SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] નિયોગનું સ્વરૂપ. [૫૧૩ પણ તે પ્રગટ શબ્દો પાસે સૂતેલા રાજાએ સાંભળ્યા, અને ઇર્ષાળુપણાથી તે શબ્દોનો અર્થ તેને વિપરીત ભાસ્યો; તેને એમ જણાયું કે “જરૂર આણે કોઈ જારને સંકેત આપેલો, હું તેની પાસે હોવાથી તે ત્યાં જઈ શકી નહીં.' આવા વિચારથી રાજાનું ચિત્ત શંકાવાળું થયું. તેથી અતિખેદ પૂર્વક રાત્રિ વિતાવી. પ્રભાતમાં ઊઠીને રાજા ભગવન્ત પાસે જવા નીકળ્યો. જતાં જતાં અતિ ક્રોધાવેશથી અભયકુમારને બોલાવીને આજ્ઞા કરી કે “રાણી સહિત આખું અન્તઃપુર સળગાવી દેજે.” રાજાની આવી ભયંકર આજ્ઞા સાંભળીને અભયકુમારે વિચાર્યું કે કોઈ કારણથી ઉત્પન્ન થયેલા ક્રોધવડે રાજાએ આવી અયોગ્ય આજ્ઞા કરી છે, પણ એવી રીતે ક્રોધમાં કરાયેલી આજ્ઞા મુજબ જો કરવામાં આવે, તો તેનું પરિણામ સુખાકારી આવે નહીં. અને પિતાની આજ્ઞા પણ માનવી જોઇએ. આવો વિચાર કરીને બુદ્ધિમાન અભયકુમારે અન્તઃપુર પાસેની શૂન્ય એક જુની હસ્તિશાળાને સળગાવી, અને પછી પોતે પણ ભગવન્તને વન્દન કરવા ચાલ્યો. અન્તઃપુરને સળગાવવાની આજ્ઞા આપીને શ્રેણિકરાજા ભગવન્ત પાસે આવ્યા, ત્યાં આવીને ભગવન્તને વંદન કરી પૂછયું.' - “ભગવન્! ચલ્લણા એક પતિવાળી છે, કે અનેક પતિવાળી છે ?' ભગવત્તે કહ્યું, “રાજા ! ચલ્લણા એક પતિવાળી છે,' ભગવન્તના વચનથી રાજાનો સંદેહ દૂર થયો અને ક્રોધ શમી ગયો, તેથી સત્વર ત્યાંથી પાછા ફરીને અભયકુમારને કરેલી આજ્ઞાનો નિષેધ કરવા રાજમહેલ તરફ આવવા લાગ્યા. માર્ગમાં જ અભયકુમાર સામા મળ્યા, એટલે રાજાએ પૂછ્યું, “કેમ અભય ! અન્તઃપુર સળગાવ્યું ?' કુમારે કહ્યું “હા, સળગાવ્યું. આથી ક્રોધાયમાન થએલા રાજાએ કહ્યું, “અરે મૂર્ખ ! વિચાર કર્યા વિના તે એમ કર્યું, તો તું પણ તેમાં પેશીને કેમ સળગી મૂઓ નહિ ?' કુમારે કહ્યું ‘મહારાજ ! હું અગ્નિમાં શા માટે પ્રવેશ કરૂં ? આપની આજ્ઞા મુજબ કર્યું. એમાં મારો શો દોષ છે? છતાં આપને મારાથી ખેદ થાય છે, તો હવે હું આપને મુખ નહિ બતાવું, ભગવન્ત પાસે જઈ વ્રત ગ્રહણ કરીશ.' એમ કહીને અભયકુમારે ભગવન્ત પાસે જઈ દીક્ષા ગ્રહણ કરી. આ ઉદાહરણમાં સુશીલ ચેલ્લાણાને દુઃશીલ માનનાર રાજાએ પ્રથમ ભાવનો અનનુયોગ થયો, અને પછી યથાર્થ જાણવાથી ભાવનો અનુયોગ થયો. આ પ્રમાણે નિક્ષેપ અને ઉદાહરણ સહિત અનુયોગ અને અનનુયોગ કહ્યો. ૧૪૧૮. હવે ભાષ્યકાર મહારાજ નિયોગનું સ્વરૂપ કહે છે. नियओ व निच्छिओ वा, हिओ व जोगो मओ निओगोत्ति । नेओ सभेअ-लक्खण-सोदाहरणोडणओगो व्व ॥१४१९॥ સૂત્રનો અભિધેયની સાથે, જે નિયત-નિશ્ચિત-હિતકારી અનુકૂળ યોગ એટલે સંબંધ, તે નિયોગ કહેવાય છે. તે નિયોગના ભેદ-લક્ષણ અને ઉદાહરણ અનુયોગની પેઠે જાણવાં. ૧૪૧૯. ભાષાનું સ્વરૂપ કહે છે. भासा वत्ता वाया, सुयवत्तीभावमेत्तयं सा य । सुयभावमित्तयं जह, सामइयमिहेवमाईयं ॥१४२०॥ ૬૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy