SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર]. મન:પર્યાય જ્ઞાનનો ઉપસંહાર. [૩૪૩ પ્રશ્ન :- જો ઉપરોક્ત સર્વ અભિપ્રાયો દોષવાળા હોવાથી અયોગ્ય છે, તો “જુએ છે એમ માનવામાં દોષરહિત સત્ય અભિપ્રાય કયો છે તે કૃપા કરી જણાવો. भण्णइ पन्नवणाए, मणपज्जवनाणपासणा भणिया । - તા. પાસ સો, સંતો દેવા પણ દરરો કહીએ છીએ કે, પ્રજ્ઞાપના સૂત્રમાં મન:પર્યવજ્ઞાનને જોવાપણું કહ્યું છે, તેથી જ તે જુએ છે.. એમાં કયા હેતુથી સંદેહ રહે છે ? ૮૨૨. પ્રજ્ઞાપના સૂત્રોમાં ત્રીશમા પદે મન ૫ર્યાયજ્ઞાનને સારી રીતે જોવારૂપ સાકાર ઉપયોગવિષયક જોવાપણારૂપ પશ્યત્તા કહી છે, અને તે વડે મન:પર્યાયજ્ઞાની “જુએ છે” એમ કહેવાય છે, આ અભિપ્રાયજ આગમોક્ત હોવાથી નિર્દોષ છે, બાકીના અભિપ્રાય આગમોક્ત ન હોવાથી દોષવાળા છે, તેથી તે અગ્રાહ્ય છે. | (આ ગાથા પ્રક્ષેપ હોય એમ જણાય છે, કેમકે આ ગાથા જુની બન્ને ટીકાઓમાં અને કેટલાક ભાષ્યના પુસ્તકોમાં પણ નથી, કોઈક ભાષ્યના પુસ્તકોમાં જણાય છે, વળી કંઈક સાભિપ્રાય હોવાથી અમે અહીં કહી છે.) સત્પદપ્રરૂપણાદિદ્વારો અવધિજ્ઞાનની પેઠે મન:પર્યવજ્ઞાનનાં પણ કહેવા. માત્ર અપ્રમત્ત સંયત આ જ્ઞાનના ઉત્પાદક સ્વામી છે, તેના અનુસાર સર્વત્ર ભિન્ન ભિન્નપણું સ્વયં વિચારી લેવું. ૮૨૨. મન:પર્યવજ્ઞાનનો વિચાર પૂર્ણ થયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004648
Book TitleVisheshavashyaka Bhasya Part 1
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages682
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy