SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬૪] અપત્યાદિ દ્વાર. થક ભાષ્ય ભાગ ૧ असिअसिरओ सुनयणो, बिबट्टो धवलदंतपंतीओ। वरपउमगब्भगोरो, फुल्लुप्पलगंधनीसासो ॥१९२॥ जाइस्सरो अ भयवं, अप्परिवडिएहि तिहि ज नाणेहिं । कंतीहि य बुद्धीहि य, अब्भहिओ तेहि मणुएहिं ॥१९३॥ पढमो अकालमच्चू, तहिं तालफलेण दारओ पहओ । कण्णा य कुलगरेणं, सिट्टे गहिआ उसहपत्ती ॥१९४।। भोगसमत्थं नाउं, वरकम्मं तस्स कासि देवा उ । दुण्हं वरमहिलाणं, बहुकम्मं कासि देवीउ ॥१९५।। ભગવન્તની જન્મવિધિ, નામવિધિ, વૃદ્ધિ, નીતિ, સ્મરણ, વિવાહવિધિ, અપત્યક્રમ, અભિષેકવિધિ અને રાજયસંગ્રહવિધિ કહેવાશે. ચૈત્ર વદી આઠમે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ઋષભદેવનો જન્મ થયો. જન્મ મહોત્સવ દેવોએ ઘોષણા કરી ત્યાંસુધીનો સર્વ જાણી લેવો. તે વખતે સંવર્તક મેઘની વૃષ્ટિ, આદર્શ, ભંગાર (કળશ) વિજણા; ચામર, જયોતિ અને રક્ષા એ સર્વ દિકકુમારીઓ કરે છે. ભગવન્તના જન્મ પછી એક વરસમાં કંઈ ન્યૂનકાળ વિત્યાબાદ દેવેન્દ્ર આવીને વંશસ્થાપના કરી, તથા દેવોએ ભગવન્તની અંગુલીમાં મનોજ્ઞ આહાર સ્થાપન કર્યો, ઇન્દ્રના હાથમાં રહેલ ઇશુની ઇચ્છા બંતાવી, તેથી તે ઇક્વાકુ થયા, એ પ્રમાણે ઇન્દ્ર વંશસ્થાપન કર્યો. પછી જે વયમાં જે યોગ્ય હોય, તે સર્વ ભગવન્તનું ઇંદ્ર મહારાજે કર્યું, તે પછી અનુક્રમે અનુપમ શોભાવાળા દેવલોકથી ચ્યવેલા તે ભગવાન્ દેવગણથી સેવાતા નંદા અને સુમુંગળા સહિત વૃદ્ધી પામવા લાગ્યા. શ્યામકેશ, સુંદર નયન, ગોલાના ફળ જેવા હોઠ, શ્રેષ્ઠ પદ્મના ગર્ભ સમાન ગૌર ધવળ દત્તપંક્તિ અને પુષ્પકમળના ગંધ જેવો ઉશ્વાસ હતો, વળી ભગવન્ત જાતિસ્મરણ જ્ઞાનવાળા, અપ્રતિપતિત ત્રણ જ્ઞાને સહિત, કાન્તિ અને બુદ્ધિમાં તે વખતના મનુષ્યોથી અધિક ચડીઆતા હતા. તે દરમિઆન કોઇ મિથુનક પોતાના અપત્યયુગલને તાલવૃક્ષની નીચે મૂકીને ક્રીડા કરવા ગયું) તે વખતે તાલફળ પડવાથી બાળકપુત્ર મરી ગયો. આ પ્રથમ અકાળ મૃત્યુ થયું. તે શ્રેષ્ઠકન્યાને કલકરે ગ્રહણ કરી અને ઋષભદેવની પત્ની કરી. આ વખતે ભગવાનને ભોગસમર્થ જાણીને ઈંદ્ર તેમનું વરકર્મ કર્યું, અને દેવીઓએ બન્ને ઉત્તમ સ્ત્રીઓનું વધૂકર્મ કર્યું. ૧૮૬ થી ૧૯૫. હવે ભગવન્તના અપત્યાદિ ધારો કહે છે. छपुव्वसयसहस्सा, पुदि जायस्स जिणवरिंदस्स । तो भरहबंभिसुंदरिबाहुबली चेव जायाई ॥१९६॥ देवी सुमंगलाए, भरहो बंभी य मिहुणयं जायं । देवीइ सुनंदाए, बाहुबली सुंदरी चेव ॥४॥ (मू० भाष्यम्) अउणापन्नं जुअले, पुत्ताण सुमंगला पुणो पसवे । नीईणमइक्कमणे, निवेअणं उसभसामिस्स ॥१९७॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy