SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર. ભાવ અનુયોગ અનનુયોગનાં ઉદાહરણ. [૫૧૧ હવે કરેલી પ્રતિજ્ઞાનો નિર્વાહ કેવી રીતે થશે? ઈત્યાદિ વિચાર કરીને તેણે પ્રદ્યુમ્નકુમાર પાસેથી પ્રજ્ઞપ્તિનામની વિદ્યા માંગી, પછી જે દિવસે કમળામેળાના લગ્ન થવાનાં હતાં, તે દિવસે બીજા યાદવકુમારો સાથે મળીને તેણે નગર બહારના ઉદ્યાનથી માંડીને કમળામેળાના પિતાના ગૃહ પર્યત લાંબી સુરંગ કરાવી, અને તે વાટે કન્યાને લઈને બહારના ઉદ્યાનમાં આવ્યો, ત્યાં નારદમુનિને સાક્ષી કરીને સાગરચન્દ્ર સાથે કમળામેળાનું પાણી ગ્રહણ કરાવ્યું. તે પછી પ્રજ્ઞપ્તિવિદ્યાના પ્રભાવથી તે સર્વ વિદ્યાધરોનું રૂપ કરીને ઉદ્યાનમાં ક્રીડા કરવા લાગ્યા. શાંબકુમારે જે વખતે કમળામેળાનું મહેલમાંથી હરણ કર્યું ત્યારે ત્યાં વિદ્યાના જોરથી બનાવટી કમળામેળાને રાખી હતી, તે તેની સાથે વિવાહની વિધિ ચાલ હતી તે વખતમાં તે વિદ્યા૩૫ એકદમ હાંસી કરીને લોપ થઈ ગયું, પછી તપાસ કરતાં ચી કમળામેળાને અને બધાને ક્રીડા કરતા જોયા. તે વાતની તે કન્યાના સંબંધિઓને ખબર આપી, તેમણે પણ તે વાત વાસુદેવને કહી કે ‘વિદ્યાધરોએ કમળામેલાનું હરણ કરીને પાણીગ્રહણ કર્યું છે.' કન્યાના સાસરીઆ પક્ષના લોકોએ પણ શોધતાં વિદ્યાધરના રૂપવાલી એને ના પરણવાના વિચાર કરનારી તે કન્યાને જાણી. આ વાત સાંભળી કૃષ્ણ વાસુદેવ વિદ્યાધરોપર ક્રોધાયમાન થઈને સૈન્ય સહિત તેઓને શિક્ષા કરવા નગરની બહાર આવ્યા. બન્ને પક્ષ વચ્ચે ઘોર સંગ્રામ શરૂ થયો. તે વખતે શાંબકુમાર વૈક્રિયરૂપ તજીને પિતા પાસે આવી તેમના ચરણમાં પડ્યો અને કહ્યું કે કન્યા આપઘાત કરતી હતી, તેને અમોએ બચાવીને આ લગ્ન કર્યું છે, એમ જણાવ્યું એટલે સંગ્રામ બંધ રહ્યો. પછી કમળામેળાના પહેલાના સંબંધી નભસેન તથા તેના પિતા વગેરેને સમજાવી, તે કન્યા સાગરચન્દ્રને જ આપી, કેમકે તેનું તેની સાથે પાણી ગ્રહણ થઈ ગયું હતું, એટલે બીજો કોઈ ઉપાય નહતો. પછી સર્વ પોતપોતાને સ્થાને ગયા. આ ઉદાહરણમાં શાંબકુમારને જે કમળામેળા માની, તે સાગરચંદ્રને ભાવનો અનનુયોગ થયો, અને પછી યથાર્થપણે શાંબુકમાર જાણ્યો, ત્યારે તેને ભાવનો અનુયોગ થયો. છૐ શાંબકુમારનું ઉદાહરણ આ પ્રમાણે - જાંબુવતી, કૃષ્ણ વાસુદેવ પાસેથી તેમજ બીજાજનો પાસેથી ઘણીવાર એવું સાંભળતી કે ‘દેવી ! તમારો પુત્ર શાંબકુમાર દુર્ગુણોનું મંદિર છે.' પણ માતાને પુત્રના દોષ જણાતા નથી. એથી જાંબુવતી પોતાના કુમારનો વાંક માનતી નહોતી, છતાં ઘણીવાર કુમાર તરફની ફરીઆદો જયારે આવી, ત્યારે તેણીએ કૃષ્ણમહારાજને કહ્યું કે “મહારાજ ! સર્વ લોકો અને આપ પણ મારા પુત્રના દોષો કહો છો, પરંતુ મારી દૃષ્ટિમાં તેનો એક પણ દોષ હજી સુધી જણાતો નથી.' તેના ઉત્તરમાં કૃષ્ણમહારાજે કહ્યું, ‘દેવી ! તમે તેના દોષ નથી જોયા, તો આજે મારી સાથે ચાલો, હું તમને તેના દોષો જણાવું. એમ કહીને જાંબુવતીને ઉત્કૃષ્ટ સૌન્દર્ય અને લાવણ્યવતી ભરવાડણનું રૂપ ધારણ કરાવ્યું, અને પોતે ભરવાડનું રૂપ લીધું. આ પ્રમાણે વેશ ધારણ કરીને નગર બહારથી બન્ને જણા નગરમાં દાખલ થયા. દહીંનું ગોરસ માથે ધરીને આગળ વેશધારી આભીરણ ચાલવા લાગી, પાછળ હાથમાં લાંબી લાકડી લઈને વેશધારી આભિર ચાલવા લાગ્યો. અહિલાવણ્યવતી આભિરણને દહીં વેચવા આવેલી જોઈને શાંબે કહ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy