SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળજ્ઞાન. હવે કેવળજ્ઞાનનો અધિકાર કહે છે. (७७) अह सव्वदव्बपरिणामभावविन्नत्तिकारणमणंतं । सासयमप्पडिवाई, एगविहं केवलन्नाणं ॥८२३॥ સર્વ દ્રવ્યાદિના પરિણામની સત્તાને વિશેષ જાણવાનું કારણ, અનન્ત, શાશ્વતુ અને અપ્રતિપાતિ એવું કેવળજ્ઞાન જે છે, તે એક પ્રકારે છે. ૮૨૩. નંદી વિગેરે સૂત્રમાં કહ્યા મુજબ તથા શુદ્ધિ, લાભ અને પૂર્વે ૭૯મી ગાથામાં કહ્યા મુજબ અનુક્રમ જણાવવા મૂળમાં “અહ” શબ્દ મૂક્યો છે. એટલે કે મન:પર્યવજ્ઞાન કહ્યા પછી હવે કેવળજ્ઞાનનું સ્વરૂપ કહીશું. આ કેવળજ્ઞાન જીવાદિ સર્વદ્રવ્યના પ્રયોગ-સ્વભાવ અને તે બંને પ્રકારે પણ થતા પરિણામ-ઉત્પાતાદિ સર્વ પર્યાયો, તેની સત્તાને વિશેષ પ્રકારે જાણનાર છે. વળી ભેદ વિનાનું છતાં પણ સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવના અસ્તિપણાને જણાવનાર છે. જાણવા યોગ્ય અનન્ત વિષય હોવાથી તેમજ અનંત પર્યાયવાળું હોવાથી કેવળજ્ઞાન અનન્ત છે (અત્તરહિત છે.) નિરંતર ઉપયોગવાળું હોવાથી શાશ્વતું છે. નાશ નહિ પામતું હોવાથી અવ્યય છે – અપ્રતિપાતિ છે. સર્વ જ્ઞાનાવરણનો ક્ષય થયા બાદ ઉત્પન્ન થતું હોવાથી તેમજ સર્વ જાણવાયોગ્ય પદાર્થને જણાવનાર હોવાથી અને મતિ આદિ જ્ઞાનોની અપેક્ષા વિનાનું હોવાથી કેવળ એવું જે જ્ઞાન તે કેવળજ્ઞાન છે, તે એક જ પ્રકારનું છે, એટલે તેમાં બીજા ભેદો નથી. ૮૨૩. मणपज्जवनाणाओ, केवलमुद्देस-सुद्धि-लाभेहिं । पुबमणंतरमभिहियमहसद्दोऽयं तयत्थम्मि ॥८२४॥ सव्वदवाण पओग-वीससा-मीसया जहाजोग्गं । परिणामा पज्जाया, जम्म-विणासादओ सव्वे ॥८२५॥ तेसिं भावो सत्ता, सलखणं वा विसेसओ तस्स । नाणं विण्णतीए, कारणं केवलं नाणं ॥८२६॥ किं बहुणा सव्वं सब्बओ, सया सबभावओ नेयं । सव्वावरणाईयं, केवलमेगं पयासेइ ॥८२७।। पज्जायओ अणंतं, सासयमिटुं सदोवओगाओ । ૩ઘય૩ોડપડિવા, વિદં સવસુદ્ધી ૮૨૮ મન:પર્યવજ્ઞાન પછી પૂર્વે કહ્યા મુજબ ઉદ્દેશ-શુદ્ધિ-અને લાભ વડે સર્વ આવરણનો ક્ષય થયે સર્વોત્કૃષ્ટ વિશુદ્ધિ થવાથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે, તેથી સર્વની ઉપર કેવળજ્ઞાન કહ્યું છે, તેમજ સમસ્તજ્ઞાનોનો લાભ થયા પછી જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે તેથી સર્વની પછી કેવળજ્ઞાન કહ્યું છે. મન:પર્યવજ્ઞાન કહ્યા પછી કેવળજ્ઞાન કહીશું એમ કહ્યું છે તે જણાવવા માટે આ અથ શબ્દ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy