SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧] છઠ્ઠા ગણધરનો વાદ. [[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ एवं पि भब्वभावो जीवत्तं पिव सभावजाईओ। पावइ निच्चो तम्मि य तदवत्थे नत्थि निव्वाणं ॥१८२४।। जह घडपुव्वाभावोऽणाइसहावोऽवि सनिहणो एवं । जइ भव्वत्ताभावो भवेज्ज किरियाए को दोसो ? ॥१८२५॥ જેમ જીવ અને આકાશમાં દ્રવ્યત્વ-સત્ત્વ-પ્રમેયત્વ-શેયત્વ વગેરે ધર્મો સમાન હોવા છતાં પણ, તેમાં જીવત્વ અને અજીવત્વ આદિ ભેદ સ્વાભાવિક છે; તેમ જીવોમાં પણ જીવપણું સમાન હોવા છતાં એ ભવ્ય-અભવ્યપણાનો ભેદ છે. એ પ્રમાણે ભવ્યભાવ જીવત્વની જેમ જ સ્વાભાવિક હોય, તો તે ભવ્યભાવ નિત્ય-અવિનાશી થશે અને તે અવિનાશી એવા ભવ્યભાવમાં મોક્ષ નહી થાય. (કેમકે “સિદ્ધના જીવો ભવ્ય નથી. તેમ અભવ્ય પણ નથી.” એમ કહેવામાં આવે છે. માટે તે અવિનાશી ભવ્યો મોક્ષને અયોગ્ય છે.) એમ ન કહેવું, કારણ કે જેમ ઘટના પૂર્વ અભાવ અનાદિ સ્વભાવવાળો છે, છતાં પણ ઘટની ઉત્પતિ સમયે તેનો નાશ જણાય છે, તેવી રીતે જ્ઞાનક્રિયા વડે જો અનાદિ સ્વભાવવાળા ભવ્ય-ભાવનો નાશ થાય, તો શો દોષ છે ? કંઈ જ નહી.૧૮૨૩૧૮૨૪-૧૮૨૫. अणुदाहरणमभावो खरसंगं पिव मई न तं जम्हा । भावो च्चिय स विसिट्ठो कुभाणुप्पत्तिमेत्तेणं ॥१८२६।। एवं भव्बुच्छेओ कोट्ठागारस्स वा अवचओ त्ति । તે નાતત્તોડગમયે નિં-વરાપ ૨ ૨૮રકા जं चातीता-ऽणागयकाला तुल्ला जओ य संसिद्धो । एक्को अणंतभागो भब्वाणमईयकालेणं ॥१८२८॥ एस्सेण तत्तिउ च्चिय जुत्तो जं तोऽवि सबभब्वाणं । जुत्तो न समुच्छेओ होज्ज मई कहमिणं सिद्धं ? ॥१८२९।। भव्वाणमणंतत्तणमणंतभागो व किह व मुक्को सिं । कालादओ व मंडिय ! मह वयणाओ व पडिवज्ज ॥१८३०॥ ઘટના જે પૂર્વઅભાવ તે ઉદાહરણ ન થાય, કેમકે તે અભાવસ્વરૂપ હોવાથી ગધેડાના શીંગડાની જેમ અવસ્જરૂપ છે, એમ તું કહેતો હોય તો તે અયોગ્ય છે, કારણ કે એ ઘટનો પૂર્વઅભાવ, ભાવરૂપ જ છે, માત્ર તેના કારણભૂત-અનાદિકાળથી પ્રવર્તેલ જે માટીના પુગલનો સમૂહ તેથી ઘટની ઉત્પતિ જ થઇ નથી એટલો જ કેવળ તેમાં તફાવત છે. વળી થોડા થોડા ધાન્યથી હીન થતો કોઠાર, કાળાન્તરે જેમ સર્વથા ખાલી થઇ જાય છે, તેમ કાળ અનન્તાનન્ત હોવાથી છ માસના અન્ને પણ એક ભવ્ય જીવ અવશ્ય મોક્ષે જાય, તો તેથી અનુક્રમે હીન થવાથી સર્વ ભવ્યજીવોથી સંસાર કાળાન્તરે શૂન્ય થઈ જાય- એમ કહેવામાં આવે તો તે પણ અયુક્ત છે, કેમકે ભવ્ય જીવોનો સમૂહ, અનાગત એટલે ભવિષ્યકાળ અને આકાશની જેમ અનન્ત છે, એટલે તેનો વિચ્છેદ કદી પણ થાય નહિ, કેમકે અતીત-અનાગત કાળ સમાન છે, અને અતીતકાળે એક નિગોદના અનન્તમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy