SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] સપ્તમ ગણધરનો વાદ. [૧૨૯ ચંદ્રાદિ વિભાગો સંબંધી કેટલીક શંકાઓનું સમાધાન કરતાં કહે છે કે : को जाणइ व किंमेयंति होज्ज निस्संसयं विमाणाई । રયામયનમોટામાદિ ગદ વિMહિરા ૨૮૭રી. होज्ज मई माएयं तहा वि तक्कारिणो सुरा जे ते । न य मायाइविगारा पुरं व निच्चोवलम्भाओ ॥१८७३।। जइ नारगा पवन्ना पगिट्ठपावफलभोइणो तेणं । सुबहुगपुण्णफलभुजो पवज्जियवा सुरगणावि ॥१८७४॥ संकंतदिवपेम्मा विसयपसत्तासमत्तकत्तव्वा । अणहीणमणुयकाज्ज नरभवमसुहं न एंति सुरा ॥१८७५॥ કોણ જાણે એ ચંદ્રાદિ વિમાનો શું હશે? એવી શંકા થતી હોય તો તે વિદ્યાધરોના વિમાનોની જેમ નિઃસંશય વિમાનો જ છે, કેમકે તે વિમાનો રત્નમય અને આકાશગામી છે. એથી વિમાનો માયિક હશે, એમ કહેવામાં આવે, તો તમારા કહેવા મુજબ તેવા વિમાનો કરનારા જે છે, તે દેવો છે-એમ સિદ્ધ થાય છે, જો કે તે વિમાનોનો માયા સંબંધી વિકાર નથી, કેમકે નગરની જેમ તેઓ નિત્ય ઉપલબ્ધ થાય છે. વળી જો ઉત્કૃષ્ટ પાપનું ફળ ભોગવનારા નારકીઓ છે, એમ તું અંગીકાર કરતો હો, તો(તદનુસારે) ઉત્કૃષ્ટ પુન્યનું ફળ ભોગવનારા દેવો પણ છે-એમ અંગીકાર કર. તેઓ દિવ્યપ્રેમમાં મગ્ન, વિષયમાં આસક્ત, અપૂર્ણ કાર્યવાળા અને તેમનું કાર્ય મનુષ્યોને આધીન ન હોવાથી અશુભ એવા મનુષ્યલોકમાં નથી આવતા. ૧૮૭૨ થી ૧૮૭૫. પ્રશ્ન:- જેને તમે સૂર્ય-ચંદ્રના વિમાનો કહો છો, તે કોણ જાણે શું હશે જે સૂર્ય જણાય છે, તે કોઈ અગ્નિમય ગોળો હશે અને જે ચંદ્ર જણાય છે, તે સ્વભાવથી જ સ્વચ્છ એવો કોઈ જળમય ગોળો હશે; અથવા એવા જ પ્રકારના કોઇ પ્રકાશમાન રત્નમય ગોળાસ્વરૂપ એ જ્યોતિષી વિમાનો હશે, એટલે એ વિમાનો તે જ્યોતિષી દેવોનાં નિવાસસ્થાનો જ છે, એમ કેમ માની શકાય ? ઉત્તર :- વિદ્યાધરોને તપથી સિદ્ધ થયેલ વિમાનોની જેમ તે આકાશમાં ગતિ કરે છે, તેથી નિઃસંશય એ રત્નમય એવાં વિમાનો જ છે, અને તે જ જ્યોતિષી દેવોનાં નિવાસસ્થાન છે. એ વિમાનો તે જ્યોતિષીઓનાં નિવાસસ્થાન નથી, પણ કોઈ માયાવીએ એ પ્રમાણે બનાવ્યાં હશે - એમ કહેવામાં આવે, તો તે પણ અયુક્ત છે, કારણ કે વચનમાત્રથી જ તે માયિક છે એમ સિદ્ધ કરી શકાય નહિ. તે છતાં વિવાદની ખાતર તે માયિક છે, એમ માની લઈએ, તો પણ તથાવિધિ માયાને કરનાર કોઈ મનુષ્યાદિ નહિ પણ દેવો જ છે, એમ સિદ્ધ થાય છે જો કે તે વિમાનો માયિક વિકાર નથી, કેમ કે પ્રસિદ્ધ નગરાદિની જેમ હંમેશ ઉપલબ્ધ થાય છે, અને જે માયિક વિકાર હોય છે, તે હંમેશા ઉપલબ્ધ નથી થતા, માટે તે દેવોના નિવાસસ્થાનરૂપ વિમાન છે-એમ અંગીકાર કર. . વળી જેમ સ્વકૃત અતિશય પાપનું ફળ ભોગવનાર નારકીઓ છે-એમ તું અંગીકાર કરે છે, તેમ સ્વકૃત અતિશય પુન્યનું ફળ ભોગવનાર દેવો પણ છે, એમ શા માટે નથી માનતો? અતિશય ૧૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy