________________
ભાષાંતર]
નિર્ગમનાં નામાદિ છ નિક્ષેપ.
[૫૫૩
પૂર્વે ઉદ્દેશ અને નિર્દેશથી કહેલ સામાયિક અધ્યયનની ઉત્પત્તિ હવે કહેવાશે, તે ઉત્પત્તિ દ્રવ્યક્ષેત્ર-કાળ-અને ભાવથી છે. જેમકે ક્યું તે જીવ દ્રવ્ય છે, કે જેથી આ સામાયિક અધ્યયન ઉત્પન્ન થયું ? અથવા ક્ષાયિક ભાવે વર્તતા ક્યા જીવદ્રવ્ય આ સામાયિક પ્રરૂપ્યું ? તથા ક્યા ક્ષેત્રમાં અને ક્યા કાળમાં ભગવંતે પહેલી જ વખત સામાયિકની પ્રરૂપણા કરી? અને ભાવથી કયા પુરૂષ વિશેષેજીવે આ સામાયિક કહ્યું છે ? આ પ્રમાણે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-અને ભાવવડે ઉત્પત્તિ કહેવાશે. આ સર્વ નિર્ગમનાજ ભેદો છે, કેમકે નિર્ગમ છ પ્રકારે છે, તે હવે પછીની નિયુક્તિની ગાથામાં કહેવાશે. ૧૫૩૧-૧૫૩૨. (१४५) नाम ठवणा दविए, खेत्ते काले तहेव भावे य ।
एसो उ निग्गमस्सा, निक्लेवो छविहो होइ ॥१५३३॥ નામનિર્ગમ-સ્થાપનાનિર્ગમ-દ્રવ્યનિર્ગમ-ક્ષેત્રનિર્ગમ-કાળનિર્ગમ, અને ભાવનિર્ગમ એ છ પ્રકારે નિર્ગમનો નિક્ષેપ. ૧૫૩૩.
એ છ પ્રકારના નિર્ગમમાંના નામ અને સ્થાપના નિર્ગમ પૂર્વે કહેલ નામ આવશ્યક અને સ્થાપનાઆવશ્યકની પેઠે સમજવા, તેથી તેની વ્યાખ્યા અહીં નથી કરતા, અને ત્રીજા દ્રવ્ય નિર્ગમની વ્યાખ્યા ભાષ્યકાર કહે છે. ૧૫૩૩.
दवाओ दबस्स व, विणिग्गमो दबनिग्गमो सो य । तिविहो सच्चित्ताई, तिविहाओ संभवो नेओ ॥१५३४।। पभवो सच्चित्ताओ, भूमेरंकुर-पयंग-बप्फाई। किमि-गब्भ-सोणियाई, मीसाओ थीसरीराओ ॥१५३५।। किम-घुण-घुणचुण्णाई, दारुओ जं व निग्गयं जत्तो ।
दव्यं विगप्पवसओ, जहसब्भावो-वयारेहिं ॥१५३६॥ : દ્રવ્યથી અથવા દ્રવ્યનો નિર્ગમ (ઉત્પત્તિ) તે દ્રવ્યનિર્ગમ. તે દ્રવ્યનિર્ગમ સચિત્તાદિ ત્રણથી સચિત્તાદિ ત્રણ પ્રકારના પદાર્થનો છે. પૃથ્વીમાંથી અંકુર-પતંગ-ને બાપ્પાદિ ત્રણની જે ઉત્પત્તિ તે સચિત્તદ્રવ્યથી સચિત્તાદિ ત્રિવિધ દ્રવ્ય નિર્ગમ. સ્ત્રીના શરીરમાંથી કૃમિ, ગર્ભને રૂધિર વિગેરેની ઉત્પત્તિ તે મિશ્ર દ્રવ્યથી સચિત્તાદિ ત્રિવિધ દ્રવ્ય નિર્ગમ. અને કાષ્ઠમાંથી કૃમિ-ધુણ-તથા તેનું કરેલું કાષ્ઠનું ચૂર્ણ તે અચિત્ત દ્રવ્યથી સચિત્તાદિ ત્રિવિધ દ્રવ્યનિર્ગમ જાણવો. તેમજ વિકલ્પવશાત્ યથાર્થપણે અને ઉપચારથી જે દ્રવ્ય જે દ્રવ્યથી નીકળે તે પણ દ્રવ્યનિર્ગમ કહેવાય. ૧૫૩૪-૧૫૩૫-૧૫૩૬ .
ભૂમિરૂપ સચિત્ત દ્રવ્યથી અંકુરાની ઉત્પત્તિ તે સચિત્ત દ્રવ્યનિર્ગમ, પતંગની ઉત્પત્તિ તે મિશ્ર દ્રવ્યનિર્ગમ; કેમકે પતંગની પાંખો વિગેરે અવયવો અચિત્ત હોય છે અને એ સિવાયના અવયવો સચિત્ત હોય છે, તેથી તે મિશ્રદ્રવ્ય કહેવાય છે, અને બાષ્પની ઉત્પત્તિ તે અચિત્તદ્રવ્યનિર્ગમ જાણવો. એ પ્રમાણે સચિત્તદ્રવ્યથી સચિત્ત, અચિત્ત ને મિશ્ર દ્રવ્યનો નિર્ગમ થાય છે. એ જ પ્રમાણે મિશ્રદ્રવ્યથી પણ સચિત્તાદિ ત્રિવિધ દ્રવ્યનો નિર્ગમ છે. જેમ કે-સ્ત્રીના શરીરમાંથી કૃમિની ઉત્પત્તિ તે સચિત્તદ્રવ્યનિર્ગમ,
૭૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org