॥ (४०७) सुयपडिवण्णा संपइ पयरस्सासंखभागमेत्ताओ।
सेसा संसारत्था सुअपडिवडिया हु ते सब्वे ॥२७६६॥८५२॥ સમ્યકત્વ સામાયિક તથા દેશવિરતિ સામાયિક પામનારા એક સમયે ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા હોય, શ્રુત સામાયિક પામનારા શ્રેણિના અસંખ્યાત્મા ભાગે હોય, અને ક્રિીડાઓમાં રસવાળો હોય - (૧૩), આવા આલસ્યાદિ અનેક કારણોથી અત્યંત દુર્લભ એવા મનુષ્યપણાને પામીને હિત કરનાર અને સંસારથી પાર ઉતારનાર એવા સામાયિકના શ્રવણને પણ જીવ મહાપાપોદયથી પામતો નથી. ૮૪૧-૮૪૨.
જેમ હાથી આદિ યાન, કવચ આદિ આવરણ, ખગ્ન વગેરે પ્રહરણ, યુદ્ધની અંદર કુશલપણું, નિર્ગમ-પ્રવેશરૂપ નીતિ, દક્ષત્વ, શૌર્ય (વ્યવસાય), શરીરની આરોગ્યતા આદિ અનેક ગુણો સહિત હોય તે જ યોદ્ધો જયલક્ષ્મીને પામે છે, તેમ વ્રતરૂપ યાન, ઉત્તમ ક્ષમા રૂપ આવરણ, ધ્યાનરૂપ પ્રહરણ, ગીતાર્થત્વ રૂપ કુશળતા, દ્રવ્યાદિના ઉપાયને અનુરૂપ પ્રતિપત્તિરૂપ નીતિ, સર્વ ક્રિયાઓ કરવામાં દક્ષપણું તપ આદિ વગેરેમાં શૌર્ય, આ સર્વ ધર્મના ગુણોના યોગે નિરોગી જીવરૂપ યોદ્ધો કર્મરૂપ દુશ્મનને જીતે છે. ૮૪૩.
ભગવાન વગેરેની પ્રતિમાના દર્શનથી, શ્રુતજ્ઞાનથી, અનુભૂતિ ક્રિયાકલાપથી, કર્મનો ક્ષય અને ઉપશમ કરવાથી, અને પ્રશસ્ત મન વચન અને કાયના યોગથી સામાયિક ગુણ પમાય છે. ૮૪૪.
વૈદ્યની જેમ અનુકમ્પાથી ભિજાયેલા ચિત્તવાળો, મહાવતની જેમ અકામ નિર્જરાવાળો, ઈદ્રનાગની જેમ બાલ તપસ્વી, કૃતપુણ્યકની જેમ સુપાત્રને યથાશક્તિ શ્રદ્ધાથી દાન દેનાર, પુષ્પશાસ્તની જેમ વિનયનો આરાધક, તાપસ શિવરાજર્ષિની જેમ વિભંગજ્ઞાની, મથુરાવાસી બે વાણીયાની જેમ જોયેલ દ્રવ્ય મેળવી પછી ખોનાર, પ્રિયષ્યના બે પુત્રની જેમ દુઃખ અનુભવેલ, આભીરની જેમ ઉત્સવ અનુભવેલ, દસાર્ણભદ્ર રાજાની જેમ મહદ્ધિ જોનાર જીવ સામાયિક પામે છે. ૮૪૫-૮૪૬.
વાનર યૂથપતિ અરણ્યમાં સાધુનું શલ્ય કાઢવા રૂપ અનુકંપા કરીને તેજસ્વી વૈમાનિક દેવ થયો. ૮૪૭.
અભ્યસ્થાનથી, વિનયથી, પરાક્રમ એટલે કષાયના જયથી, અને સાધુ સેવનથી સમ્યગ્દર્શનની, દેશવિરતિની અને સર્વવિરતિની પ્રાપ્તિ થાય છે. ૮૪૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org