________________
ભાષાંતર ]
તીર્થંકરો સામાયિક શા માટે કહે છે ?
[૨૧૯
ત્રણ પ્રકારે છે. અવિરતિ એ એકવિધ કારણ, અજ્ઞાન અને અવિરતિ એ દ્વિવિધ કારણ, મિથ્યાત્વઅજ્ઞાન ને અવિરતિ એ ત્રિવિધ કારણ તથા આદિ શબ્દથી કષાય આદિએ યુક્ત-ચતુર્વિધાદિ કારણ પણ સમજવું.
પ્રશસ્ત ભાવકારણ મોક્ષનો હેતુ છે, તેના પ્રકાર પણ કહ્યા મુજબ એકવિધાદિ છે, માત્ર સ્વરૂપ એથી વિપરીત છે, એટલે અવિરતિથી વિપરીત સંયમ-વિરતિ એ એકવિધ કારણ અજ્ઞાન અને અવિરતિથી વિપરીત જ્ઞાન અને વિરતિ એ દ્વિવિધ કારણ; અજ્ઞાન મિથ્યાત્વને અવિરતિથી વિપરીત સમ્યગ્ જ્ઞાન-દર્શન ને ચારિત્ર એ પ્રશસ્ત ભાવકારણ ત્રણ પ્રકારે છે. એ જ પ્રમાણે નામાદિ ભેદે ચાર પ્રકારે પણ ભાવકારણ છે અહી પ્રસ્તુતમાં સામાયિકનો વિચાર કરવાનો છે, તેથી પ્રશસ્ત ભાવકારણનો અહીં અધિકાર છે, કેમકે સામાયિક અધ્યયન ક્ષાયોપશમિક ભાવરૂપ છે. અને તે પ્રશસ્ત હોવાથી મોક્ષનું કારણ છે. ૨૧૧૯ થી ૨૧૨૧.
હવે શા માટે તીર્થંકરો સામાયિક કહે છે ? એવો પ્રશ્ન ને તેનો ઉત્તર કહે છે.
(२९३) तित्थयरो किं कारण भासइ सामाइयं तु अज्झयणं ? |
તિત્યયરનામાં દ્ધમિમ વેગવં ત્તિ ૨૨॥૪॥ (२९४) तं च कहं वेइज्जइ ? अगिलाए धम्मदेसणाईहिं ।
बज्जइ तं तु भगवओ तइयभवोसक्कत्ता णं ।। २१२३ ।। ७४३॥ (२९५) नियमा मणुयगईए इत्थी पुरिसेयरो व सुहलेस्सो । आसेवियबहुलेहिं वीसाए अन्नयर एहिं ॥ २१२४॥७४४॥
શ્રી તીર્થંકરદેવ શા માટે સામાયિક અધ્યયન કહે છે ? એના ઉત્તરમાં મેં પૂર્વે તીર્થંકર નામ કર્મ બાંધ્યું છે, તે મારે આ પ્રકારે વેદવું જોઇએ. (એમ માનીને તે કહે છે.) તીર્થંકર નામકર્મ કેવી રીતે વેદાય ? ઉત્તર-ગ્લાનિરહિતપણે ધર્મદેશનાદિ વડે (વેદાય છે.) આ તીર્થંકર નામકર્મ ભગવાનને તે ભવથી પૂર્વના ત્રીજા ભવમાં બંધાય (નિકાચિત કરાય) છે.
તીર્થંકર કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી કૃતકૃત્ય થયા હોય છે, છતાં તે શા માટે સામાયિકાદિ અધ્યયનો કહે છે ? આવી કોઇને શંકા થાય, તો તેના ઉત્તરમાં કહેવાનું કે મેં તીર્થંકર નામકર્મ બાંધેલું છે, તે મારે આ પ્રમાણે ગ્લાનિ રહિતપણે ધર્મદેશનાદિ આપીને વેદવું (ભોગવવું) જોઇએ, એમ માનીને તીર્થંકર ભગવંત સામાયિકાદિ અધ્યયનો કહે છે, તીર્થંકર નામકર્મનો બંધ થયા પછી ત્રણ ભવ સુધી સંસારમાં રહીને જીવ સિદ્ધિ પામે છે, એટલે કે જે ભવમાં તીર્થંકર નામકર્મ બાંધ્યું હોય, તે એક મનુષ્યભવ, બીજો દેવ અથવા નારકીનો ભવ અને ત્રીજા ભવે તીર્થંકર થઇ ને મોક્ષ પામે.
આરંભમાં તીર્થંકરનામકર્મનો બંધ અવશ્ય મનુષ્ય ગતિમાં જ થાય, અન્ય ગતિમાં નહિ. તીર્થંકર નામકર્મ બાંધનાર સમ્યગ્દષ્ટિ-શુભ લેશ્માવાળો જીવ સ્ત્રી-પુરુષ-અથવા મંત્રાદિ કારણથી કૃત્રિમ નપુંસક હોય છે, પણ કુદરતી નપુંસક ન હોય અને તે પણ અરિહંત સિદ્ધ, પ્રવચન આદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org