SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૮] રાત્રિભોજન વિરતિ મૂળ અને ઉત્તર ગુણરૂપ છે. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ ૧ સમ્યક્ત્વ સહિત મહાવ્રતો અને અણુવ્રતો તે મૂળગુણો છે, કેમ કે તે શેષ ઉત્તરગુણોના આધારભૂત હોવાથી મૂળ રૂપ છે. તથા એ મૂળગુણોનો ઘાત કરનારા એ પ્રથમના બાર કષાયો છે. ૧૨૩૯ રાત્રિભોજનને મૂળગુણ કેમ ન કહેવાય ? निसिभत्तविरमणं पि हु, नणु मूलगुणो कहं न गहियं तं ? । वयधारिणो च्चिय तयं, मूलगुणो सेसयस्सियरो ॥१२४०॥ आहारविरमणाओ, तवो ब्व तव एव वा जओऽणसणं । अहव महव्वयंसरक्खणत्तणाओ समिईउ व्ब ॥१२४१॥ રાત્રિભોજન વિરમણને પણ મૂળગુણરૂપે કેમ ન કહ્યું? ઉત્તર-વ્રતધારી સંયમીને તે મૂળગુણ છે, અને શેષ દેશવિરતિને ઉત્તરગુણરૂપ છે. અથવા તપની પેઠે આહારવિરમણ રૂપ હોવાથી એ ઉત્તર ગુણ છે. અથવા અશન ત્યાગરૂપ હોવાથી તે તપ જ છે. (અને તપ તો ઉત્તર ગુણ જ છે.) અથવા તે સમિતિની પેઠે મહાવ્રતનું રક્ષણ કરનાર હોવાથી ઉત્તર ગુણ છે. ૧૨૪૦-૧૨૪૧. એ યુક્તિથી તો વ્રતધારીને રાત્રિભોજન મૂળગુણ ન થાય? તેનો ઉત્તર આચાર્યશ્રી કહે तेहवि तयं मूलगुणो, भण्णइ मूलगुणपालयं जम्हा । मूलगुणग्गहणम्मि य, तं गहियं उत्तरगुण ब्व ॥१२४२।। जम्हा मूलगुण च्चिय, न होंति तब्बिरहियस्स पडिपुन्ना । तो मूलगुणग्गहणे, तग्गहणमिहऽत्थओ नेयं ॥१२४३॥ તોપણ તે રાત્રિભોજન વિરમણ નામનું છઠું વ્રત મૂળગુણને પાળનાર હોવાથી મૂળ ગુણ કહેવાય છે. અને તેથી મૂળગુણને ગ્રહણ કરવાથી ઉત્તરગુણની પેઠે તેનું પણ ગ્રહણ કર્યું સમજવું. કારણ કે રાત્રિ ભોજન વિરમણ વિના મહાવ્રતાદિ મૂળગુણો પરિપૂર્ણ નથી થતા, માટે મૂળગુણ કહેવાથી તે પણ કહ્યું છે, એમ અર્થથી જાણી લેવું. ૧૨૪૨-૧૨૪૩. રાત્રિભોજન વિરમણ સિવાય મહાવ્રતાદિ મૂળગુણો, પરિપૂર્ણ થતા નથી, કેમ કે રાત્રિભોજન વિરમણ ન હોય, તો રાત્રિએ ભોજન માટે ભિક્ષાર્થે પર્યટન કરવું પડે, અને તેથી અગ્નિ-પ્રદીપ વિગેરેનો સ્પર્શ થાય, અને તેથી પશ્ચાતકર્માદિ અનેષણા દોષયુક્ત આહાર ગ્રહણ કરવાથી પ્રાણાતિપાત વિરમણ વ્રતનો ભંગ થાય, વળી અંધકારના બળે પડેલું સુવર્ણ આદિ દ્રવ્ય લેવાની ઈચ્છા થાય, સ્ત્રી સંભોગની પણ સંભાવના થાય, ઈત્યાદિ કારણોથી બીજા વ્રતોનો પણ લોપ થાય, માટે રાત્રિભોજન વિરમણ સિવાય પ્રાણાતિપાત વિરતિ આદિ મૂળગુણો સંભવે જ નહિ. આ પ્રમાણે રાત્રિભોજન વિરમણ નામનું વ્રત મહાવ્રતોને અત્યંત ઉપકારી હોવાથી મહાવ્રતો કહેવાથી, તે પણ કહ્યું છે, એમ સમજી લેવું. ૧૨૪૨-૧૨૪૩. ' અહીં શિષ્ય પુનઃ પૂછે છે કે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy