SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] અગિયારમા ગણધરનો વાદ. [૧૭૧ ભગવંત :- ભદ્ર ! તારી એ માન્યતા અનુચિત છે. મુક્તાત્માના જ્ઞાન અને સુખ જો નાશ પામે, તો તે અનિત્ય કહેવાય, પણ તે નાશ પામતાં નથી; કેમકે જ્ઞાનાવરણના ઉદયથી જ્ઞાનનો નાશ થાય, અને અશાતાવેદનીયના ઉદયથી સુખનો નાશ થાય, આ બન્ને જ્ઞાનાવરણ અને વેદનીયકર્મ મિથ્યાત્વાદિ બંધ હેતુવડે બંધાય છે, તે હેતુ મુક્તાત્માને નથી, તેથી એ ઉભયના અભાવે, મુક્તાત્માના જ્ઞાન અને સુખનો નાશ નથી થતો, પણ સદા અવસ્થિત રહે છે. એટલે તે અનિત્ય કેવી રીતે કહેવાય ? ન જ કહેવાય. વળી ચેતનના બધા ધર્મો અનિત્ય નથી, કેમકે ચેતનગત દ્રવ્યત્વ અમૂર્તત્વ વિગેરે ધર્મો નિત્ય છે, આથી “જ્ઞાન અને સુખ ચેતનધર્મ હોવાથી રાગની જેમ અનિત્ય છે.” એ કથનમાં હેતુ અનેકાન્તિક સિદ્ધ થાય છે. તેમજ કૃતકાદિ હેતુ પણ અનેકાંતિક છે. કેમકે ઘટનો પ્રäસાભાવ કૃતક (કરાયેલો છે, છતાં નિત્ય છે. તથા કૃતકાદિ હેતુ અસિદ્ધ પણ છે, કેમકે સિદ્ધનાં જ્ઞાન અને સુખ સ્વાભાવિક છે. આવરણ અને બાધાના કારણનો અભાવ થવાથી જે તિરોભાવરૂપે હતા તે જ આવિર્ભાવ પામ્યા છે, પણ ઘટાદિની જેમ કરાયેલા નથી, તેમ જ વિજળી-આદિની જેમ ઉત્પન્ન પણ થયા નથી, કેમકે મેઘના પડલથી તિરોભૂત થયેલ ચન્દ્રજ્યોન્ઝા અથવા સૂર્યપ્રભા, એ પડળ દૂર થવાથી આવિર્ભાવ પામે, તેથી તે કંઈ કરાયેલ ન કહેવાય, પરંતુ વિશિષ્ટરૂપે આવિર્ભત થયેલ કહેવાય. તેમજ કતકપણાથી મુક્તાત્માનાં જ્ઞાન અને સુખ અનિત્ય જ છે, એમ કહી શકાય, કેમકે દરેક સમયે પર્યાયપણે શેયનો વિનાશ થતાં જ્ઞાનનો પણ વિનાશ થાય છે અને સુખ પણ દરેક સમયે જુદા જુદા રૂપે પરિણામ પામે છે એથી ઉભયને કથંચિત્ત અનિત્ય કહેવામાં કંઈ દોષ નથી, કારણ કે આત્મા-આકાશ-ઘટ-પટ વિગેરે સર્વ વસ્તુનો સમુદાય ઉત્પાદ-વ્યય ને ધ્રુવ સ્વભાવવાળો છે. ૨૦૧૩-૨૦૧૪. હવે વેદોક્ત કથનથી, મોક્ષની અને નિરૂપમ સુખની સિદ્ધિ કરે છે. नह वइ ससरीरस्स प्पिऽप्पियावहतिरेवमादि व यं । तदमोक्ने नासम्मि व सोक्खाभावम्मि व न जत्तं ।।२०१५।। नट्ठो असरीरि च्चिय सुह-दुक्खाई पिय-ऽप्पियाइं च । ताइं न संति नटुं फुडमसरीरं ति को दोसो ? ॥२०१६॥ वेयपयाण य अत्थं न सुटु जाणासि ताण तं सुणसु । असरीरव्ववएसो अधणो ब्ब सओ निसेहाओ ॥२०१७॥ न निसेहओ य अन्नम्मि तबिहे चेव पच्चओ जेणं । तेणासरीरगहणे जुत्तो जीवो न खरसिंगं ॥२०१८॥ “સશરીરીને સુખ-દુઃખનો અભાવ નથી” ઈત્યાદિ જે કહ્યું છે, તે મોક્ષનો અભાવ, જીવનો નાશ અને (સિદ્ધ જીવને) સુખનો અભાવ માનવાથી અયોગ્ય ઠરે છે. અશરીરી એટલે નાશ પામેલ (જે નાશ પામેલ હોય તે અશરીરી કહેવાય) અને એવાને પ્રિયાપ્રિય એટલે સુખ-દુઃખ તે સ્પર્શતા નથી, એમ આ પદોનો અર્થ માનવામાં શું દોષ છે? હે પ્રભાસ ! તું એ વેદપદોનો અર્થ સારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy