________________
૧૨૪]
છઠ્ઠા ગણધરનો વાદ.
મોક્ષસ્થાનમાંથી સિદ્ધનું પુનઃ પતન નથી થતું, તે માટે કહે છે :पयणं पसत्तमेवं थाणाओ तं च नो जओ छट्ठी । इह कत्तिलक्खणेयं कत्तुरणत्यंतरं थाणं ।। १८५६ ।। नहनिच्चत्तणओ वा थाणविणासपयणं न जुत्तं से । तह कम्माभावाओ पुणक्कियाभावओ वावि ।। १८५७ ।। निच्चत्थाणाओ वा वोमाईणं पडणं पसज्जेज्जा । अह न मयमणेगंतो थाणाओऽवस्स पडणं ति ।। १८५८ ।।
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨
એ માનવાથી તો સિદ્ધને તે સ્થાનથી પુનઃ પતન પ્રાપ્ત થશે. ના તેમ નહિ, કારણ કે અહીં કર્તારૂપ છઠ્ઠી વિભક્તિ છે, તેથી તે સ્થાન કર્તાથી અનર્થાન્તર છે, વળી તે સ્થાન તેનાથી અર્થાન્તર માનીએ, તો પણ આકાશની જેમ નિત્ય હોવાથી તે સ્થાનનો વિનાશ કે પતન યોગ્ય નથી; કારણ કે તેમ થવાના કારણભૂત કર્મના અભાવે પુનઃ ક્રિયા ન હોવાથી તેમ નથી થતું. તથા “નિત્ય સ્થાનથી પતન” માનવામાં આવે, તો આકાશાદિનું પણ પતન થાય, અને જો તે માન્ય ન હોય તો, “સ્થાનથી અવશ્ય પતન” એ કથન અનેકાન્તિક છે. ૧૮૫૬-૧૮૫૭-૧૮૫૮.
જેમાં રહેવાય તેને સ્થાન કહેવાય એ વ્યુત્પતિથી સ્થાન શબ્દ અધિકરણવાચી છે, અને તેથી સિદ્ધનું સ્થાન તે સિદ્ધસ્થાન, આ પ્રમાણે અર્થ માનીએ તો, પર્વત અથવા વૃક્ષના અગ્રભાગ પરથી જેમ દેવદત્તનું અથવા ફળનું પતન થાય છે, તેમ સિદ્ધનું પણ સિદ્ધસ્થાનથી પતન થવું જોઇએ, કારણ કે જેમ હર કોઇનું જેનું કોઇ પણ સ્થાન હોય તેનું પોતાના સ્થાનથી પતન જણાય છે, તેમ સિદ્ધનું પણ પતન થવું જોઇએ.
ભગવંત ઃ- એમ માનવું અયોગ્ય છે, કારણ કે અહીં સિદ્ધનું સ્થાન એ વાક્યમાં કર્તાના અર્થમાં છઠ્ઠી વિભક્તિ છે, તેથી સિદ્ધ જયાં અવસ્થિત રહે છે તે સ્થાન પરન્તુ તે સિદ્ધથી અર્થાન્તરજુદું એવું સ્થાન ન સમજવું.
અથવા તે સ્થાન સિદ્ધથી અર્થાન્તર માનીએ, તો પણ ત્યાંથી સિદ્ધનું પતન થવું યોગ્ય નથી, કારણ કે એ સ્થાન આકાશની જેમ નિત્ય હોવાથી તેનો વિનાશ ન થાય અને વિનાશ ન થવાથી મુક્તનું પતન પણ ન થાય, કેમકે આત્મા ને પતનાદિ ક્રિયામાં કર્મ જ મુખ્ય કારણ છે, અને તે કર્મ તો મુક્તાત્માને નથી, એટલે પતન કયાંથી થાય ? ન જ થાય. વળી પોતાના પ્રયત્નનો પ્રેરણા-આકર્ષણ-વિકર્ષણ ગુરૂત્વ વગેરે પતન થવાનાં કારણ છે, તે પણ મુક્ત આત્માને નથી હોતાં, એટલે તેમનું પતન કયાંથી થાય ?
વળી “સ્થાનથી પતન” એમ જે કહ્યું છે, તે સ્વવચનવિરૂદ્ધ છે, કારણ કે અસ્થાનથી પતન થાય, પણ સ્થાનથી પતન ન થાય, જો સ્થાનથી પણ પતન માનીએ, તો આકાશ વગેરેને પણ પોતાના નિત્ય સ્થાનથી પતન પ્રાપ્ત થાય અને જો એ પ્રમાણે માન્ય ન હોય તો સ્થાનથી અવશ્ય પતન થાય છે, એ કથન અનેકાન્તિક છે. ૧૮૫૬-૧૮૫૭-૧૮૫૮,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org