SearchBrowseAboutContactDonate
Page Preview
Page 637
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૬] બળદેવ વાસુદેવનાં આયુષ્ય આદિ. [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ भद्द सुभद्दा सुप्पभ' सुदंसण विजय' वेजयंती अ । तहय जयंती अपराजिआय तह रोहिणी चेव ॥४१०।। વરુ પથાર વમોર રુદો સમો સિવ" મસિવ" 31 I अग्गिसिहे अ दसरहे नवमे भणिए अ वसुदेवे ॥४११।। परिआओ पव्वज्जाऽभावाओ नत्थि वासुदेवाणं । होई बलाणं सो पुण पढमऽणुओगाओ णायव्यो ॥४१२।। एगो अ सत्तमाए पंच य छठ्ठीए पंचमी एगो । एगो अ चउत्थीए कण्हो पुण तच्चपुढवीए.॥४१३॥ अटुंतगडा रामा एगो पुण बंभलोगकप्पंमि । उववण्णु तओ चइउं सिज्झिस्सइ भारहे वासे ।।४१४॥ अणिआणकडा रामा सव्वेऽवि अ केसवा निआणकडा । કઢંગમ રામ સવ સર્વે ૩દામી ll બધા વાસુદેવો નીલવર્ણવાળા, અને બળદેવ શુક્લવર્ણવાળા હોય છે. હવે પછી અનુક્રમે તેઓના દેહનું પ્રમાણ કહીશું. પહેલા વાસુદેવનું શરીર એંશી ધનુષ પ્રમાણ, બીજાનું સીત્તેર, ત્રીજાનું સાઈઠ ધનુષ, ચોથાનું પચાસ ધનુષ, પાંચમાનું પીસ્તાલીશ ધનુષ, છઠ્ઠાનું ઓગણત્રીસ ધનુષ, સાતમાનું છવ્વીસ ધનુષ, આઠમાનું સોળ ધનુષ, અને નવમાનું દસ ધનુષ જ શરીર હોય છે. આઠ બળદેવ-વાસુદેવ ગૌતમ ગોત્રીય હોય છે, અને નારાયણ તથા પદ્મ એ બે કાશ્યપગોત્રીય જાણવા. હવે તેમનું આયુષય કહે છે. પહેલાનું ચોરાશી લાખ વર્ષનું, બીજાનું બહોતેર લાખ વર્ષનું, ત્રીજાનું સાઈઠ લાખ વર્ષનું, ચોથાનું ત્રીસ લાખ વર્ષનું, પાંચમાનું દસ લાખ વર્ષનું, છઠ્ઠાનું પાંસઠ હજાર વર્ષનું, સાતમાનું છપ્પન હજાર વર્ષનું, આઠમાનું બાર હજાર વર્ષનું, અને નવમા વાસુદેવનું એક હજાર વર્ષનું આયુષ જાણવું. પહેલા બળદેવનું પંચાશી લાખ વર્ષનું, બીજાનું પંચોતેર લાખ વર્ષનું અને ત્રીજાનું પાંસઠ લાખનું, ચોથાનું પંચાવન લાખ વર્ષનું, પાંચમાનું સત્તર લાખ વર્ષનું, છઠ્ઠાનું પંચાશી હજાર વર્ષનું, સાતમાનું પાંસઠ હજાર વર્ષનું, આઠમાનું પંદર હજાર વર્ષનું અને નવમાનું બારસો વર્ષનું, એ પ્રમાણે અનુક્રમે બળદેવોનું આયુષ્ય જાણવું. હવે નગરીઓ કહે છે પહેલો વાસુદેવ પોતનદ્વારમાં પછીના ૨-૩-૪ દ્વારીકામાં, પાંચમો અશ્વપુરમાં, છઠ્ઠો ચક્રપુરમાં, સાતમો વાણારશીમાં, આઠમો રાજગૃહીમાં અને છેલ્લો નવમો વાસુદેવ મથુરા નગરીમાં થયો. હવે માતાના નામ કહે છે. મૃગાવતી, ઉમા, પૃથ્વી, સીતા, અમૃતા, લક્ષ્મીવતી, શેષવતી, કૈકેયી, અને દેવકી. (એ નવ વાસુદેવની માતાઓ) ભદ્રા, સુભદ્રા, સુપ્રભા, સુદર્શન, વિજયા, વૈજયંતી, જયંતી, અપરાજિતા, અને રોહીણી. (એ નવ બળદેવની માતાઓ) પ્રજાપતિ, બ્રહ્મ, રૂદ્ર, સોમ, શિવ, મહાશિવ, અગ્નિસિંહ, દશરથ, અને નવમા વસુદેવ (એ નવ બળદેવ-વાસુદેવના પિતા જાણવા.) વાસુદેવોને દીક્ષાના અભાવથી પર્યાય નથી, બળદેવોને છે, પણ તે પહેલા અનુયોગથી જાણવો. એક સાતમી નરકે, પાંચ છઠ્ઠી નરકે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy