SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] ભાવતીર્થના પ્રકાર. [૪૦૯ જૈન તીર્થ સિવાયના અન્ય તીર્થ એ પ્રમાણે ઇચ્છિત અર્થ સાધક નથી તે માટે કહે છે. नाभिप्पेयफलाइं, तयंगवियलत्तओ कुतित्थाई । वियलनयत्तणओचिय, विफलाई वियलकिरिय ब्व ॥१०३९॥ ઇચ્છિત અર્થને સાધક એવા કારણોથી રહિત હોવાથી, અન્ય તીર્થો ઈષ્ટાર્થસાધક નથી. વળી સર્વનયરહિત હોવાથી અધુરી ક્રિયાની પેઠે એ તીર્થો ફળ રહિત પણ છે. ૧૦૩૯. - બૌદ્ધાદિ પ્રણીત અન્યતીર્થો ઇચ્છિત ફળ સાધતા નથી, કેમકે તે સમ્યજ્ઞાનાદિ કારણ રહિત છે. વળી તે સંપૂર્ણ નવરહિત છે, તેથી પણ ફળરહિત છે. કારણ કે એકેકાંશગ્રાહી સર્વ નયો મળવાથીજ- તે વડે સંપૂર્ણ અનન્ત ધર્માત્મક વસ્તુનો નિશ્ચય થાય છે, એ બૌદ્ધાદિ પ્રણીત તીર્થો તો એક યા બે નયાવલંબી હોવાથી સમગ્ર નાભિપ્રાય રહિત છે, તેથી તે સંપૂર્ણ ઇષ્ટ ફળ સાધતા નથી. જેમ કોઈ વૈદને રોગીનો રોગ દૂર કરવાને માટે જે યથાર્થ ક્રિયા કરવાની હોય, તે ક્રિયા અધુરી હોય તો સંપૂર્ણ ઇચ્છિત ફળ સાધક નથી થતી, તેમ આ અન્ય તીર્થો પણ ઇષ્ટાર્થ સાધક થતા નથી, એવી રીતે દ્રવ્યભાવ તીર્થ કહ્યાં. ૧૦૩૯. હવે બીજી રીતે દ્રવ્ય અને ભાવતીર્થનું સ્વરૂપ કહે છે. अहव सुहोत्तारुत्तारणाइ, दब्बे चउब्विहं तित्थं । एवं चिय भावम्मिवि, तत्थाइमयं सरक्खाणं ॥१०४०॥ तच्चण्णियाण बितियं, विसयसुहकुसत्यभावणाधणियं । तइयं च बोडियाणं, चरिमं जइणं सिवफलं तु ॥१०४१॥ અથવા સુખાવતાર અને સુખોત્તાર આદિ ચાર પ્રકારે દ્રવ્યતીર્થ છે. એજ પ્રમાણે ભાવતીર્થ પણ ચાર પ્રકારે છે. તેમાં પ્રથમ પ્રકારનું તીર્થ શૈવમતવાળાનું. વિષયસુખ યુક્ત તે કુશાસ્ત્રની ભાવનાવાળું હોવાથી, બીજા પ્રકારનું તીર્થ બૌધમતવાળાનું. ત્રીજા પ્રકારનું તીર્થ દિગમ્બરોનું. અને ચોથા પ્રકારનું તીર્થ મોક્ષ ફળ આપનાર (શ્વેતામ્બર) જૈનોનું છે. ૧૦૪૦-૧૦૪૧. દ્રવ્ય તીર્થ ચાર પ્રકારે છે, પ્રથમ જે તીર્થમાં સુખે ઉતરી શકાય અને સુખે પાર પામી શકાય, તે પહેલો પ્રકાર. જે તીર્થમાં સુખે ઉતરી શકાય અને દુઃખે તરી શકાય, તે બીજો પ્રકાર. જે તીર્થમાં દુઃખે ઉતરી શકાય અને સુખે તરી શકાય તે ત્રીજો પ્રકાર. અને જે તીર્થમાં દુ:ખે ઉતરી શકાય અને દુઃખે તરી શકાય તે ચોથો પ્રકાર. આજ પ્રમાણે ભાવતીર્થમાં પણ ચાર પ્રકાર છે, જેમકે જે તીર્થ-દર્શનમાં જીવો સુખે પ્રવેશ કરે અને સુખે નીકળી શકે-મૂકી શકે, તે પહેલો પ્રકાર. આજ પ્રમાણે બાકીના ત્રણ પ્રકારમાં પણ યથાયોગ્ય સમજી લેવું. ૧. ઉપરોક્ત ભાવતીર્થના ચાર પ્રકારમાંનો પહેલો પ્રકાર શૈવદર્શન વાળાનો જાણવો. કેમકે રાગ-દ્વેષ-કષાય-ઈન્દ્રિય-પરિસહ-ઉપસર્ગ- મન-વચન-અને કાયા વિગેરેનો જય કરવા રૂપ દુષ્કર - પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy