________________
૨૭૨]
બહુરતવાદી જમાલીનો અધિકાર.
सक्खं चिय संथारो न कज्जमाणो कउत्ति मे जम्हा । बेड़ जमाली सव्वं न कज्जमाणं कयं तम्हा ||२३०८ || जस्सेह कज्जमाणं कयंति तेणेह विज्जमाणस्स । करणकिरिया पवन्ना तहा य बहुदोसपडिवत्ती ।। २३०९।।
कयमिह न कज्जमाणं सब्भावाओ चिरंतनघडो व्व । अहवा कiपि कीरउ कीरउ निच्चं न य समत्ती ||२३१०|| किरियावेफल्लपि य पुव्वमहूयं च दीसए होतं । दीसइ दीहो य जओ किरियाकालो घडाईणं ॥ २३११ || नारंभे च्चिय दीसइ न सिवादद्धाए दीसड़ वदंते । तो नहि किरियाकाले जुतं कज्जं तदंतम्मि || २३१२||
સાક્ષાત્ આ મારો સંથારો કરતો હોવાથી કર્યો નથી, તેથી સર્વ વસ્તુ કરાતી હોય તે કરી ન કહેવાય-એમ જમાલિ કહે છે. જેઓ કરાતી વસ્તુ કરી, એમ માનતા હોય, તેઓએ વિદ્યમાન કાર્યની કરણ ક્રિયા અંગીકાર કરી ગણાય, અને તેથી ઘણા દોષો પ્રાપ્ત થાય. જેમ કે જે કરેલું હોય, તે કરાતું નથી, કારણ કે કરેલું કાર્ય ચિરંતન ઘટની જેમ વિદ્યમાન હોય, જો કરેલું કાર્ય પણ કરાય, તો હંમેશા તે કરાઓ, (કરાઓ એટલે આજ્ઞાર્થ સૂચવનારો કાળ જાણવો.) કદી પણ તેની સમાપ્તિ નહિ થાય. (વળી કરાતું હોય તે કર્યું, એમ માનવામાં આવે તો) ક્રિયા નિષ્ફળ થાય. તેમજ પૂર્વે ન હોય, તે થતું જણાય છે, અને ઘટાદિ કાર્યનો ક્રિયાકાળ દીર્ધ જણાય છે. આરંભ ક્રિયા સમયે કાર્ય જણાતું નથી, શિવકાદિ ક્રિયાકાળે પણ જણાતું નથી, પરંતુ દીર્ઘ ક્રિયા કાળના અંતે જણાય છે; માટે ક્રિયાકાળે કાર્ય માનવું યોગ્ય નથી, પણ અંતે માનવું યોગ્ય છે. ૨૩૦૮ થી ૨૩૧૨.
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨
દાહજ્વરની વેદનાથી વ્યાકુળ થયેલા જમાલિ મિથ્યાત્વના ઉદયથી વિચારવા લાગ્યો કે આ કામળીઓથી કરાતો મારો સંથારો કર્યો નથી એમ પ્રત્યક્ષથી જણાય છે, એટલે જે કંઇ કરાતું હોય, તે કર્યું છે, એમ ન કહેવાય, પરંતુ જે કરેલું હોય, તે જ કર્યું કહેવાય. આથી ભગવતી વિગેરેમાં ચનમાળે પતિ, રિન્ગમાને રિપુ વેજ્ઞજ્ઞમાળે વેપ “ચલવા માંડ્યું તે ચલ્યું કહીએ, ઉદીરવા માંડ્યું તે ઉદીર્યું કહીએ અને વેદવા માંડયું તે વેલ્લું કહીએ, ઇત્યાદિ કહ્યું છે, તે સર્વ અસત્ય છે.
Jain Education International
વળી જેઓ કરાતું હોય, તે કર્યું એમ માનતા હોય, તેઓના મતે વિદ્યમાન કાર્યની કરણરૂપ ક્રિયા અંગીકાર કરી કહેવાય, અને તેથી કરીને અનેક દોષોની પ્રાપ્તિ થાય જેમકે જે કરાતું હોય, તે કરેલું છે, એમ ન કહેવાય. કારણ કે પૂર્વે કરેલા ઘટની જેમ કરેલું કાર્ય વિદ્યમાન હોય છે. જો કરેલું કાર્ય પણ કરાય છે, એમ માનવામાં આવે, તો હંમેશાં-નિરન્તર તે કરવું જોઇએ, અને એથી કદી પણ કાર્યની ક્રિયા સમાપ્ત થાય નહીં. તેમજ કરાતું કાર્ય કર્યું છે, એમ જો માનીએ, તો ઘટાદિ કાર્ય માટે કરાતી ચક્રભ્રમણાદિ ક્રિયા નિષ્ફળ ગણાય, કેમકે તે ક્રિયાકાળે પણ કાર્ય કરેલું છે એમ માનેલ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org