________________
ભાષાંતર]. છઠ્ઠા ગણધરનો વાદ.
[૧૨૫ સિદ્ધાત્માઓની આદિ નથી અને અમૂર્ત હોવાથી પરિમિત ક્ષેત્રમાં સર્વ સમાય છે એ વાત જણાવે છે.
भवओ सिद्धो त्ति मई तेणाइमसिद्धसंभवो जुत्तो । कालाणाइत्तणओ पढमसरीरं व तदजुत्तं ॥१८५९।। परिमियदेसेडणंता किह माया ? मुत्तिविरहियत्ताओ ।
नेयम्मि व नाणाई दिट्ठीओ वेगवम्मि ।।१८६०॥ સંસારમાંથી સર્વ મુક્તાત્માઓની સિદ્ધિ થાય છે, તેથી સિદ્ધોની આદિ હોવી જોઇએ-એ કથન અયોગ્ય છે, કારણ કે કાળ અનાદિ હોવાથી જેમ કોઇ આદ્ય શરીર નથી, તેમ સિદ્ધોની પણ આદિ નથી. પરિમિત સિદ્ધક્ષેત્રમાં અનન્તા સિદ્ધો કેવી રીતે સમાય છે? અમૂર્ત છે, માટે અથવા જેમ તેમના જ્ઞાનાદિમાં અનન્તા દ્રવ્યો સમાય છે તેમ અથવા એક નર્તકીની ઉપર જેમ હજારો દૃષ્ટિઓ પડે છે, તેમ તે સિદ્ધક્ષેત્રમાં સિદ્ધોનો સમાવેશ પણ સમજવો. ૧૮૫૯-૧૮૬૦.
સંસારમાંથી જ સર્વ જીવો મુક્ત થએલા છે, તો પછી સર્વ સિદ્ધાત્માઓમાંથી અવશ્ય કોઈપણ એક સિદ્ધ સર્વથી પ્રથમ સિદ્ધ થએલ હોવો જોઇએ, આવી શંકા કરવામાં આવે તો તે અયોગ્ય છે, કારણ કે જેમ સર્વ શરીરો અને સર્વ રાત્રિ-દિવસો આદિમાનું છે, પરંતુ કાળ અનાદિ હોવાથી અમુક આદ્ય શરીર છે અને અમુક આદ્ય અહોરાત્રિ છે, એમ જાણી શકાતું નથી, તેમ કાળ અનાદિ હોવાથી આદ્ય સિદ્ધ કોણ ? એ પણ જાણી શકાતું નથી.
સિદ્ધક્ષેત્ર પરિમિત પ્રમાણવાળું છે, તેની અંદર અનન્તા સિદ્ધોનો સમાવેશ કેવી રીતે થઈ શકે ? એમ જો તારો પ્રશ્ન થતો હોય, તો તેના ઉત્તરમાં હું કહું છું કે સિદ્ધો અમૂર્ત હોવાથી અનન્તા હોવા છતાં પણ તેમાં સમાય છે. જેમ દરેક દ્રવ્ય ઉપર સિદ્ધોના અનન્તાજ્ઞાન-દર્શનનો પ્રકાશ પડે છે, અથવા એક જ નર્તકી ઉપર જેમ હજારો દૃષ્ટિઓનો સંપાત થાય છે, તથા એક પરિમિત ઓરડામાં જેમ ઘણા દીવાઓની પ્રભા સમાઇ જાય છે, તેવી રીતે અમૂર્ત સિદ્ધો પણ પરિમિત સિદ્ધક્ષેત્રમાં સમાઈ જાય છે, જો દીપકની ઘણી મૂર્તપ્રભાનો સમાવેશ પરિમિત ક્ષેત્રમાં થઈ જાય, તો પછી અમૂર્ત મુક્તાત્માઓનો સમાવેશ પરિમિત ક્ષેત્રમાં થઈ જાય એમાં આશ્ચર્ય જેવું શું છે ? ૧૮૫૯-૧૮૬૦. વેદવાક્યઅનુસારે બંધ-મોક્ષની સિદ્ધિ કરે છે :
न ह वइ ससरीरस्स प्पिय-ऽप्पियावहतिरेवमाईणं । वेयपयाणं च तुमं न, सदत्थं मुणसि तो सका ॥१८६१॥ तुह बंधे मोक्खम्मि य, सा य न कज्जा जओ फुडो चेव ।
ससरीरे-यरभावो नणु, जो सो बंधमोक्खो त्ति ॥१८६२।। (૬૮) છિન્નશ્મિ સંયમ નિ નર-મરપવિપ્રમુof I
સો સમો પડ્યો ૩ ક્રુષ્ટિ સહ ડિયરસાદિ ૨૮૬રૂાદુરશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org