SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] આગમ અને યુક્તિથી નજીવની અસિદ્ધિ. [૩૧૧ કહ્યા છે; ધર્માસ્તિકાય, ધર્માસ્તિકાયનો દેશ અને ધર્માસ્તિકાયનો પ્રદેશ. એ જ પ્રમાણે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના પણ ત્રણ ત્રણ ભેદ મળીને નવ, તથા દસમો અદ્ધાસમય. આ પ્રમાણે અજીવની પ્રરૂપણા કરતા પરમમુનિઓએ ધર્માસ્તિકાયાદિના દસ ભેદ કહ્યા છે, તેમાં દરેકના દેશને પૃથકવસ્તુપણે જ કહેલ છે; એ પૃથક્વસ્તુપણે ન કહેલ હોય, તો તેના દશ ભેદ ન ઘટી શકે. આમાં ધર્માસ્તિકાયાદિના દેશ તેઓથી અભિન્ન છતાં પણ ભિન્ન વસ્તુપણે કહ્યા છે, તો પછી ગરોલી આદિનાં પુચ્છ વગેરે છેદાઈને જુદા પડેલા હોય તેને તો પૃથક વસ્તુ કહેવી જ જોઈએ. અને તે જીવ-અજીવથી વિલક્ષણ હોવાથી તેને નોજીવ કહેવી વધારે યોગ્ય છે. સમભિરૂઢનય પણ જીવના પ્રદેશને નો જીવ કહે છે તેથી સિદ્ધાંત્તમાં પણ નોજીવનું પ્રતિપાદન કરેલું જ છે, કેવળ હું જ એમ કહું છું એમ નહિ. અનુયોગદ્વારમાં પ્રમાણ દ્વારાન્તર્ગત નયપ્રમાણનો વિચાર કરતાં સમભિરૂઢનય શબ્દનયને કહે છે કે “ગડું કમ્મધારણા મરિન તો પૂર્વ મહ-વે ય છે પણે ય છે, જે પણે નોનવે” ! આ પદથી જેમ ઘટના એક દેશને નોઘટ કહે છે, તેમ પ્રદેશલક્ષણ જીવના એક દેશને નો જીવ કહ્યો છે. માટે જીવ-અજીવ તત્ત્વની જેમ આ ત્રીજો નો જીવ પણ યુક્તિવડે આગમથી સિદ્ધ છે. ૨૪૬૦ થી ૨૪૬૨. હવે ઉપરોક્ત કથન આગમથી અને યુક્તિથી અસિદ્ધ કરે છે : जइ ते सुयं पमाणं तो रासी तेसु तेसु सुत्तेसु । दो जीवाजीवाणं न सुए नोजीवरासित्ति ।।२४६३।। गिहकोलियाइपुच्छे छिन्नम्मि तदंतरालसंबंधो। सुत्तेऽभिहिओ सुहुमामुत्तत्तणओ तदग्गहणं ॥२४६४॥ જો તને સૂત્ર પ્રમાણ હોય, તો તે તે સૂત્રોમાં જીવ અને અજીવ એવા બે રાશિ જ કહેલા છે, પણ ત્રીજો નોજીવરાશિ નથી કહ્યો. વળી ગરોલી આદિનું પુચ્છ છેદાયા છતાં પણ શરીર અને પુચ્છ વચ્ચે જીવ પ્રદેશોનો સંબંધ સૂત્રમાં કહેલો છે; પરંતુ તે સૂક્ષ્મ અને અમૂર્ત હોવાથી જણાતા નથી. ૨૪૬૩ - ૨૪૬૪. વિવેચન :- આચાર્ય - રોહગુપ્ત! “ઘમારુ રવિદા' વગેરે સૂત્રોક્ત પદોનું તું પ્રમાણ આપે છે, એ ઉપરથી તને સૂત્ર પ્રમાણ હોય એમ જણાય છે. જો તમે ખરેખર સૂત્રની પ્રમાણતા માન્ય હોય, તો જુદા જુદા સૂત્રોમાં-આગમોમાં જીવ અને અજીવ એવા બે રાશિ જ કહેલા છે. સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે કે “ રાસી પન્નત્તા, સંગઠ્ઠાં–વા રે ૩ીવા જેવ” એટલે બે જ રાશિ કહેલા છે; જીવરાશી અને અજીવરાશિ, તથા અનુયોગદ્વારમાં “વિદા જે મંતે ! ત્રી પન્નત્તા ? | ગોયમાં ! સ્ત્રી સુવિહાં પત્તા, તંગદી-ગવવી ૨ ૩રર્ગવવી ૫.” ! એટલે હે ભગવંત ! દ્રવ્ય કેટલા પ્રકારનાં કહ્યા છે? ગૌતમ ! દ્રવ્યો બે પ્રકારનાં કહ્યાં છે, જીવ દ્રવ્યો અને અજીવદ્રવ્યો. વળી ઉત્તરાધ્યયનસૂત્રમાં પણ એમ જ કહ્યું છે કે “નવા વેવ નવા ય સ ત્રીજી વિgિ ” આ જ પ્રમાણે બીજા સૂત્રોમાં પણ જીવરાશિ અને અજીવરાશિ એ બે જ રાશિ કહેલ છે. પણ ત્રીજો નોજીવરાશિ તો કોઈ પણ સૂત્રમાં નથી કહ્યો, એટલે તું જે નોજીવની પ્રરૂપણા કરીને તેની સત્તા સિદ્ધ કરે છે, તેથી કેવળ શ્રતની આશાતના જ થાય છે. અને ધર્માસ્તિકાય વગેરેના જે દેશ કહેલા છે, તે દેશ તેમનાથી ભિન્ન નથી કેવળ વિવક્ષામાત્રથી જ તે દેશને ભિન્નવસ્તરૂપે કલ્પેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy