SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] છઠ્ઠા ગણધરનો વાદ. [૧૧૭ ભાગે ભવ્ય જીવો મોક્ષે ગયા છે, ભવિષ્યકાળમાં પણ તેટલા જ મોક્ષે જશે, માટે સર્વ ભવ્યજીવોનો ઉચ્છેદ માનવો યોગ્ય નથી. ભવ્યજીવો અનન્તા છે, અને તેનો અનન્તમો ભાગ મોક્ષે જશે, એમ શાથી માની શકાય ? એમ તું પૂછતો હો, તો હે મંડિક ! કાળ અને આકાશ આદિની જેમ ભવ્યો અનંતા છે, તેથી તેમનો કાળ અને આકાશની જેમ સર્વથા વિચ્છેદ નથી થતો, આ પ્રમાણે તું મારા વચનથી અંગીકાર કર૧૮૨૬ થી ૧૮૩૦. તમે કહો છો તે સત્ય છે, એમ શાથી મનાય ? એમ શંકા થતી હોય તો सन्भूयमिणं गिण्हसु मह वयणाओऽवसेसवयणं व । सवण्णताडओ वा जाणयमज्झत्थवयणं व ॥१८३२|| मण्णसि किह सब्बण्णू सब्वेसिं सबसंसयच्छेया । ઢિંતામાવમિ વિ પુચ્છ૩ નો સંસરો નરસ ||૨૮રૂરી મેં જે કહ્યું તે સર્વ સત્ય છે, એમ ગ્રહણ કર. કારણ કે હું સર્વજ્ઞ વીતરાગ છું. તેથી જ્ઞાયક મધ્યસ્થ પુરૂષની જેમ મારું વચન તારા સંશયાદિ સર્વ વચનની જેમ સત્ય છે. તમે સર્વજ્ઞ છો કે નહિ, તેની શી ખાતરી ? એવો તને સંશય થતો હોય, તો તેના ઉત્તરમાં કહેવાનું કે હું સર્વના સંશયનો છેદ કરું છું. આમાં બીજા કોઈ ઉદાહરણની જરૂર નથી, છતાં તને જે કંઈ પણ સંશય હોય તે પૂછ, હું તેનો છેદ કરું. જેથી તેને પોતાને પ્રતીતિ થાય. ૧૮૩૧-૧૮૩૨. જે ભવ્ય હોય અને મોક્ષે ન જાય, તેને અભવ્ય કેમ ન કહેવાય ? भव्वा वि न सिज्झिस्संति केइ कालेण जड़ वि सब्वेण । नणु ते वि अभब च्चिय किं वा भव्बत्तणं तेसिं ? ॥१८३३॥ भण्णइ भब्बो जोग्गो न य जोग्गत्तेण सिज्झए सब्बो । जह जोग्गम्मि वि दलिओ सबम्मि न कीरए पडिमा ॥१८३४॥ जह वा स एव पासाण-कणगजोगो विओगजोग्गो वि । न विजुज्जड़ सब्बो च्चिय स विउज्जड जस्स संपत्ती ॥१८३५॥ किं पुण जा संपत्ती सा जोग्गस्सेव न अजोग्गस्स । तह जो मोक्खो नियमा सो भव्वाणं न इयरेसिं ॥१८३६॥ ભવ્ય છતાં પણ જેઓ કોઈ કાળે પણ મોક્ષે ન જાય, તો પછી જેઓનો મોક્ષ ન થાય તેઓને અભવ્ય કેમ ન કહેવા? તેઓને ભવ્ય કહેવામાં શું કારણ છે ? (એ પ્રશ્નના ઉત્તરમાં કહેવાનું કે) ભવ્ય એટલે સિદ્ધિગમનને યોગ્ય, (પણ સિદ્ધગતિમાં જાય જ એવો અર્થ ન સમજવો.) યોગ્યતામાત્રથી જ સર્વ સિદ્ધ થશે એમ ન સમજવું. (પણ સિદ્ધગતિમાં જવાની સામગ્રી મળે તો જ તે સિદ્ધિ પામે.) જેમ સુવર્ણ-પાષાણ-કાઇ વિગેરેમાં પ્રતિમા થવાની યોગ્યતા હોય છે, પણ તે બધામાંથી પ્રતિમા નથી કરાતી. પણ જેને યોગ્ય સામગ્રી મળે છે, તેની જ પ્રતિમા કરાય છે. અથવા જેમ સુવર્ણ અને પાષાણનો યોગ જુદો પાડી શકાય એમ છે, છતાં સર્વનો વિયોગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy