SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર પ્રશસ્ત ભાવોપક્રમ. [૩૭૯ હકીકત કહી, આથી રાજાએ વિચાર્યું કે અહો ! બીજાના મનનો અભિપ્રાય જાણવામાં આ પ્રધાન કેવો કુશળ છે, એમ વિચારી પ્રસન્ન થઈને પ્રધાનના પગારમાં વધારો કરી આપી તથા બીજી પણ ઘણી મહેરબાની કરી. આ પ્રમાણે બીજા પણ આવા ભાવોપક્રમો પોતાની બુદ્ધિથી વિચારી લેવા. પરંતુ તેનું ફળ સંસાર હોવાથી અપ્રશસ્ત છે. ૦૨૮. सीसो गुरुणो भावं, जमुवक्कमए सुयं पसत्थमणो । सहियत्थं स पसत्थो, इह भावोवक्कमोऽहिगओ ॥९२९॥ શાસ્ત્ર ભણવું આદિ પોતાના હિત માટે જે શિષ્ય ગુરૂના શુભ ભાવને જાણે, તે પ્રશસ્ત ભાવોપક્રમ છે, અને અહીં આ પ્રશસ્ત ભાવપક્રમનોજ અધિકાર છે. ૯૨૯. અહીં શિષ્ય પૂછે છે કે को वखाणावसरे, गुरुचित्तोवक्कमाहिगारोऽयं ? । भण्णइ वक्खाणंगं, गुरुचित्तोवक्कमो पढमं ॥९३०॥ गुरुचित्तायत्ताइं, वखाणंगाई जेण सव्वाइं। तो जेण सुप्पसन्नं होइ तयं तं तहा कज्जं ॥९३१॥ અહીં આવશ્યકાનુયોગનો (આવશ્યકના વ્યાખ્યાનનો) અવસર છે, તેમાં ગુરૂના ચિત્તના ઉપક્રમ (ગુરૂના ભાવ જાણવા)નો અપ્રસ્તુત અધિકાર કેમ કહો છો ? ઉત્તરમાં કહે છે કે જે ચિત્તોપક્રમ છે, એ વ્યાખ્યાનનું પ્રથમ અંગ છે (કારણ છે.) કારણ વિના કાર્ય હોતું નથી, માટે ચાલતી બાબતમાં તે અધિકારનું કહેવું કાંઈ અપ્રસ્તુત નથી, માત્ર ગુરૂચિત્તાપક્રમ વ્યાખ્યાનનું પ્રથમ અંગ છે, એટલું જ નહીં પરન્તુ શાસ્ત્રાદિનાં ઉપક્ર-પુસ્તક-ઉપાશ્રય-આહાર-વસ્ત્ર-પાત્ર વિગેરે સહાયક કારણો પણ વ્યાખ્યાનના જે અંગો છે, તે સર્વ ગુરૂની પ્રસન્નતાને આધીન છે; તેથી જેમ ગુરૂ પ્રસન્ન થાય તેમ શિષ્ય કરવું જોઈએ. ૯૩૦-૯૩૧. ગુરૂનું ચિત્ત પ્રસન્ન કરવાનો ઉપાય કહે છે. जो जेण पगारेणं तूसइ करण-विणया-ऽणुवत्तीहिं । आराहणाय मग्गो सो, च्चिय अव्वाहओ तस्स ॥९३२।। आगारिंगियकुसलं, जइ सेयं वायसं वए पुज्जा । તવિ ય સિન વિશે, વિરમ ર ારાં પુષ્ઠ રૂરી निवपुच्छिएण भणिओ, गुरुणा गंगा कओमुही वहइ । संपाइयवं सीसो, जह तह सव्वत्थ कायव्वं ।।९३४॥ ગુરૂ મહારાજ જે પ્રકારે વિનય-અનુવૃત્તિ આદિવડે પ્રસન્ન થાય, તેમ શિષ્ય કરવું જોઇએ, કારણ કે શિષ્યને તેજ ગુરૂઆરાધનાનો નિર્વિન માર્ગ છે. આકાર ને ઇંગિતમાં કુશળ એવા શિષ્યને જો ગુરૂ મહારાજ “કાગડો સફેદ છે” એમ કહે, તો પણ તેમનું તે કથન મિથ્યા ન કરે, પરંતુ એકાન્તમાં તેનું કારણ પૂછે. રાજાના કહેવાથી ગુરૂએ શિષ્યને કહ્યું કે “ગંગા કયા મુખે વહે છે ?” શિષ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy