________________
ભાષાંતર]
ચોથા ગણધરનો વાદ.
૯િ૯
વળી જેમ તારૂં સંશયાદિ વિજ્ઞાન બીજાઓને અપ્રત્યક્ષ છતાં પણ છે, તેમ કોઈ વસ્તુ અપ્રત્યક્ષ છતાં પણ છે; જેમ તે અપ્રત્યક્ષ સંશયાદિ છે, તેમ પરભાગ અને મધ્યભાગો પણ અપ્રત્યક્ષ છતાં પણ છે. આથી તે કહેલ અપ્રત્યક્ષ હેતુ અનેકનિક દોષવાળો છે. અને જો તારૂં સંશયાદિ વિજ્ઞાન પણ ન હોય, તો શૂન્યતા કઈ ? અથવા કોની શૂન્યતા? અને એ શૂન્યતા કોણે જાણી? કારણ કે તે સંબંધમાં તને જ સંશય છે. અને જો તે સંશય જ ન હોય, તો પછી બીજા કોને ગામ-નગર વગેરે વિદ્યમાન પદાર્થમાં સંશય છે ? કોઇને નહિ. ૧૭૪૭.
એ પ્રમાણે અનેક યુક્તિયોથી શૂન્યતા દૂર કરીને હવે પૃથ્વી આદિ ભૂતોની સિદ્ધિ માટે ભગવાન શ્રી મહાવીરદેવ વ્યક્તને ઉપદેશ છે કે -
पच्चक्नेसु न जुत्तो तुह भूमि-जला-उनलेसु संदेहो । अनिला-ऽऽगासेसु भवे सोऽवि न जुत्तोऽणुमाणाओ ॥१७४८॥ अत्थि अदिस्साऽऽपाइयफरिसाईणं गुणी गुणत्तणओ । रुवस्स धडो ब गुणी जो तेसिं सोऽनिलो नाम ॥१७४९॥ अत्थि वसुहाइभाणं तोयस्स घडो ब्व मुत्तिमत्ताओ ।
जं भूयाणं भाणं तं वोमं वत्त ! सुब्बत्तं ॥१७५०॥ વ્યક્ત ! તારે તારા સ્વસ્વરૂપની જેમ, પ્રત્યક્ષ એવા પૃથ્વી-જળ અને અગ્નિમાં સંશય કરવો યોગ્ય નથી; અપ્રત્યક્ષ એવા વાયુ અને આકાશમાં સંશય થાય, તો તે પણ યોગ્ય નથી, કેમકે અનુમાનથી તેની પણ સિદ્ધિ થાય છે. જેમકે પ્રાપ્ત થયેલા સ્પર્શ-શબ્દ-સ્વાથ્ય-કંપ વિગેરે ગુણો દશ્યમાન હોવાથી, તેનો કોઈ ગુણી અદેશ્ય છે. જેમ રૂપ વગેરે ગુણો હોવાથી ઘટ તેનો ગુણી છે, તેમ સ્પર્શ વગેરે ગુણો હોવાથી, વાયુ તેનો ગુણી છે. વળી જળનો આધાર જેમ ઘટ છે, તેમ પૃથ્વી-પાણી અગ્નિ અને વાયુનો કોઈ આધાર છે. હે વ્યક્ત ! તે ભૂતોનો જે આધાર, તે જ આકાશ છે. ૧૭૪૮-૧૭૪૯-૧૭૫૦.
एव पच्चक्खाइ पमाणसिद्धाई सोम्म ! पडिवज्ज । जीव-सरीराहारोवओगधम्माइं भूयाई ॥१७५१॥ किह सजीवाइं मई तल्लिङ्गाओऽनिलावसाणाई ।
वोमं विमुत्तिभावादाधारो चेव न सजीवं ॥१७५२॥ હે સૌમ્ય ! એ પ્રમાણે જીવ અને શરીરને આધારાદિ ઉપયોગ ધર્મવાળા એ ભૂતો પ્રત્યક્ષાદિ પ્રમાણથી સિદ્ધ છે-એમ તું અંગીકાર કર. વળી શસ્ત્રો પહત સિવાય પૃથ્વી-અપુતેજ અને વાયુ-એ ચાર ભૂતો સચેતન છે. શાથી કહો છો કે એ સચેતન છે ? તેમાં જીવનું લક્ષણ જણાય છે માટે, તથા આકાશ અમૂર્ત હોવાથી કેવળ આધાર ભૂત જ છે, તેથી તે સજીવ નથી. ૧૭પ૧-૧૭૫૨.
હવે પૃથ્વી અને વનસ્પતિ સજીવ છે, તેનું લિંગ કહે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org