SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર પ્રશસ્ત ભાવનિર્ગમનું સ્વરૂપ. [૫૫૫ उवयारओ व सरओ, विणिग्गओ निग्गओ य तत्तोऽहं । अहवा दुक्कालाओ, नरो व बालाइकालाओ ॥१५४०॥ કાળ પણ વર્તનારૂપ દ્રવ્યનો ધર્મ હોવાથી સ્વરૂપે નિષ્ક્રિય છે, તેથી દ્રવ્ય દ્વારાએ જ તેનો નિર્ગમ કહેવાય છે, જેમ કે જે વર્ષાદિકાળમાં જે વનસ્પતિઆદિની ઉત્પત્તિ, તે કાળનિર્ગમ, અથવા ઉપચારથી કાળનિર્ગમ શરદઋતુ પ્રગટ થઈ, શરદઋતુ અથવા દુકાળથી હું ઉતર્યો, બાળઆદિ અવસ્થાથી આ મનુષ્ય ઉત્તીર્ણ ગયો. ઈત્યાદિ ઉપચારથી કાળનિર્ગમ છે. ૧૫૩૯-૧૫૪૦. હવે ભાવનિર્ગમ કહે છે. भावो वि दव्यधम्मो, तत्तो च्चिय तस्स निग्गमो पभवो । दव्वस्स व भावाओ, विणिग्गमो भावओऽवगमो ॥१५४१॥ रूवाइ पोग्गलाओ, कसाय-नाणादओ य जीवाओ । निंति पभवंति ते वा, तेहिंतो तबिओगम्मि ॥१५४२॥ ભાવ પણ (કાળની પેઠે) દ્રવ્યનો ધર્મ છે, અને તેથી ભાવનો દ્રવ્યથી જે નિર્ગમ (ઉત્પાદ) તે ભાવનિર્ગમ અથવા ભાવની અપેક્ષાએ દ્રવ્યનો જે અપગમ-વિનાશ તે ભાવનિર્ગમ (જેમ કે જયારે પૂર્વપર્યાયથી દ્રવ્ય નાશ પામે છે, અને નવીન પર્યાયે ઉત્પન્ન થાય છે, ત્યારે પૂર્વ પર્યાયથી-પૂર્વ ભાવથી દ્રવ્યનો અપગમ થયો હોવાથી ભાવથી નિર્ગમ કહેવાય છે.) તથા રૂપાદિ ભાવો (પુદ્ગલ દ્રવ્યથી) અને કષાય-જ્ઞાન વિગેરે જીવથી નીકળે છે, એ ભાવોનો નિર્ગમ તે ભાવનિર્ગમ કહેવાય છે. અથવા તે પુગલ-જીવાદિ પદાર્થો, તે રૂપાદિ અને કષાયાદિ ભાવોથી વિયોગ પામે છે – પૂર્વ ભાવનો વિનાશ થયે નિકળે છે, માટે તેમનો તે ભાવોથી નિર્ગમ થાય છે, તેથી તે ભાવનિર્ગમ કહેવાય છે. ૧૫૪૧-૧૫૪૨. એ રીતે છ પ્રકારનો નિર્ગમ કહીને, હવે અહીં પ્રસ્તુતમાં જે નિર્ગમનું પ્રયોજન છે, તે પ્રશસ્તભાવ નિર્ગમનું સ્વરૂપ કહે છે. तत्थ पसत्थं मिच्छत्तण्णाणाविरइभावनिग्गमणं । जीवस्स संभवंति य, जं सम्मत्तादओ तत्तो ॥१५४३॥ एत्थ उ पसत्यभावप्पसूइमेत्तं विसेसओऽहिगयं । अपसत्थावगमोऽवि य सेसाऽवि तदंगभावाओ ॥१५४४॥ वीरो दव्वं खेत्तं, महसेणवणं पमाणकालो य । भावो उ भावपुरिसो, समासओ निग्गमंगाई ॥१५४५॥ सामइयं विराओ, महसेणवणे पमाणमाले य । भावपुरिसा हि भावो, विणिग्गओ वक्खमाणोऽयं ॥१५४६॥ इच्चेवमाइं सव्वं, दव्वाहीणं जओ जिणस्सेव । तो निग्गमणं वोत्तुं, वोच्छं सामाइयस्स तओ ॥१५४७॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy