SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] રોહગુણે પરિવ્રાજકનો પરાભવ કર્યો. [૩૦૯ તેના આવાં વચન સાંભળીને પરિવ્રાજકે વિચાર્યું કે આ લોકો ઘણા નિપુણ હોય છે, માટે તેમને જે માન્ય હોય, તે જ પક્ષ અંગીકાર કરીને હું બોલું. જેથી તે તેનું ખંડન કરી શકે નહી. આ પ્રમાણે વિચારીને પરિવ્રાજકે પૂર્વપક્ષનો આરંભ કરતાં કહ્યું કે આ વિશ્વમાં જેમ શુભ અને અશુભ વગેરે બે જ રાશિ છે, તેમ જીવ અને અજીવ એ બે જ રાશિ છે, અને તે જ પ્રમાણે જણાય છે. આ પક્ષ જૈનોને સંમત છે, તે છતાં પરિવ્રાજકનો પરાભવ કરવાને રોહગુણે તે પક્ષનું ખંડન કરતાં કહ્યું કે તારું કથન અયોગ્ય છે, કારણ કે જીવ, અંજીવ અને નો જીવ એવી ત્રણ રાશિ આ વિશ્વમાં છે. તેમાં નારકી-તિર્યંચ વગેરે જીવો છે; પરમાણું-ઘટ-પટ વગેરે અજીવો છે અને ગરોળી વગેરેના છેદાયેલ અવયવો તે નોજીવ છે. આ પ્રમાણે ઉત્તમ-મધ્યમ અને અધમની જેમ, જીવ-અજીવ અને નો જીવ એમ ત્રણ રાશિ છે, ઈત્યાદિ યુક્તિઓ વડે પરિવ્રાજકને બોલતો બંધ રાજય પમાડ્યો. આથી ક્રોધાયમાન થયેલા તેણે રોહગુપ્તનો વિનાશ કરવા માટે વૃશ્ચિક વિદ્યા વડે તેના ઉપર વિંછીઓ મૂક્યા. તે જોઈને રોહગુએ મયૂરી વિદ્યાથી વિંછીનો નાશ કરનારા મયૂરો છોડયા આ પ્રમાણે એક બીજાએ એક બીજાની વિદ્યાનો પરાભવ કરવાને સર્પ ઉપર નોળીયા, ઉંદરો ઉપર બિલાડા, મૃગીઓ ઉપર વાઘો, વરાહ ઉપર સિંહ, કાગડા ઉપર ઘૂવડો. સમડી ઉપર શ્યનો અનુક્રમે મૂક્યા. અંતે પરિવ્રાજકે ગર્દભી વિદ્યા મૂકી, એટલે રોહગુએ તેને આવતી જોઈને તેના મસ્તક ઉપર ગુરુએ આપેલો મંત્રિત રજોહરણ ભમાવ્યો, પછી તે જ રજોહરણ વડે તે ગર્દભીને મારી, એટલે તે ગર્દભી પરિવ્રાજક ઉપર લઘુનીતિ-વડીનીતિ કરીને ચાલી ગઈ. આથી સભાપતિ રાજાએ, સભ્યોએ અને બીજા લોકોએ તેની ઘણી જ નિંદા કરીને નગર બહાર કાઢી મૂક્યો. ૨૪૫૦ થી ૨૪૫૪. આ બનાવ પછી જે થયું. તે ભાષ્યકાર મહારાજ કહે છે : जेऊण पोट्टसालं छलुओ भणइ गुरुमूलमागंतुं । वायम्मि मए विजिओ सुणह जहा सो सहामज्झे ।।२४५५॥ रासिद्गगहियपक्खो तइयं नोजीवरासिमादाय । गिहकोकिलाइपुच्छच्छेओदाहरणओऽभिहिए ॥२४५६।। भणड़ गुरू सुटु कयं किं पुण जेऊण कीस नाभिहियं । अयमवसिद्धंतो णे तइओ नोजीवरासित्ति ॥२४५७।। एवं गएवि गंतुं परिसामज्झम्मि भणसु नायं णे । सिद्धंतो किंतु मए बुद्धिं परिभूय सो समिओ ॥२४५८।। बहुसो स भण्णमाणो गुरुणा, पडिभणइ किमवसिद्धंतो ? । जइ नाम जीवदेसो नोजीवो हुज्ज को दोसो ? ॥२४५९॥ પોટ્ટસાલ પરિવ્રાજકને જીતીને ષડુલૂક રોહતે ગુરુ પાસે આવીને કહ્યું, હે ભગવન્! સભાની મળે તે પરિવ્રાજકને મેં વાદમાં જે રીતે જીત્યો, તે હકીકત આપ સાંભળો. પ્રથમ તેણે જીવ અને અજીવ એ બે રાશિ ગ્રહણ કરીને પૂર્વ પક્ષ કર્યો, તે પક્ષનું મેં ત્રીજી નોજીવરાશિ ગ્રહણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy