SearchBrowseAboutContactDonate
Page Preview
Page 618
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર) ગણ ગણધરો આદિની સંખ્યા. [પ૭૭ धम्मोवाओ पवयणमहवा पुव्वाइँ देसगा तस्स । सबजिणाण गणहरा, चउदसपुब्बी व जे जस्स ॥२७०॥ सामाइयाइया वा, वय जीवणिकाय भावणा पढमं । एसो धम्मोवाओ, जिणेहि सव्वेहि उवइट्ठो ॥२७१।। પહેલા જિનના ચોરાશી ગણ, બીજાના પંચાણું, ત્રીજાના એકસો ને બે, ચોથાના એકસોને સોળ, પાંચમાના એકસો, છઠ્ઠાને એકસો સાત, સાતમાના પંચાણું, આઠમાના ત્રાણું, નવમાના અઠયાસી, દસમાના એકાસી, અગિયારમાના બહોંતેર, બારમાના છાસઠ, તેરમાના સત્તાવન, ચૌદમાના પચાસ, પંદરમાના તેંતાલીસ, સોળમાના છત્રીસ, સત્તરમાના પાંત્રીસ, અઢારમાના તેત્રીસ, ઓગણીસમાના અઠયાવીસ, વીસમાના અઢાર, એકવીસમાના સત્તર, બાવીસમાના અગિયાર, ત્રેવીસમાના દસ, અને ચોવીસમાના નવ – એ પ્રમાણે જિનેશ્વરોના ગણોનું પ્રમાણ છે. વીરજિનેંદ્રના અગિયાર ગણધર, અને બાકીનાઓના તો જેમના જેટલા ગણ તેમના તેટલા ગણધરો જાણવા. પ્રવચન અથવા પૂર્વે તે ધર્મનો ઉપાય છે, તેના ઉપદેશક સર્વજિનોના ગણધરો; અથવા જેટલા જેના ચૌદ પૂર્વધર હોય તે છે. પ્રથમ સામાયિકાદિ વ્રત, જીવનિકાય અને ભાવના, આ પ્રમાણે ધર્મનો ઉપાય સર્વ જિનેશ્વરોએ ઉપદેશ્યો છે. ૨૬૬ થી ૨૭૧. હવે પર્યાયદ્વાર કહે છે. उसभस्स पुब्बलक्खं, पुबंगूणमजिअस्स तं चेव । चउरंगूणं लक्खं, पुणो पुणो जाव सुविहित्ति ॥२७२।। पणवीसं तु सहस्सा, पुब्बीणं सीअलस्स परिआओ। लक्खाइं इक्कवीसं, सिज्जंसजिणस्स वासाणं ॥२७३॥ चउपण्णं पण्णारस, तत्तो अद्धट्ठमाइ लक्खाइं। अड्डाइज्जाई तओ, वाससहस्साई पणवीसं ॥२७४॥ तेवीसं च सहस्सा, सयाणि अद्धट्ठमाणि अ हवंति । इगवीसं च सहस्सा, वाससऊणा य पणपण्णा ॥२७५।। अद्धट्ठमा सहस्सा, अड्डाइज्जा य सत्त य सयाई। सयरी बिचत्तवासा, दिक्खाकालो जिणिंदाणं ॥२७६॥ ઋષભદેવનો દીક્ષા પર્યાય એક લાખ પૂર્વનો, એક લાખ પૂર્વમાં એક પૂર્વાગે ન્યૂન દીક્ષા પર્યાય અજીતનાથનો, સંભવનાથથી સુવિધિનાથ પર્યન્તના જિનનો એક બીજાના દીક્ષાપર્યાયથી ચાર ચાર વધતા પૂર્વાગે ન્યૂન એક લાખ પૂર્વ જાણવો. એટલે કે ત્રીજાનો ચાર પૂર્વાગઉન એક લાખ પૂર્વ, ચોથાનો આઠ પૂર્વાગઉન એક લાખ પૂર્વ, પાંચમાનો બાર પૂર્વાગઉન એક લાખ પૂર્વ, છઠાનો સોળ પૂર્વાગઉન એક લાખ પૂર્વ, સાતમાનો વીસ પૂર્વાગનિ એક લાખ પૂર્વ, આઠમાનો ચોવીસ પૂર્વાગીન ( ૭૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy