________________
१८६] સામાચારીના ભેદો. [[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ (२२६) पुरिसज्जाएवि तहा विणीयविणयंमि नत्थि अभिओगो ।
सेसंमि उ अभिओगो जणवयजाए जहा आसे ॥६७९॥ (२२७) अब्भत्थणाए मरुओ वानरओ चेव होइ दिदंतो ।
गुरुकरणे सयमेव उ वाणियगा दुण्णि दिटुंता ॥६८०।। (२२८) संजमजोए अब्भुट्टियस्स सद्धाए काउकामस्स ।
लाभो चेव तवस्सिस्स होइ अद्दीणमणसस्स ॥६८१॥ જેમ જાતિવંત બાલ્હીકઅશ્વ સ્વયમેવ લગામ ગ્રહણ કરે છે અને મગધાદિ દેશમાં થયેલ અશ્વ બળાત્કારે ગ્રહણ કરે છે, તેવી જ રીતે જાતિવંત વિનીત પુરૂષના વિનયમાં બળાત્કાર નથી કરવો પડતો, બાકીના અવિનીત માટે મગધાદિમાં થયેલા અશ્વની જેમ બળાત્કાર ઘટે છે.
અભ્યર્થનામાં મરૂક અને વાનરનું દૃષ્ટાંત જાણવું, તથા ગુરૂએ પોતે કાર્ય કરવામાં બે વણિકના દષ્ટાંત જાણવાં. સંયમયોગમાં અભ્યસ્થિત અને કાર્ય કરવાની શ્રદ્ધાવાળા અને અદીનમનવાળા તપસ્વીને નિર્જરાનો લાભ થાય છે જ.૬૭૮ થી ૬૮૧. (२२९) संजमजोए अब्भुट्टियस्स जंकिंचि वितहमायरियं ।
मिच्छा एतंति वियाणिऊण मिच्छत्ति कायव्वं ।।६८२।। (२३०) जइ य पडिक्कमियब्बं अवस्स काऊण पावयं कम्मं ।
तं चेव न कायव्वं तो होइ पए पडिक्कंतो ॥६८३॥ (२३१) जं दुक्कडंति मिच्छा तं भुज्जो कारणं अपूरेतो ।
तिविहेण पडिक्कंतो तस्स खलु दुक्कडं मिच्छा ॥६८४॥ (२३२) जं दक्कडंतिमिच्छा तं चेव निसेवए पुणो पावं ।
पच्चक्नमुसावाई मायानियडीपसंगो य ॥६८५।। (२३३) मित्ति मिउमद्दवत्ते छत्तिय दोसाण छायणे होइ।
___मित्ति य मेराए ठिओ दुत्ति दुगुंछामि अप्पाणं ॥६८६॥ (२३४) कत्ति कडं मे पावं डत्तिय उवेमि तं उवसमेणं ।
एसो मिच्छादुक्कडपयक्खरत्थो समासेणं ॥६८७॥ સંયમયોગમાં પ્રવર્તતાએ જે કંઈ વિપરીત આચર્યું હોય, તેને “આ વિપરીત છે” એમ જાણીને મિથ્યાદુકૃત આપવું, તે મિથ્યાકાર છે. પાપકર્મ કરીને અવશ્ય મિથ્યાદુકૃત આપવું જોઇએ, એટલે તે પાપકર્મ ન કરવું જોઈએ. આવું ઉત્સર્ગ પદમાં પ્રતિક્રમણ થાય છે. જે કારણથી દુષ્કૃત થાય છે, એમ જાણીને તે કારણને પુનઃ ન આચરવાથી ત્રિવિધ પ્રતિક્રમતાં અવશ્ય તેનું દુષ્કૃત મિથ્યા થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org