SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪] નોઆગમ ભાવ શ્રુતમાં નો શબ્દનો અર્થ [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૧ (નોશબ્દ) સર્વ નિષેધાર્થમાં ગ્રહણ કરતાં દોષ આવે છે. (કેમકે) તેથી સર્વ શ્રુત અનાગમરૂપ થાય. અથવા અનાગમથી શ્રત સિવાયના (મતિઆદિ જ્ઞાનો) અનાગમરૂપ થાય. ૮૮૫. જો નો શબ્દને સર્વનિષેધાર્થમાં ગ્રહણ કરીએ તો જે ભાવશ્રુત હોય, તે સર્વ અનાગમ રૂપ થાય, એમ માનવું પડે પરંતુ એ તો અયોગ્ય છે, કારણ કે શ્રુત તો આગમરૂપે પ્રસિદ્ધ છે. અથવા સર્વનિષેધાર્થમાં નોશબ્દ માનવાથી શ્રુત વિનાના મતિઆદિ ચાર જ્ઞાનો જે ભાવ અનાગમરૂપ છે, તે ભાવશ્રુત થાય, એટલે કે એ ચાર જ્ઞાનો શ્રુતરૂપ નહિ હોવા છતાં પણ, તેમને શ્રતપણાનો પ્રસંગ પ્રાપ્ત થાય. ૮૮૫. • નોશબ્દને દેશનિષેધાર્થમાં ગ્રહણ કરીએ તો પણ દોષ આવે છે. देसनिसेहे सयलं, नोआगमओ सुयं न पावेज्जा । भिन्नपि व तं देसो, चरणाईणं पसज्जेज्जा ॥८८६॥ (નોશબ્દને) દેશ નિષેધાર્થમાં લઈએ, તો સર્વ શ્રુત નોઆગમથી ભાવકૃત ન થાય; અથવા વિવક્ષાથી ભિન્ન ગણેલું એવું પણ એ ભાવઠુત ચારિત્ર આદિનો એક દેશ થાય. ૮૮૬. અથવા જો નોશબ્દને દેશ નિષેધાર્થમાં ગ્રહણ કરીએ, તો આચારાંગ આદિ સમસ્ત શ્રુત નોઆગમથી ભાવસૃત ન ગણાય; પરંતુ તેનો કેટલોક ભાગજ નોઆગમથી ભાવશ્રુત ગણાય. અને નોઆગમથી ભાવકૃત તો એ સર્વશ્રુતને કહ્યું છે. કેમ કે સમસ્ત દ્વાદશાંગી જ્ઞાન-દર્શન ચારિત્રના પર્યાયના પિંડાત્મક છતાં, સિદ્ધાંતમાં નોઆગમથી ભાવકૃતપણે પ્રસિદ્ધ છે. એ નોશબ્દને મિશ્રવાચક માનીએ તો ઘટે છે. અથવા નોશબ્દને દેશનિષેધાર્થમાં લઈએ, તો ભાવહ્યુત ભિન્ન છતાં પણ, ચારિત્રાદિનો એક ભાગ ગણાય, અને એ તો ચારિત્રાદિની સાથે અભિન્ન દેશવાળું કહેવાય છે. એમ ન કહીએ તો ઘાë ઝન પિરસવની પેઠે સંકર એકત્વાદિ દોષોનો પ્રસંગ થાય. માટે નો શબ્દ દેશનિષેધાર્થમાં પણ ન ગ્રહણ કરતાં મિશ્રવચનમાંજ ગ્રહણ કરવો. જેથી ઉપરોક્ત દૂષણો ન આવે. ૮૮૬. વળી નો શબ્દને દેશનિષેધાર્થમાં માનતાં બીજો પણ દોષ આવે છે, તે કહે છે. होज्ज व नोआगमओ, सुओवउत्तोऽवि जं स देसम्मि । उवज्जुज्जइ न उ सब्बे, तेणायं मीसभावम्मि ॥८८७॥ અથવા હૃતોપયોગી પણ નોઆગમથી ભાવશ્રુત થાય, કેમકે તે ઉપયોગ શ્રુતના એક દેશમાં જ ઘટે છે, સર્વશ્રુતમાં નહિ. તેથી નોશબ્દ મિશ્રભાવમાં જ ગ્રહણ કરવો. ૮૮૭. વળી નોશબ્દને એક દેશાર્થમાં ગ્રહણ કરવામાં આવે, તો પહેલાં જે શ્રતોપયોગીને આગમથી ભાવશ્રુત કહેલ છે, તે પણ નોઆગમથી ભાવશ્રુત થાય, કારણ કે એ મૃતોપયોગ શ્રતના એક દેશમાં જ ઘટે, પણ સર્વ શ્રુતમાં ન ઘટે. કેમકે સર્વશ્રત તો અનન્ત એવા અભિલાય અર્થના વિષયવાળું હોવાથી સર્વશ્રતમાં એક વખતે ઉપયોગ ન ઘટે. માટે નો શબ્દને એક દેશવચનમાં માનવાથી એ શ્રુતોપયોગી પુરૂષ નોઆગમથી ભાવશ્રુત થાય, અને એમ થવાથી આગમથી અને નોઆગમથી ભાવસૃતનો તફાવત નાશ પામે. માટે નોશબ્દને એક દેશવચનમાં ન માનતાં મિશ્રભાવમાં જ ગ્રહણ કરવો યોગ્ય છે. ૮૮૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy