________________
ભાષાંતર ]
અપરિમાણ એટલે અનાગતકાળ માનવું તે અયોગ્ય.
[૩૩૫
તથા ત્રીજા વિકલ્પાનુસાર અપરિચ્છેદરૂપ અપરિમાણ માનવામાં આવે, તોપણ તેમાં ઉપર કહેલા દોષ આવે છે. જેમકે કાળના પરિચ્છેદ (નિયમ) વિના પ્રત્યાખ્યાન કરનાર વ્યક્તિ, ઘટિકાદિરૂપ કિંચિત્ કાળ વીત્યા પછી પ્રતિસેવા કરે, કે સર્વ અનાગતકાળ પર્યંત પ્રત્યાખ્યાનનું પાલન કરે ? જો ઘટિકાદિરૂપ કિંચિત્ કાળ વીત્યા પછી પ્રતિસેવા કરે એમ કહેવામાં આવે, તો અનવસ્થા થશે; કારણ કે જો એક ઘટિકા વીત્યા પછી પ્રતિસેવા કરે, તો પછી બે અથવા ત્રણ ઘટિકા પછી શા માટે એમ ન કરે ? તેમ જ એથી વધારે પણ કાળ વીત્યા પછી શા માટે એમ ન કરે ? એ પ્રમાણે વારંવાર પ્રશ્ન થતાં અનવસ્થા પ્રાપ્ત થશે. અને બીજા વિકલ્પાનુસાર સર્વ અનાગતકાળ પર્યન્ત પ્રત્યાખ્યાનનું પાલન કરે એમ કહેવામાં આવે, તો મરણ પામ્યા પછી પરલોકમાં ભોગ ભોગવનારાને વ્રતભંગ થાય, મુક્તાત્માને સંયમી કહેવા પડે અને ઉત્તર ગુણસંવરણનો સર્વથા અભાવ થાય. આ પ્રમાણે અપરિમાણ પ્રત્યાખ્યાનમાં અનેક દોષો આવતા હોવાથી વ્રતભંગના ભયને લીધે ઉપરોક્ત ત્રણે વિકલ્પનો પરિહાર કરીને આગમમાં “સનું સાવગં નોમાં પદ્મવમિ નાવગ્નીવા' એટલે સર્વ સાવધયોગનો (વ્યાપારનો) જીવનપર્યન્ત ત્યાગ કરું છું, આ પાઠમાં “ચાવîીવમ્' એ પદથી સાધુના પ્રત્યાખ્યાનનું જીવન પર્યંતનું પરિમાણ કહ્યું છે, માટે “અપરિમાણ પ્રત્યાખ્યાન કરવું જોઇએ” એવો આગ્રહ તજી ઘો. અને આગમોક્ત કથન અંગીકાર કરો. ૨૫૩૮ થી ૨૫૪૦.
સપરિમાણ પ્રત્યાખ્યાનમાં આશંસા દોષ નથી :
नासा सेविरसामि किंतु मा मे मयस्स वयभंगो ।
होहि सुरेसुं को वा वयावगासो विमुक्कस्स ? ॥२५४१॥
(જીવન પર્યંતનું પ્રત્યાખ્યાન કરતા મરણ પામ્યા પછી) હું ભોગો સેવીશ એવી આશંસા નથી હોતી, પરંતુ મરણ પામ્યા પછી દેવલોકમાં મારે વ્રતભંગ ન થાઓ એવા પરિણામ હોય છે, અને મુક્તાત્માને તો વ્રતનો અવકાશ જ ક્યાં છે ? ૨૫૪૧.
વિવેચન :- યાવજ્જીવન પર્યંતની મર્યાદાએ પ્રત્યાખ્યાન કરનારાને “મરણાનંતર હું ભોગો ભોગવીશ” એવી આશંસા કદી પણ નથી હોતી, એટલે કે એવા પ્રકારના પરિણામથી મર્યાદાવાળું પ્રત્યાખ્યાન તે નથી કરતો, પરંતુ “મરણ પામ્યા પછી દેવલોકમાં ઉત્પન્ન થવાથી મારે ભોગો ભોગવતાં વ્રત ભંગ ન થાય” એવા શુભ પરિણામથી તે મર્યાદાવાળું પ્રત્યાખ્યાન કરે છે, એટલે તેમાં આશંસા દોષ ક્યાંથી આવે ? ન જ આવે કારણ કે પ્રત્યાખ્યાન કરનાર વિરતિને આવ૨નાર કર્મનો ક્ષયોપશમ થવાથી અહીંયા તો સ્વાધીન છે, પરંતુ દેવલોકમાં વિરતિને આવનાર કર્મનો ઉદય થવાથી તે વ્યક્તિ પરાધીન થાય છે, તેથી જીવન-પર્યંતની મર્યાદાએ પ્રત્યાખ્યાન કરવું શક્ય છે, પણ તે પછીનું અપરિમાણ પ્રત્યાખ્યાન કરવું શક્ય નથી.
ગોષ્ઠામાહિલ :- અપરિમાણ પ્રત્યાખ્યાન લેતાં પરલોકમાં વ્રતભંગના ભયથી શા માટે ડરવું જોઇએ ? ધારો કે એ પ્રમાણે પ્રત્યાખ્યાન લેનાર મરણ પામ્યા પછી મોક્ષે જશે, ત્યાં ભોગ ભોગવવાના અભાવે વ્રતભંગનો ભય નહિ રહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org