________________
ભાષાંતર ]
ગૌતમ ગણધરનો વાદ.
[૨૯
હે ગૌતમ ! આત્મા તને પણ પ્રત્યક્ષ છે, તો પછી અન્યપ્રમાણ કહેવાથી શું ? કારણ કે તારા હૃદયમાં જે આ સ્વસંવેદનસિદ્ધ સંશયાદિ વિજ્ઞાન સ્ફુરે છે, તેજ આત્મા છે, સંશયાદિ જ્ઞાન આત્મા સિવાય હોઈ શકે નહિ, માટે આત્મા પ્રત્યક્ષ છે; અને જે પ્રત્યક્ષ હોય, તે અન્ય પ્રમાણથી સિદ્ધ કરાતું નથી. જેમ પોતાના શરીરમાં સુખ-દુઃખ વિગેરે સ્વાનુભવગમ્ય છે, તેમ તે પણ સમજવું. પ્રત્યક્ષ સિદ્ધ છતાં પણ શૂન્યવાદી આગળ તે સધાય છે, એમ કહેતો હોય, તો તે અયોગ્ય છે, કેમ કે સર્વપ્રત્યયો પ્રત્યય હોવાથી સ્વપ્રના પ્રત્યયની જેમ આલંબન રહિત છે. ઈત્યાદી શૂન્યવાદીએ કહેલ બાધક પ્રમાણનું ત્યાં નિરાકરણ કરેલું છે. પણ અહીં પ્રત્યક્ષ આત્મગ્રાહકમાં કોઈ બાધક પ્રમાણ નથી માટે આત્મા પ્રત્યક્ષ છે.
અથવા કર્યું - હું કરૂં છું - હું કરીશ, મેં કહ્યું - હું કહું છું - હું કહીશ, મેં જાણ્યું - હું જાણું છું - હું જાણીશ. ઈત્યાદિ પ્રકારે ત્રિકાળ વિષયી કાર્ય વ્યપદેશ કરતાં, તેમાં જે “દું હું” પ્રત્યય થાય છે, એ પ્રત્યયથી આત્મા પ્રત્યક્ષ છે, આ તૢ પ્રત્યય લિંગરહિત હોવાથી અનુમાનથી નથી થતો, તેમ આગમાદિ પ્રમાણથી પણ નથી થતો, કેમ કે પ્રમાણ નહિ જાણનારા બાળ-ગોપાળ આદિને પણ અંતઃકરણમાં સ્વસંવેદ્ય હૈં પ્રત્યયની પ્રતીતિ થાય છે, અને ઘટ-પટાદિમાં એવી પ્રતીતિ નથી થતી. માટે આત્મા પ્રત્યક્ષ છે.
જીવનો અભાવ હોય તો “હું” એમ તમે કેવી રીતે માનો છો ? કેમ કે વિષયનો અભાવ છતે વિષયીનો અભાવ હોય છે. શરીરમાં જ એ “હું” પ્રત્યયનો વિષય છે, એમ કહેતો હોય, તો તે અયોગ્ય છે, કારણ કે એમ હોય, તો જીવ રહિત શરીરમાં પણ “હું” એવો પ્રત્યય થવો જોઈએ. વળી જીવ સંબંધી રૂં-હું એવો પ્રત્યય થયે “હું છું કે નથી' એવો સંશય તને કેવી રીતે થાય ? કેમ કે “હું” એવા પ્રત્યયથી ગ્રાહ્ય આત્માના સદ્ભાવથી “હું છું.” એવો નિશ્ચય થવો જોઈએ. અથવા આ આત્માના અસ્તિત્વ સંબંધી સંશયમાં “હું” એવો પ્રત્યય કોને થાય ? કેમકે આત્માના અભાવે તેવો પ્રત્યય જ ન થાય.
વળી જો સંશયી એવો પ્રથમ આત્મા જ ન હોય તો “હું છું કે નથી ?” એવો સંશય કોને થાય ? કેમ કે સંશય એ વિજ્ઞાન નામનો ગુણ જ છે. અને ગુણી સિવાય ગુણ હોઈ જ શકે નહિ. શરીર ત્યાં ગુણી છે એમ કહેવામાં આવે, તો તે સર્વથા અયોગ્ય છે, કારણ કે શરીર મૂર્ત અને જડ છે, જ્ઞાન અમૂર્ત અને બોધસ્વરૂપ છે, આથી અનનુરૂપ (નહી સરખા) પદાર્થોનો ગુણ-ગુણીભાવ સંભવે નહિ અને સંભવે, તો આકાશ અને રૂપ આદિ પદાર્થોનો પણ ગુણ-ગુણીભાવ માનવો પડે. વળી જેને આત્મસ્વરૂપમાં સંશય હોય, તેને કર્મના બંધ-મોક્ષ-ઘટ-પટ આદિ બીજી વસ્તુઓ પણ સંશય રહિત કયાંથી હોય ? નજ હોય, અર્થાત્ તેને સર્વ વસ્તુમાં સંશય જ હોય કેમકે આત્માના અસ્તિત્વનો નિશ્ચય હોય, તોજ શેષ વસ્તુનો નિશ્ચય થાય. વળી “હું” એવા પ્રત્યયથી પ્રત્યક્ષ જણાતાં આત્માને ગોપવનારને “શબ્દ અશ્રાવણ છે.'' ઈત્યાદિ વચનની જેમ પ્રત્યક્ષવિરૂદ્ધ નામનો પક્ષાભાસ દોષ પ્રાપ્ત થાય છે. તથા “શબ્દ નિત્ય છે.” ઈત્યાદિ વચનની જેમ તેમનું કથન અનુમાનવિરૂદ્ધ પણ છે. “હું સંશયી છું” એમ પ્રથમ માનીને પછી “હું નથી.'' એમ કહેનારને “કર્તા અનિત્ય છે, આત્મા અચેતન છે” ઈત્યાદિ સાંખ્ય દર્શનના વચનની જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org