SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬] દ્રવ્ય ઉપક્રમ અને ક્ષેત્ર ઉપક્રમ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ - ક્રિયાવડે વસ્તુઓના ગુણવિશેષનો પરિણામ તે પરિકર્મ; અને વસ્તુનો અભાવ થાય તે વિનાશ કહેવાય. એ પ્રમાણે દ્રવ્યાદિનો ઉપક્રમ યથાયોગ્ય જાણવો. ૯૨૩. ક્રિયાવિશેષથી વસ્તુઓના ગુણવિશેષનો પરિણામ તે પરિકર્મ કહેવાય છે. જેમકે ઘીરસાયણાદિના ઉપયોગથી સ્નેહ-મર્દનઆદિ ક્રિયા વડે પુરૂષાદિના ઉત્તમ વર્ણ-બળ યુવાવસ્થા થવી વિગેરે. જેમ કર્ણ-સ્કંધઆદિની વૃદ્ધિ થાય છે એ પ્રમાણે ક્રિયા વિશેષથી પુરૂષાદિ વસ્તુને બળયૌવનાદિરૂપ ગુણ પરિણામ પામે છે. કેટલાકના મતે શાસ્ત્ર શિલ્પ ગન્ધર્વ-નૃત્ય આદિ કળા પ્રાપ્ત કરવી તે દ્રવ્યઉપક્રમ છે, પણ એ શાસ્ત્રાદિ વિજ્ઞાન વિશેષને ગ્રહણ કરવા રૂપ હોવાથી, ભાવઉપક્રમમાં તેનો સમાવેશ થાય, પરંતુ જો આત્મદ્રવ્યના સંસ્કારની અપેક્ષાએ તેને દ્રવ્યઉપક્રમ કહીએ તો કંઈ વિરોધ નથી. એજ પ્રમાણે શુકસારિકા વિગેરે દ્વિપદાદિને શિક્ષાવડે ગુણપ્રાપ્તિ કરવામાં જે દ્રવ્યઉપક્રમ તે સચિત્તનો પરિકર્મથી ઉપક્રમ જાણવો. વસ્તુનો નાશ થએથી વિનાશઉપક્રમ કહેવાય છે, જેમકે કાળાન્તરે પુરૂષાદિનો નાશ થવાનો હોય, પણ તે પુરૂષાદિ વસ્તુનો તલવાર આદિ વડે હમણાંજ નાશ કરવો, તે વિનાશઉપક્રમ કહેવાય. એજ પ્રમાણે હસ્તિ-અશ્વઆદિ ચાર પગવાળા અને દાડિમ-આમ અને કોઠ વિગેરે પગવિનાના જીવોનો પરિકર્મથી અને વિનાશથી જે ઉપક્રમ તે પણ સચિન્દ્રવ્યઉપક્રમ સમજી લેવો, તથા મણિ મોતી-વસ્ત્ર વિગેરે અગ્નિનું દ્રવ્યનો ખાર-માટી પુટપાક આદિ વડે પરિકર્મરૂપી ઉપકર્મ અને ઘણ આદિ વડે ટીપવાથી નાશરૂપી ઉપક્રમ જાણવો. તેમજ વસ્ત્ર અલંકારાદિ યુક્ત દ્વિપદાદિ મિશ્ર દ્રવ્યનો પણ એજ પ્રમાણે પરિકર્મ અને વિનાશથી ઉપક્રમ જાણવો. જેમ દ્રવ્યનો ઉપક્રમ કહ્યો, તેવીજ રીતે કાળ અને ક્ષેત્રનો ઉપક્રમ પણ સમજવો. તે અનુક્રમે આગળજ કહેવાશે. ૯૨૩. અહીં શિષ્ય શંકા કરે છે અને ગુરૂ તેનું સમાધાન કરે છે કે – खेत्तमरूव निच्चं, न तस्स, परिकम्मणा न य विणासो। - ઉમાદેતિવાડ, રાજ- રિસીયારોડલ્ય ૨૪ો. ક્ષેત્ર અમૂર્તિ અને નિત્ય હોવાથી તેનો પરિકર્મ અને વિનાશ થઈ શકે નહિ, (ઉત્તર) એ પરિકર્મ - અને વિનાશ (ક્ષેત્રના) આધેયગત દ્રવ્યમાં થતો હોવાથી તે ક્ષેત્રમાં ઉપચાર કરાય છે. ૯૨૪. આધેય દ્વારા પણ તે કેવી રીતે થઈ શકે ? તે માટે કહે છે કે नावाए उवक्कमणं, हल-कुलियाईहिं वावि खेत्तस्स । संमज्जभूमिकम्मे, पंथतलागाइयाणं च ॥९२५।। જળના આધારભૂત ક્ષેત્રનો વહાણ આદિ વડે ઉપક્રમ કરાય છે, અને ભૂમિના આધારભૂત ક્ષેત્રનો હળ-કુલિકા આદિ વડે પરિકર્મરૂપ ઉપક્રમ થાય છે. એ જ પ્રમાણે સંમાર્જનભૂમિકર્મ-અને માર્ગમાં તળાવ આદિ કરવા વડે ક્ષેત્રનો પરિકર્મઉપક્રમ થાય છે, તેમજ હસ્તિ બાંધવા આદિ વડે ક્ષેત્રનો વિનાશઉપક્રમ થાય છે. ૯૨૫. હવે કાળઉપક્રમ કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy