SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮] મંગળની ચર્ચા | [ વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ अत्यंतरेऽवि सइ मंगलम्मि, नामंगला-ऽणवत्थाओ । स-परानुग्गहकारिं, पईव इव मंगलं जम्हा ॥१७॥ શાસ્ત્રથી મંગળ ભિન્ન માનીએ તો પણ અમંગળતા અને અનવસ્થા દોષ લાગતા નથી, જેમ દીપક પોતે દીપ્ત થાય છે અને બીજા પદાર્થને પણ દીપ્ત કરે છે, તેમ મંગળ પોતે મંગલ રૂ૫ રહે અને બીજાને પણ મંગલ કરે છે. ૧૭ જો કદી શાસ્ત્રથી મંગળ ભિન્ન માનીએ તો પણ શાસ્ત્રને અમંગળતા અને અનવસ્થા એ બેમાંથી એક્ટ દોષ લાગતો નથી. કેમકે દીપકની પેઠે મંગળ સ્વપર અનુગ્રહકારી છે. જેમ દીપક પોતાને પ્રકાશમાન-પ્રગટ કરવા દ્વારા પોતાને અનુગ્રહ કરે છે, તેમ ઘરની અંદર રહેલી ઘટ-પટ આદિ વસ્તુને પ્રગટ કરતો બીજાને પણ અનુગ્રહ કરે છે. આથી દીપક સ્વપર અનુગ્રહકારી છે, પરંતુ તે દીપક પોતાને પ્રકાશમાન કરવા માટે બીજા દીપકની અપેક્ષા નથી રાખતો. અથવા જેમ મીઠું પોતામાં અને રસોઈમાં ખારાશ બતાવવાથી સ્વ-પર અનુગ્રહકારી છે. પણ તે પોતાની ખારાશ માટે બીજા મીઠાની અપેક્ષા રાખતું નથી. તેવી જ રીતે મંગળ પણ શાસ્ત્રથી ભિન્ન માનીએ, છતાં પોતામાં અને શાસ્ત્રમાં મંગળપણું સ્થાપન કરવા દ્વારા સ્વ-પરઅનુગ્રહકારી છે. આ ઉપરથી એમ સિદ્ધ થયું કે અન્યમંગલ સિવાયના મંગળથી મંગળપણું પામેલું શાસ્ત્ર અમંગળ નથી, અને મંગળ પોતાની મંગળતામાં અન્ય મંગળની અપેક્ષા રાખતું નથી. માટે અનવસ્થા દોષ પણ નથી. પુનઃ વાદી પૂછે-છે કે - मंगलतियंतरालं, न मंगलमिहऽत्थओ पसत्तं ते । નવા સર્વ સત્ય, મંતમિદ હિંદ તિયRIBUi ? ૨૮. ત્રણ મંગળના બે આંતર અમંગળ છે, એમ અહીં અર્થપત્તિથી તમારે પ્રાપ્ત થયું, અથવા જો સર્વશાસ્ત્ર મંગળ છે, તો શા માટે ત્રણ સ્થાને મંગળ ગ્રહણ કર્યા ? ૧૮. પ્રશ્ન :- પૂર્વે ૧૩મી ગાથામાં કહ્યું છે કે – મંગળ શાસ્ત્રની આદિમાં મધ્યમાં ને અંતમાં કરવું. આ પ્રમાણે ત્રણ નિયતસ્થાનમાં મંગળ કરવાથી તેના બે આંતરા મંગળ વિનાના હોવાથી (મંગળવાળા ન હોવાથી) અમંગળ રહ્યા, એમ અર્થપત્તિથી સિદ્ધ થયું. જો કદિ તમે એમ કહેતા હો કે સર્વ શાસ્ત્રમંગળ છે એમ પૂર્વે કહ્યું છે એટલે આવી શંકાનું અહીં સ્થાન જ ક્યાં છે ? તો હું પૂછું છું કે – આદિમાં મધ્યમાં ને અંતમાં એમ ત્રણ સ્થાને મંગળ ન કરવું જોઈએ. આથી કાંતો ત્રણ મંગળના બે આંતરાને અમંગળ માનો અથવા ત્રણ મંગળ ગ્રહણ ન કરો. આ સિવાય ત્રીજો માર્ગ તમારે માટે નથી. આચાર્યશ્રી એનો ઉત્તર આપે છે કે - सत्थे तिहा विहत्ते, तदन्तरालपरिकप्पणं कत्तो ? । सव्वं च निज्जरत्थं, सत्थमओऽमंगलमजुत्तं ॥१९॥ આખા શાસ્ત્રના ત્રણ વિભાગ કરવાથી તેના અંતરાલની કલ્પના ક્યાંથી થાય? (તમાં આંતરોજ નથી.) વળી આ સર્વશાસ્ત્ર નિર્જરા માટે હોવાથી તેમાં અમંગળપણું કલ્પવું તેજ અયુક્ત છે. ૧૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy