SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] નોઆગમથી દ્રવ્યાવશ્યક. [૩૫૭ (ન્યૂનાધિક અક્ષરથી) સૂત્રનો ભેદ થાય, અને સૂત્રના ભેદથી અર્થમાં વિસંવાદ થાય, અને તેથી ચારિત્રનો ભેદ થાય, ચારિત્રના ભેદથી મોક્ષનો અભાવ થાય, અને મોક્ષના અભાવે દીક્ષા નિષ્ફળ થાય. ૮૬૬. આ પ્રમાણે આગમથી દ્રવ્યાવશ્યક કહ્યું, હવે નોઆગમથી દ્રવ્યાવશ્યક કહે છે. नोआगमो जाणय- भव्वसरीरा - ऽइरित्तमावासं । लोइय लोगुत्तरियं कुप्पावयणं जहा सुते ||८६७ ।। જ્ઞશરીર ભવ્યશરીર અને તે ઉભયથી વ્યતિરિક્ત, એમ નોઆગમથી-દ્રવ્યઆવશ્યક ત્રણ પ્રકારે છે, તેમાં ઉભય વ્યતિરિકત એવું નોઆગમથી દ્રવ્ય આવશ્યક લૌકિક, લોકોત્તર અને કુપ્રાવનિક એ ત્રણ પ્રકારે જેમ અનુયોગદ્વાર સૂત્રમાં કહ્યું છે તેમ જાણવું. ૮૬૭. જ્ઞશરીરદ્રવ્યઆવશ્યક, ભવ્યશરીર દ્રવ્યઆવશ્યક, અને તે ઉભયથી વ્યતિરિક્ત દ્રવ્યઆવશ્યક એમ નોઆગમથી દ્રવ્યઆવશ્યક ત્રણ પ્રકારે છે. જેણે પૂર્વે સારી રીતે આવશ્યક શીખેલું, સિદ્ધશિલાને વિષે પ્રાપ્ત થયેલું જીવે છોડી દીધેલું એવું મુનિનું જીવરહિત શરીર તે જ્ઞશરીરદ્રવ્યઆવશ્યક છે, કેમકે તે શરીરથી પૂર્વે ભાવઆવશ્યક અનુભવેલ છે. જે વ્યક્તિ ભવિષ્યમાં આવશ્યક જાણશે, પણ હમણાં વર્તમાનકાળે નથી જાણતી તે વ્યક્તિનું જીવવાળું દેવદત્તાદિકનું શરીર યોગ્યપણાથી ભવ્યશરીરદ્રવ્યઆવશ્યક છે, એ ઉભયથી વ્યતિરિક્ત નોઆગમથી દ્રવ્યઆવશ્યક ત્રણ પ્રકારે છે, એક લૌકિક, બીજું લોકોત્તર અને ત્રીજાં કુપ્રાવચનિક, તેમાં પ્રથમ રાજા વિગેરેનાં મુખ ધોવા આદિ જે અવશ્યનાં કાર્ય તે લૌકિક વ્યતિરિક્ત દ્રવ્યઆવશ્યક, અને જે સાધુઓના ગુણે રહિત, કેવળ વેશ માત્ર ધારણ કરી સાધુ જેવા જણાતા પગલે પગલે અનેક અસંયમ સ્થાનનું સેવન કરનારા, મુનિઓ વિગેરે સવાર-સાંજ પ્રતિક્રમણાદિ અવશ્ય કાર્યો કરે તે લોકોત્તર દ્રવ્યાવશ્યક તથા જે પાખંડીજનો ચામુંડા વિગેરે દેવતાના સ્થાનોમાં વિલેપનાદિ આવશ્યક કાર્યો કરે છે તે કુપ્રાવચિનક દ્રવ્યાવશ્યક છે. એ નોઆગમથી ઉભય વ્યતિરિક્ત દ્રવ્યઆવશ્યકના ત્રણ ભેદ જાણવા, તેમાં જે નો શબ્દ છે તે આગમના સર્વથા નિષેધ અર્થમાં સમજવો, કેમકે ઉપરોક્ત આવશ્યકમાં જરા પણ આગમ જ્ઞાન નથી. આ નોઆગમથી દ્રવ્ય આવશ્યકનું સ્વરૂપ ભેદપૂર્વક જેમ અનુયોગદ્વાર સૂત્રમાં કહ્યું છે તેમ સવિસ્તાર જાણી લેવું. ૮૬૭. ઉપર જે લોકોત્તર નોઆગમથી દ્રવ્ય આવશ્યક કહ્યું છે; તેમાં ઉદાહરણ કહે છે. लोउत्तरे अभिक्खणमासेवालोयओ उदाहरणं । स रयणदाहगवाणियनाएण जईहुवालद्धो ||८६८॥ લોકોત્તરમાં નોઆગમથી દ્રવ્ય આવશ્યકમાં નિરંતર દોષ સેવનાર અને આલોચના કરનાર સાધ્વાભાસનું દૃષ્ટાંત છે, તે સાધ્વાભાસને ગીતાર્થમુનિએ રત્નદાહક વણિકના ઉદાહરણથી ઠપકો આપ્યો. ૮૬૮. લોકોત્તરમાં નોઆગમથી દ્રવ્ય આવશ્યકમાં નિરંતર દોષ સેવીને આલોચના (પ્રાયશ્ચિત્ત) કરનાર સાધ્વાભાસનું ઉદાહરણ છે, તે આ પ્રમાણે - વસંતપુરનગરમાં એક અગીતાર્થ સંવિગ્નાભાસગચ્છ પોતાના આચાર્ય સહિત વિચરતો હતો, એ ગચ્છમાં એક મુનિ રહેતો હતો. તે હંમેશા દોષયુક્ત-સાધુને ઉપયોગમાં ન આવે એવા ભાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy