SearchBrowseAboutContactDonate
Page Preview
Page 663
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૨]. વીર ભગવંતનાં ઉપસર્ગો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ तच्चावाई चंपा दहिवाहण वसुमइ विजयनामा । धणवइ मूलालोयण, संपुलदाणे य पव्वज्जा ॥५२१।। ત્યાંથી ભગવાન કૌશાંબી નગરીએ ગયા, ત્યાં ચંદ્ર-સૂર્ય ઉતરીને ભગવંતનો મહિમા કર્યો. ત્યાંથી વારાણસીએ ગયા, ત્યાં ઈન્દ્ર સુખશાતા પૂછી વંદના કરી, ત્યાંથી રાજગૃહિએ ગયા, ત્યાં જનક રાજાએ પૂજા કરી અને ધરણેન્દ્ર શાતા પૂછી, ત્યાંથી વિશાળાનગરીએ ગયા, ત્યાં ભૂતાનંદ શાતા પૂછી (અહીં અગીયારમી વર્ષારાત્રિ થઈ, ત્યાંથી સુસુમાર પુરે ગયા, ત્યાં અમરેન્દ્રનો ઉત્પાત થયો. ત્યાંથી ભાગપુરે ગયા ત્યાં માહેન્દ્ર નામનો ક્ષત્રિય ખરી લઈ ભગવંતને મારવા દોડ્યો, તે વખતે વંદન કરવા આવેલા સનકુમારેન્દ્ર અટકાવ્યો અને ભય પમાડયો. ત્યાંથી ભગવાન નંદી ગામે ગયા, નંદી નામે ભગવાનના પિતાનો મિત્ર હતો તેણે ભગવંતને આવીને વંદના કરી. ત્યાંથી મેંઢીકા ગામે ગયા, ત્યાં કુર્મારગામની પેઠે ગોવાળે ભગવંતને ઉપસર્ગ કરવા માંડ્યા, તેમને ઈદ્ર ત્રાસ પમાડી કાઢી મૂક્યા. ત્યાંથી ભગવાન કૌશંબી નગરીએ ગયા, ત્યાં શતાનીક રાજા, મૃગાવતી રાણી, વિજયસુગુપ્ત અમાત્ય, નંદા તેની ભાર્યા, તત્ત્વવાદી નામે ધર્મપાઠક, ધનાવહ શેઠ, મૂલા નામે તેની સ્ત્રી રહેતાં હતાં; તે વખતે ત્યાં પોતે વદી પ્રતિપદાએ ચતુર્વિધ અભિગ્રહ લઈને ભગવંત ભિક્ષા માટે ફરતા હતા, પણ અભિગ્રહ પૂર્ણ થતો નહિ, છેવટે ચંપાનગરીના દધિવાહન રાજાની પુત્રી વસુમતી (ચંદનબાળા) ધનવહનને ત્યાં દાસી તરીકે હતી તેની પાસે અભિગ્રહ પૂર્ણ થવાથી બાકુલા ભિક્ષા લીધી. ૫૧૬ થી પર૧. तत्तो सुमंगलाए, सणंकुमार सुछेत्तए य माहिंदो । पालग वाइलवणिए, अमंगलं अप्पणो असिणा ॥५२२॥ चंपा वासावासं, जक्खींदे साइदत्त पुच्छा य ।। वागरण दुह पएसण, पच्चखाणे य दुविहे उ ॥५२३॥ जंभियगामे नाणस्स, उप्पया वागरेइ देविंदो । मिढियगामे चमरो, वंदण षियपुच्छणं कुणइ ।।५२४।। छम्माणि गोव कडसल, पवेसणं मज्झिमाए पावाए । खरओ विज्जो सिद्धत्थ, वाणियओ नीहरावेइ ।।५२५॥ ત્યાંથી નીકળીને ભગવાન સુમંગળ ગામે ગયા, ત્યાં સનસ્કુમારેદ્ર વન્દના કરીને શાતા પૂછી, ત્યાંથી સુક્ષેત્રા ગામે ગયા, ત્યાં માહેન્દ્ર શાતા પૂછવા આવ્યો, ત્યાંથી પાલક ગામે ગયા, ત્યાં વાતબળ વણિફ મુસાફરી એ જતો હતો તે ભગવંતના શુકનથી અમંગળ માનીને પોતાની તરવારથી મારવા આવ્યો. તેને સિદ્ધાર્થ દવે મારી નાંખ્યો. ત્યાંથી ભગવાન ચંપાનગરીએ ગયા, ત્યાં યક્ષેત્રે સાતા પૂછી ને સ્વાતિદત્ત બ્રાહ્મણે પૃચ્છા કરી, ભગવંતે તેને બે પ્રકારનો ઉપદેશ અને બે પ્રકારનું પ્રત્યાખ્યાન કહ્યું. ત્યાંથી ભગવાન ભિકા ગામે ગયા, ત્યાં ઈંદ્ર આવીને જ્ઞાનોત્પત્તિનો કાળ કહ્યો, ત્યાંથી મિંઢિકા ગામે ગયા, ત્યાં ચમઢે આવી વંદના કરી અને શાતા પૂછી, ત્યાંથી ભગવાન્ પન્માણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy