SearchBrowseAboutContactDonate
Page Preview
Page 651
Loading...
Download File
Download File
Page Text
________________ ६१०] દીક્ષાનો વરઘોડો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ अयसियणं व कुसुमिअं, कणिआरवणं व चंपयवणंव । तिलयवणं व कुसुमिअं, इय गयणतलं सुरगणेहिं ॥१०३।। भा. वरपडहभेरिझल्लरिदुंदुहिसखसहिएहि तूरेहिं । धरणियले गयणयले, तूरनिनाओ परमरम्मो ॥१०४॥ भा. एवं सदेवमणुआसुराए परिसाए परिवुडो भयव । अभिथुबंतो गिराहि, संपत्तो नायसंडवणं ॥१०५।। भा. વીરપ્રભુ સિંહાસન ઉપર બેઠા એટલે શક્ર અને ઈશાનંદ્ર બે બાજુએ મણિરત્નથી વિચિત્ર દંડવાળા ચામરોથી વીંજવા લાગ્યા. પછી તે શિબિકા પ્રથમ હર્ષવત્ત રોમવાળા મનુષ્યોએ ઉપાડી, અને પાછળથી અસુરેન્દ્ર, સુરેન્દ્ર અને નાગૅદ્રોએ ઉપાડી, ચપળ આભૂષણે ધરનારા અને સ્વઅભિપ્રાયથી બનાવેલા દિવ્ય આભરણોને ધરનારા દેવેન્દ્ર અને દાનવેન્દ્રોએ જિનેન્દ્રની શિબિકા વહન કરી. તે વખતે પંચવર્ણ પુષ્પોની વૃષ્ટિ કરતા, દુંદુભી વગાડતા, અને પ્રસન્ન થયેલા એવા દેવસમૂહથી આકાશ વ્યાપ્ત થયું. જેમ વનખંડ કુસુમિત થયું હોય, અથવા, જેમ શરદ ઋતુમાં પદ્મસરોવર પુષ્પના સમૂહથી શોભે, તેમ દેવસમૂહથી આકાશતલ શોભવા લાગ્યું. સિદ્ધાર્થનું, સણનું, અસણનું, અશોકનું અને આંબાનું વન જેમ પુષ્પવાળું શોભે તેમ સંચરતા દેવતાથી ગગનતલ શોભતું હતું. પુષ્પિત થયેલું અતસીનું વન, કર્ણિકારનું વન, ચંપકવન, અને તિલકવન જેમ શોભે, તેમ દેવોના સમૂહથી આકાશતલ શોભવા લાગ્યું. શ્રેષ્ટ પડહ, ભેરી, ઝાલર, દુંદુભી અને શંખ સહિત વાજિંત્રોથી પૃથ્વીતલ અને આકાશતલમાં પરમરમ્ય વાજિંત્રોનો નાદ થઈ ગયો. એ પ્રમાણે દેવ-મનુષ્ય અને અસુરોની પર્ષદાવડે વીંટાએલા ભગવાન, વાણીવડે સ્તુતિ કરાતા થકા જ્ઞાતખંડ વનમાં આવ્યા. ૯૭ થી ૧૦૫ ભાષ્ય. उज्जाणं संपत्तो ओरुहई उत्तमाउ सीआओ। सयमेव कुणइ लोअं, सक्को य पडिच्छए केसे ॥१०६।। भा. जिणवरमणुण्णवित्ता, अंजणघणरुयगविमलसंकासा । केसा खणेण नीआ, खीरसरिसनामयं उदहिं ॥१०७॥ भा. दिव्यो मणुसघोसो, तूरनिनाओ अ सक्कवयणेण । खिप्पामेव निलुक्को, जाहे पडिवज्जइ चरित्तं ॥१०८।। भा. काऊण नमोक्कारं, सिद्धाणमभिग्गहं तु सो गिण्हे । सबं मे अकरणिज्जं पावंति चरित्तमारूढो ॥१०९॥ भा. तिहिं नाणेहिं समग्गा, तित्थयरा जाव हुंति गिहवासे । पडिवण्णंमि चरित्ते, चउनाणी जाव छउमत्था ॥११०।। भा. बहिआ य णायखंडे, आपुच्छित्ताण नायए सव्वे । दिवसे मुहुत्तसेसे, कुमारगामं समणुपत्तो ॥१११॥ भा. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy