SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ક્ષપક શ્રેણિનું સ્વરૂપ. [૪૭૫ જ વખતમાં મૃત્યુ પમાડે છે. અને એજ રીતે થોડો પણ અગ્નિ માર્ગ આદિમાં પડ્યો હોય, તો તે ઘાસ આદિને લાગવાથી અનુક્રમે લાતો લાતો આજુબાજુના સર્વ ગામ-નગર આદિનો નાશ કરે છે. તેમ અલ્પાવશેષ કષાયો પણ કોઈક નિમિત્તથી વૃદ્ધિ પામીને અનન્ત સંસાર પમાડે છે. ૧૩૧૧. હવે આગળની નિયુક્તિ ગાથાનો સંબંધ જોડવાને માટે કહે છે - ओवसमं सामाइयमुइयं खाइयमओ पवक्खामि । सुहुममहक्खायपि य, खयसेढिसमुभवं तं च ॥१३१२॥ એ પ્રમાણે ઉપશમ સામાયિક ચારિત્ર કહ્યું, હવે ક્ષાયિક સામાયિક ચારિત્ર કહીશું, અથવા સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત ચારિત્ર ઉપશમ શ્રેણિની અપેક્ષાએ કહ્યાં, હવે તે ક્ષેપક શ્રેણિની અપેક્ષાએ કહીશું. ૧૩૧૨. (૨૭) ૩-મિચ્છ-મીસ-સન્મ, મારું નવુંસિ-ત્વિવેચ-છ ૨ | पुमवेयं च खवेइ, कोहाईए य संजलणे ॥१३१३।। અનન્તાનુબન્ધી ક્રોધાદિ કષાય-મિથ્યાત્વમોહનીય-મિશ્રમોહનીય, સમ્યકત્વમોહનીય-(બીજાત્રીજા મળી) આઠ કષાય-નપુંસકવેદ-સ્ત્રીવેદ-હાસ્યાદિ છ પુરૂષવેદ અને સંજવલન ક્રોધાદિ અનુક્રમે અન્તર્મુહૂર્ત-અન્તર્મુહૂર્ત ક્ષય કરે. ૧૩૧૩. ક્ષપકશ્રેણિ માંડનાર ઉત્તમ સંઘયણવાળો, અવિરતિ-દેશવિરતિ-પ્રમત્ત-ને અપ્રમત્ત ગુણસ્થાનમાંથી કોઈ પણ ગુણસ્થાનકે વર્તનારો, અને વિશુદ્ધપરિણામવાળો હોય, તેમાં જો અપ્રમત્ત એવો સાધુ જો પૂર્વધર હોય, તો તે શુકુલધ્યાને પણ આ ક્ષપકશ્રેણિને શરૂ કરે, અને એ સિવાયના અવિરત આદિ કોઈ હોય તો ધર્મધ્યાને આ શ્રેણિ શરૂ કરે. તે ક્ષપકશ્રેણિનો ક્રમ આ પ્રમાણે છે. પ્રથમ અન્તર્મુહૂર્તે અનન્તાનુબંધી ક્રોધાદિ ચારેનો એકી સાથે ક્ષય કરે, અને તેનો અનંતમો ભાગ મિથ્યાત્વમાં નાંખીને તે પછી મિથ્યાત્વની સાથે એ અંશ ખપાવે. જેમ અતિશય સળગેલો દાવાગ્નિ અર્ધ બળેલાં કાષ્ઠની સાથે બીજા કાષ્ઠને પામીને બન્નેને ભસ્મ કરી નાંખે છે, તેમ ક્ષપક પણ તીવ્ર શુભપરિણામથી નહિ, ખપાવેલ અન્ય અંશ અન્યમાં નાંખીને તે સાથે તેને પણ ખપાવે છે. તે પછી સમ્ય-મિથ્યાત્વ (મિશ્ર) ખપાવીને સમ્યક્ત્વ મોહનીયનો ક્ષય કરે છે. અહીં જો બદ્ધાયુ કોઈ હોય તે શ્રેણિ અંગીકાર કરે, તો તે અનન્તાનુબંધીનો ક્ષય કરીને વિરામ પામે છે, તે પછી કદાચિત્ મિથ્યાત્વના ઉદયથી પુનઃ અનન્તાનુબન્ધી ચતુષ્ક બાંધે છે, પણ જેણે મિથ્યાત્વનો ક્ષય કર્યો હોય, તે તો તે અનન્તાનુબંધિનો બંધ નથી કરતો, કેમ કે તેનો બંધ થવામાં મિથ્યાત્વજ હેતુભૂત છે, એ અનન્તાનુબંધી કષાયનો ક્ષય કરીને અપતિત શુભ પરિણામે જો મરણ પામે, તો તે દેવલોકમાં જ ઉત્પન્ન થાય, દર્શનસપ્તકનો ક્ષય કરીને મરણ પામે, તો પણ એમ જ સમજવું. પણ જો પતિત પરિણામી થઈને પછી મરણ પામે, તો ગમે તે ગતિમાં જાય, એ માટે નિયમ નથી. - જો બાયુ આ શ્રેણિ પામે તો તે સમસ્ત દર્શનસપ્તક ક્ષય કરીને અવશ્ય વિરામ પામે, અને તેથી જે ગતિનું આયુષ્ય બાંધ્યું હોય, ત્યાં ઉત્પન્ન થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy