SearchBrowseAboutContactDonate
Page Preview
Page 624
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ઋષભદેવની દીક્ષા પ્રથમ ભિક્ષા. ૫૮૩ उसभस्स उ पारणए, इक्खुरसो आसि लोगनाहस्स । सेसाणं परमनं, अमयरसरसोवमं आसी ॥३२०॥ घुटुं च अहोदाणं, दिव्याणि अ आहयाणि तूराणि । देवा य सनिवइया, वसुहारा चेव वुट्ठा य ॥३२१।। गयउरसिज्जंसिक्खुरसदाणवसुहार पीढ गुरुपूआ । तखसिलायलगमणं, बाहुबलिनिवेअणं चेव ॥३२२॥ . (ઋષભદેવ ચૈતરવદી આઠમના દિવસે ચાર હજાર પુરૂષોની સાથે અપરાન્ડ વખતે સુદર્શના નામે શિબીકામાં આરૂઢ થઈને સિદ્ધાર્થ વનમાં છઠ્ઠ ભક્ત કરીને દીક્ષા લીધી. તેમની સાથે જે ચાર હજાર પુરૂષો હતા તેમણે પોતાના હાથેજ પંચમુષ્ટિક લોચ કરીને એવી પ્રતિજ્ઞા કરી કે “જે પ્રમાણે આ ભગવાન ક્રિયાનુષ્ઠાન કરશે, તે પ્રમાણે અમે પણ કરીશું.” ઉત્તમઋષભ સમાન ગતિવાળા ભગવાન ઋષભદેવ પરમઘોર અભિગ્રહ ગ્રહણ કરીને શરીર સંબંધી શુશ્રુષા રહિત ગ્રામાનુગ્રામ વિચારવા લાગ્યા, તે વખતે મનુષ્યો જાણતા નહિ કે ભિક્ષા કેવી હોય ? અને ભિક્ષુક પણ કેવા હોય ? આથી તે હજાર સાધુઓ ભિક્ષા ન પામવાથી વનની અંદર તાપસી થયા. નમિવિનમી ભગવન્ત પાસે રાજયની યાચના કરવા લાગ્યા, પ્રસન્ન થએલા નાગેન્દ્ર તેમને વિદ્યાઓ આપી, અને વૈતાઢય પર્વત ઉપર ઉત્તર-દક્ષિણ એણિમાં અનુક્રમે સાઠ અને પચાસ નગરો વસાવી રહેવા કહ્યું. ભગવાન ઋષભદેવ એક વર્ષ પર્યન્ત આહાર ન મળવા છતાં અદનમનથી વિહાર કરતા હતા, (અને લોકો તેમને) કન્યાઓ વસ્ત્ર-આભરણ તથા આસનો વડે નિમંત્રણા કરતા હતાં. એ પ્રમાણે વિહરતા લોકના નાથ ભગવાન ઋષભદેવે એક વર્ષે ભિક્ષા પ્રાપ્ત કરી, અને બાકીના તીર્થકરોએ બીજેજ દિવસે પ્રથમ ભિક્ષાઓ પ્રાપ્ત કરી. લોકના નાથ ઋષભદેવના પ્રથમ પારણે ઇક્ષુ (શેરડી)નો રસ હતો, અને બાકીનાઓના પ્રથમ પારણે અમૃતરસ જેવા રસાસ્વાદવાળું પરમાસ (ખીર) હતું, તે વખતે દેવોએ અહોદાન ! અહોદાન ! એવી ઘોષણા કરી, દિવ્ય વાજિંત્રો વગાડ્યાં, અને તેજ વખતે દ્રવ્યની વૃષ્ટિ કરી, ગજપુર નગરમાં (હસ્તિનાપુરમાં) શ્રેયાંસકુમારે ઇક્ષરસનું દાન આપ્યું, દ્રવ્યની વૃષ્ટિ થઈ, ત્યાં પીઠ રચના કરી, ગુરૂપૂજા પ્રવર્તિ, પછી ભગવન્ત તક્ષશિલાએ ગયા. અને બાહુબલીને નિવેદન થયું. ૩૧૪ થી ૩૨ ૨. - હવે બાકીના અજીતાદિ તીર્થકરોને જે જે સ્થાનકે જેઓએ પ્રથમ ભિક્ષા આપી તેમનાં નામો અને સ્થાનો કહે છે. हत्थिणउरं अओज्झा सावत्थी' तहय चेव साके। વિનયપુર વંમથનાથ પાસિંs vમસં$“ રૂરફી सेयपुरं रिद्धपुरं० सीद्धत्थपुरं" महापुरं चेव१२ । ઘ િવદ્ધમાપ, સોમા મંદિર જેવ" રૂરકી चक्कपुरं रायपुरं,१८ मिहिला रायगिहमेव० बोद्धव्यं । वीरपुरं बारवई,२२ कोअगडं3 कोल्लयग्गामो ॥३२५॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy