SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] અકૃત કાર્ય અને નિત્યકિયાદિ દોષનું ખંડન. [૨૭૫ ઉત્પત્તિ માનવામાં આવે, તો ક્રિયાના આરંભની પૂર્વે પણ કાર્યોત્પત્તિ થવી જોઈએ, કારણ કે ક્રિયાનો અભાવ ઉભયસ્થળે સમાન હોય છે. વર્તમાન સમય ક્રિયમાણ (કાર્ય કરવાનો) કાળ છે અને તે પછીનો કૂતકાળ છે (કાર્યકાળ છે.) ક્રિયમાણકાળમાં કાર્ય હોતું નથી, એટલે નહિ કરાયેલું કાર્ય કરાય છે, પણ કરાયેલું કરાતું નથી, એમ તું કહેતો હોય, તો અમે તમને પૂછીએ છીએ કે ક્રિયાવડે કાર્ય થાય છે ? કે ક્રિયા વિના થાય છે ? જો ક્રિયાવડે થતું હોય, તો અન્ય સમયમાં ક્રિયા અને અન્ય સમયમાં કાર્ય, એમ કેમ થાય? કારણ કે ખેરના લાકડામાં છેદ ક્રિયા કરતાં ખાખરાના લાકડામાં કંઈ છેદ ન થાય. વળી ક્રિયા ઉપરમ થયા પછી કાર્ય થાય છે, પણ ક્રિયા હોય, ત્યારે થતું નથી, એમ કહેવાથી તો કાર્યોત્પત્તિમાં ક્રિયા વિદનભૂત થઈ કહેવાય, અને તેથી કારણ તે અકારણરૂપ થવાથી પ્રત્યક્ષાદિ અનેક વિરોધ પ્રાપ્ત થાય. જો ક્રિયા સિવાય કાર્ય થાય છે, એમ કહેવામાં આવે, તો ઘટાદિ કાર્યના અર્થજનો માટી લાવીને તેને મસળે, તેનો પિંડ કરે, ચક્રપર મૂકે, તેને ભમાવે વગેરે જે ક્રિયા કરે છે, તે નિરર્થક થાય. અને એથી મોક્ષની ઈચ્છાવાળાએ તપ-સંયમાદિ ક્રિયાનુષ્ઠાન પણ ન કરવું જોઈએ, કેમકે તમારે મતે ક્રિયા સિવાય પણ મોક્ષ પ્રાપ્તિ થવી જોઈએ. પરંતુ એમ થતું નથી, ક્રિયાકાળે જ કાર્ય થાય છે, ક્રિયા ઉપરમ થયા પછી થતું નથી. ૨૩૧૭. ઉપર પ્રમાણે સ્થવિરોએ યુક્તિ પૂર્વક ક્રિયાકાળમાં કાર્યની ઉત્પત્તિ સિદ્ધ કરી, એટલે પુનઃ જમાલિએ કહ્યું, કે માટી લાવવાથી આરંભીને છેક ચક્ર ઉપરથી ઘડો ઉતારવા પર્યંતનો બધોએ કાળ ઘટરૂપ કાર્ય ઉત્પન્ન થવાનો જ હોવાથી હું તો ઘડાનો દીર્ઘ ક્રિયાકાળ જ અનુભવું છું, પરંતુ તમારા કહેવા મુજબ જે સમયે કાર્ય આરંભાય છે; તે જ સમયે તે ઉત્પન્ન થાય છે, એવું કંઈ જણાતું નથી એ પ્રમાણે જમાલિનું કથન સાંભળીને સ્થવિરોએ તેના ઉત્તરમાં કહ્યું કે पइसमयकज्जकोडी निरवेक्खो घडगयाहिलासोऽसि । पइसमयकज्जकालं थूलमइ ! घडम्मि लाएसि ॥२३१८॥ को चरमसमयनियमो ? पढमे च्चिय तो न कीरई कज्जं । नाकारणंति कज्जं तं चेवं तम्मि से समए ॥२३१९।। तेणेह कज्जमाणं नियमेण कयं कयं तु भयणिज्ज । किंचिदिह कज्जमाणं उवरयकिरियं व होज्जाहि ॥२३२०॥ તમે ઘટસંબંધી અભિલાષાવાળા હોવાથી, દરેક સમયે પટની કાર્યપરંપરામાં અપેક્ષા રહિત છો તેથી રે સ્કુલમતિ ! દરેક સમયનો કાર્યકાળ તમે ઘટમાં યોજો છો. જો એમ હોય, તો છેલ્લા સમયે કાર્ય થાય, એવો નિયમ કેમ ? પહેલા જ સમયમાં કાર્ય કેમ ન કરાય ? કેમકે કારણ વિના કાર્ય થતું નથી, એથી તે કાર્યનું કારણ અન્ય સમયમાં જ છે. ને તેથી અહીં છેલ્લા સમયે જે કરાતું હોય, તે અવશ્ય કર્યું કહેવાય, પણ જે કરેલું હોય, તે માટે તો ભજના છે, કોઈક કરાતું કહેવાય અને કોઈક કરાતું ન કહેવાય. ૨૩૧૮ થી ૨૩૨૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy