________________
૨૧૪] કારણ અને કાર્યની ભિન્નભિન્નતા. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ હવે નિમિત્તકારણ, નૈમિત્તિકકારણ, સમવાયિકારણ અને અસમાયિકારણનું સ્વરૂપ કહે છે.
जह तंतवो निमित्तं पडस्स वेमादओ तहा तेसिं । जं चेट्ठाइनिमित्तं तो ते पडयस्स नेमित्तं ॥२१०५।। समवाइकारणं तंतवो पडे जेण ते समवयंति । न समेइ जओ कज्जे वेमाइ तओ असमवायि ॥२१०६।। वेमादओ निमित्तं संजोगा असमवायि केसिंचि । ते जेण तन्तुधम्मा पडो य दव्वंतरं जेण ॥२१०७॥ दव्वंतरधम्मस्स य न जओ दव्वंतरम्मि समवाओ।
समवायम्मि य पावइ कारण-कज्जेगया जम्हा ॥२१०८॥ જેમ તંતુઓ પટનું નિમિત્ત કારણ છે, તેમ વેમાદિક સાધનો તંતુઓની-આતાન-વિતાનાદિ ચેષ્ટાનું નિમિત્ત કારણ છે, તેથી તે વેમાદિક પટનું નૈમિત્તિક કારણ છે. (પટના કારણનું એ કારણ છે.) તથા તંતુઓ પટનું સમવાધિકારણ છે, કેમકે તે પટમાં સંશ્લિષ્ટ છે. (એથી અહીં તંતુઓમાં પટ છે, એમ વૈશેષિકો માને છે.) અને વેમાદિક જે છે તે પટરૂપ કાર્યમાં સંશ્લિષ્ટ નથી, તેથી તે પટનું અસમવાય કારણ છે. કેટલાક વૈશેષિકો વેમાદિકને નિમિત્ત કારણ કહે છે અને સંયોગોને અસમવાય કારણ કહે છે, કેમકે તે સંયોગો તંતુના ધર્મ છે અને પટ જુદું દ્રવ્ય છે, તેથી અન્યદ્રવ્યનાં ધર્મનો અન્યદ્રવ્યમાં સમવાય ન હોય અને જો હોય તો કારણ-કાર્યની એકતા થાય. ૨૧૦૫-૨૧૦૮.
નિમિત્તકારણ અને નૈમિત્તિકકારણ, તથા વૈશિષિકોએ માનેલ સમવાયિ અને અસમવાય કારણમાં કંઈ વિશેષ કહેવાનું નથી, પરંતુ કેટલાક વૈશેષિકોમાં મતભેદ છે, તેઓમાંના કેટલાકનું એમ માનવું છે, કે સજાતીય-વિજાતીય તુરી-દિશા-કાળ-વેમાદિક સર્વ પટનાં નિમિત્ત કારણ છે, પણ અસમવાય કારણ નથી, કેમકે તે સર્વ તંતુઓનો સંયોગ માત્ર કરવામાં નિમિત્તભૂત હોવાથી તંતુરૂપ કારણદ્રવ્યને આશ્રિને રહેલા છે, પરંતુ સંયોગો એટલે તંતુના ગુણ અથવા ધર્મ, તે તંતુરૂપ કારણને આશ્રિને રહેલા હોવાથી અસમવાય કારણ છે. પણ નિમિત્તકારણ નથી, કેમકે એ તંતુ સંયોગ, તંતુનો ધર્મ હોવાથી નિમિત્તકારણથી વિલક્ષણ છે.
અહીં કોઈ એમ કહેવા માગે કે તંતુસંયોગો પણ તંતુઓની જેમ પટમાં સંશ્લિષ્ટ છે, તેથી તેમને સમવાયિકારણ કહેવામાં આવે, તો શું દોષ છે ?
આ પ્રશ્નના ઉત્તરમાં કહેવાનું કે તંતુદ્રવ્યથી પટદ્રવ્ય જુદું છે અને પટદ્રવ્યથી તંતુદ્રવ્ય જુદુ છે. આથી કહેવાનું તાત્પર્ય એ છે કે દ્રવ્યો અન્ય દ્રવ્યને આરંભે છે અને ગુણો અન્ય ગુણોને આરંભે છે, એવો સિદ્ધાન્ત છે.
એટલે જેમ શીતનો ધર્મ અગ્નિમાં ન હોય, તેમ અન્ય દ્રવ્યના ધર્મનો સમવાય અન્ય દ્રવ્યમાં ન હોય, કારણ કે તંતુ ધર્મ જે તંતુ સંયોગ, તેનો પટરૂપ અન્ય દ્રવ્યમાં સમવાય માનવામાં આવે, તો એક બીજાના ગુણના સંશ્લેષથી પટ અને તંતુરૂપ કાર્ય-કારણની એકતા થાય છે અને એથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org