________________
૨૪૪] સંગ્રહની વ્યાખ્યા અને પર અપર ને પરાપર વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ सदिति भणियम्मि जम्हा सव्वत्थाणुप्पवत्तए बुद्धी ।
तो सव्यं तम्मत्तं नत्थि तदत्यंतरं किंचि ||२२०७ ॥
સામાન્યરૂપે સર્વવસ્તુઓને એકઠી કરવી તે સંગ્રહ, અથવા સામાન્યરૂપે સર્વ વસ્તુ જે એકઠી રે છે તે સંગ્રહ અથવા તેથી સર્વભેદો સામાન્યરૂપે સંગ્રહાય તે સંગ્રહ, અથવા સંગૃહીત પિંડિતાર્થવાળું વચન જેનું હોય તે સંગ્રહ. સામાન્યાભિમુખે ગ્રહણ કરેલ હોય, તે સંગૃહીત કહેવાય; તે અને એક જાતિને પમાડેલ હોય તે પિંડિત કહેવાય. આવા પ્રકારનું સંગૃહીતપિંડિતાર્થવાળું વચન સંગ્રહનયનું છે. અથવા સર્વ વ્યક્તિઓમાં અનુગત સામાન્યનુ પ્રતિપાદન કરવું તે સંગૃહીત, અને એથી વિપરીત-પરપણાનો નિરાસ કરનાર એવા વિશેષનું પ્રતિપાદન કરવું તે પિંડિત કહેવાય. (આ વ્યાખ્યાથી જે સંગૃહીત પિંડિતાર્થ એટલે અનુગમ-વ્યતિરેકાર્થવાળું વચન તે સંગ્રહનયનું છે.) અથવા સત્તારૂપ મહાસામાન્ય તે સંગૃહીત, અને ગોત્વ-ગજત્વાદિ અવાન્તરસામાન્ય તે પિંડિત કહેવાય. (આ વ્યાખ્યાથી પરસામાન્ય અને અપરસામાન્ય અર્થવાળું વચન તે સંગૃહીત નયનું છે.) અથવા સર્વ વિશેષો જેનાથી ભિન્ન નથી એવું સર્વ પ્રકારે સામાન્ય વચન અભિધેયપણે સંગ્રહનયનું કહેલ છે. સામાન્ય એક છે, કેમકે સર્વત્ર તેનો જ સદ્ભાવ છે અને વિશેષનો અભાવ છે, વળી તે અવિનાશી હોવાથી નિત્ય છે, દેશરહિત હોવાથી અનવયવી છે, દેશાન્તરમાં ગતિના અભાવે અક્રિય છે, અને અક્રિય હોવાથી સર્વગત છે. તથા સામાન્યરહિત વિશેષોનો અભાવ છે, કેમકે જે સામાન્યથી અતિરિક્ત છે, તેનો આકાશ પુષ્પની જેમ અભાવ છે. કારણ કે “સત્-છે” એમ કહેવાથી સત્તા સર્વત્ર-ત્રિભુવનાંતર્ગત વસ્તુમાં અનુસરે છે, કેમકે વિશ્વમાં એવી કોઈ વસ્તુ નથી કે જે “સત્” એમ કહેવાથી બુદ્ધિમાં પ્રતિભાસમાન ન થાય; માટે સર્વત્ર સત્તામાત્ર જ છે, તેનાથી અતિરિક્ત બીજું કંઈ નથી કે જેને વિશેષપણે માની શકાય. ૨૨૦૩ થી ૨૨૦૭.
પદાર્થ માત્ર સત્તારૂપ જ છે, એમ પ્રતિપાદન કરવાને હવે કહે છે કે - कुंभो भावाणन्नो जड़ तो भावो अहऽन्नहाऽभावो । एवं पडादओवि हु भावाणन्नति तम्मत्तं ।। २२०८ ।। सम्मत्तमिह विसेसा सामन्नंपिव पमेयभावाओ । सव्वत्थ सम्मईओ वभिचाराभावओ वावि ।। २२०९ ।। चूओ वणरसइ च्चिय मूलाइगुणोति तस्समूहो व्व । गुम्मादओवि एवं सव्वे न वणस्सइविसिट्ठा ||२२१०||
सामन्नाओ विसेसो अन्नोऽणन्नो व नत्थि जड़ अन्नो । निस्सामन्नत्ताओऽणन्नो सामन्नमेत्तं सो ।। २२११ ।।
ભાવથી એટલે સત્તાથી ઘટ અન્ય છે કે અનન્ય છે ? જો અન્ય-અભિન્ન હોય, તો તે સત્તારૂપ જ છે; અને જો ભાવથી સત્તાથી અન્ય-ભિન્ન હોય તો તે ખરશૃંગવત્ અભાવરૂપ થશે, એ જ પ્રમાણે પટાદિ સર્વ વસ્તુઓ ભાવથી અનન્ય હોવાને લીધે સત્તારૂપ જ અથવા સર્વવિશેષો સામાન્યની જેમ પ્રમેય હોવાથી સત્તારૂપ છે, અથવા સર્વત્ર સત્ એવી મતિ પ્રવર્તે છે, માટે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org